કલમ ઉપાડી છે : સુનીલ શાહ

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

- સુનીલ શાહ

આપણાં સૌની દોરી ઈશ્વરનાં હાથમાં જ રહેલી છે અને ભાગ્ય જાણવા, ઉછાળેલાં સિક્કાની બન્ને બાજુ પણ… તેના જ હાથમાં. સુખ કે દુઃખ જે પણ આવે/આપે,  ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવીએ તો જિંદગી અઘરી નહીં લાગે !

.


the attachments to this post:

jindagi
jindagi


7 Comments to “કલમ ઉપાડી છે : સુનીલ શાહ”

  1. ઈશ્વર પ્રત્યેની અખંડ અને અમાપ શ્રદ્ધાના રંગે રંગાયેલી વાસ્તવિક્તાની ગઝલ
    અભિનંદન સુનીલભાઈ…

  2. વાહ, વાહ સુનિલભાઈ… મજાની ગઝલ લઈ આવ્યા!!!

    ઓછાં વપરાતાં ‘ગાલગાલ ગાગાગા’ના બે આવર્તનોમાં સ-રસ રંગ જમાવ્યો…

  3. dee says:

    ખુબ સરસ રચના છે…

  4. મઝાની ગઝલ….આભાર સુનિલભાઈ.તમને એવુ નથી લાગતુ કે ગઝલના મક્તા મા ઊડી શબ્દમા ડી લઘુ કૈ રીતે થઈ શકે…એ પહેલા ઊ મા અનુસ્વાર પણ ચ્હે….પચ્હીના ને ને તમે ગુરુ બનાવ્યો ચ્હે…માફ કરશો આતો મને આવુ લાગ્યુ…બાકી સરસ રચના….
    ભોપાલ

  5. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  6. હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
    ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

    વાહ!

  7. ખુબ સુંદર….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME