હસ્તપ્રત : મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

- મનોજ ખંડેરિયા

એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !

.


8 Comments to “હસ્તપ્રત : મનોજ ખંડેરિયા”

  1. taru says:

    well said

  2. વજેસિંહ પારગી says:

    નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે
    ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
    શેર વાંચીને ગઝલની ખોવાઈ ગયેલી હસ્તપ્રત જડ્યાનો આનંદ થયો. મનોજભાઈ પણ ગઝલની અલભ્ય હસ્તપ્રત જેવા જ હતા ને।

  3. Harnish Jani says:

    એક અનોખા કવિની-અનોખી કૃતિ પસંદ કરવા બદલ અભિનંદન.અને આનંદ.

  4. ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
    તમે જોયું છે આ જગત માત્ર એક જ.

    what an invitation !

  5. sudhir patel says:

    મનોજભાઈની ખૂબ જ સુંદર અને જાણીતી ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  6. nilesh says:

    ખરેખર ખુબ જ સુન્દર રચના વાચવા નો આનન્દ આવ્યો.

  7. અદભુત ગઝલ.. વાંચો વાંચો ને તાજી લાગે…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME