તારા વગર : ગૌરાંગ ઠાકર

સાંજ ડૂબી એકલી તારા વગર,
એટલે છે આંખ મારી તરબતર.

શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
થાય અટકાવી દઉં એની સફર.

જો પ્રતીક્ષા બારણે ટોળે વળી,
આવશે તું એમ આવી છે ખબર.

ફૂલને ઝાકળ કહે છે વાત જે,
હું તેને કહેતો રહું બસ રાતભર.

જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
ચોતરફ બસ લાગણીની કરકસર.

લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે ?
એકલો માણસ અને ભરચક નગર.

- ગૌરાંગ ઠાકર

સિમેન્ટ-કોંક્રીટથી ભરચક નગરમાં સવારથી રાહ જોતાં ‘માણસ’ની સાંજ પણ એકલી જ ડૂબે ત્યારે ચોક્કસ શ્વાસની સફર અટકાવી દેવાનું મન જ થાય.  ‘એકલો’ માણસ ઉદાસીનો માર્યો, જિંદગીને વેચવા ચાલ્યો પણ,  લાગણીની અછત કેવી કે, એને  ખરીદનાર કોઇ નહિં ??!

.


the attachments to this post:

saanj
saanj

Bali%20Sunset
Bali%20Sunset


12 Comments to “તારા વગર : ગૌરાંગ ઠાકર”

  1. Ketan Shah says:

    જીંદગીને વેચવા દુનિયા ફર્યો
    ચોતરફ બસ લાગણીની કરકસર

    સુંદર રચના

  2. Jay Jamnagari says:

    ખુબ જ સરસ ગૌરાન્ગ ભાઈ

  3. kedar says:

    ખૂબ સુન્દર રચના….

    ચોતરફ બસ લાગણીની કરકસર….

    વાહ….

  4. વિહંગ વ્યાસ says:

    ખૂબજ સુંદર ગઝલ.બધાજ શેર ગમ્યાં.

  5. Ajitsinh says:

    સરસ રચના. વાટ જોવા ટોળે વળવાની કલ્પ્ના અદ્ભુત!

  6. Dr. Dinesh O. Shah says:

    ખુબ સુન્દર ગઝલ ગૌરાંગભાઈ!

    દરેક શેર ખુબ સુંદર અને પોએટીક છે. આવી ગઝલો અને ગીતો લખતા રહો તેવી શુભેછાઓ.

    દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ,ફ્લોરિડા, યુ.એસ.એ.

  7. લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે ?
    એકલો માણસ અને ભરચક નગર.
    બહોત ખુબ ગૌરાંગભાઈ … સુંદર ગઝલ.
    પિન્કીબેન,
    હું તેને કહેતો રહું બસ રાતભર… માં તેને ને બદલે તને હોવું જોઈએ. ખરુંને ?

  8. ચોતરફ બસ લાગણીની કરકસર…!
    કડવી–વરવી વાસ્તવિકતાનું સુંદર નિરૂપણ.

  9. Nirav Jani says:

    Deep feeling expressed by beautiful words. Keep writing such a gazals.

  10. preetam lakhlani says:

    બહુ જ સરસ્……..જેટલી દાદ આપુ આટલી ઓછી પડે!!!

  11. sudhir patel says:

    ખૂબસુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. મજબૂત ગઝલ…

    ‘વેબ મહેફિલ’નું નવું કલેવર પણ કાબિલ-એ-દાદ છે… ખૂબ જ નયનરમ્ય છે! અભિનંદન, પિંકીબેન!

    ગૌરાંગભાઈ, શ્વાસ ભલે કાંટાળો કેમ ન હોય, એની સફર અટકાવી ના દેશો.. આ કાંટા ઉપર જે ગઝલનું ગુલાબ ઊગ્યું છે એ મા ગુર્જરીને મહેંકતી રાખવા માટે છે… શુભકામનાઓ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME