દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
કઠ ભલે, કર્મઠ બનો,
નેતિ નેતિ નઠ બનો.
મત મતાંતર મઠ બનો,
લીલ લહેરો, લઠ બનો.
વ્હેણ પોતે તઠ બનો,
સર્વ ગળતર ગઠ બનો.
સૌમ્ય, શાલીન સ્વત્વથી,
જાત સાથે શઠ બનો.
સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
દર્પ ગાળી દઠ બનો.
- પંચમ શુક્લ
વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય. જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી. ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )
વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે. પણ ધર્મ એટલે શું ? હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!! વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘ અર્થાત્, જે ધારણ કરીએ છે તે ધર્મ. અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!
ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્ કરવાની છે અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.
શબ્દાર્થ : કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ - નઠારું (નિર્લજ્જ ) , મઠ - આશ્રમ, લઠ - લાઠી, ડંડો, તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું, અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.
.

આવિગઝલ વન્ચિ મજા આવિ ગયિ આગઝલ ને કોપિ કેમ કર્વિ
પંચમભાઈની આગવી છાપ ધરાવતી અનોખી ગઝલ ફરી અહીં માણવી ગમી!
સુધીર પટેલ.
અઘરી ગઝલ પરંતુ અર્થસભર ભાવ, ઘણુ બધૂ કહેવાય ગયુ……
શબ્દોમાં લાઘવ, પણ વિચારમાં અતિ વિસ્તૃતિ;
સમજવામાં થોડી અઘરી પણ સમજાય તો પછી સહજ.સાંસ્કૃત ગુજરાતી ગઝલ.
અભિનંદન, પંચમભાઇ.
પંચમભાઈએ ગઝલમા ઘણ ભાષા પ્રયોગો આપ્યા છે આ એક વધારે.
સરસ… પંચમભાઈની ગઝલ સમજવા માટે ઓછામાં ઓછો અડધો કલાક કાઢવો પડે… ગુજરાતી ભાષાના મરવા પડેલા કે અધમરા શબ્દો એમની પાસે આવીને કવિતા બની જાય છે…!
Pinki : very true…. just before, 30-40 yrs… so many words from this gazals are routine words.. !!!
ભાઇ પંચમને સરસ્વતીનું વરદાન છે,અહીં આજે ફરી વાંચી અને માણી.સાથે તમારો રસાસ્વાદ પણ… ધર્મ એટલે શું? એ પ્રશ્નાર્થ પહેલાં જ તમે લખો છો… ‘જીવન જીવવાની… કળા’. એક ઉમદા કાવ્યનો ઉમદા ભાવાર્થ! આવું સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા બદલ આભાર અને અભિનંદન!