હસ્તપ્રત : મનોજ ખંડેરિયા
કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.
ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.
નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
- મનોજ ખંડેરિયા
એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !
.

well said
નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
શેર વાંચીને ગઝલની ખોવાઈ ગયેલી હસ્તપ્રત જડ્યાનો આનંદ થયો. મનોજભાઈ પણ ગઝલની અલભ્ય હસ્તપ્રત જેવા જ હતા ને।
એક અનોખા કવિની-અનોખી કૃતિ પસંદ કરવા બદલ અભિનંદન.અને આનંદ.
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
what an invitation !
મનોજભાઈની ખૂબ જ સુંદર અને જાણીતી ગઝલ માણવી ગમી!
સુધીર પટેલ.
ખરેખર ખુબ જ સુન્દર રચના વાચવા નો આનન્દ આવ્યો.
nice one…
અદભુત ગઝલ.. વાંચો વાંચો ને તાજી લાગે…