મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !
તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !
એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !
મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !
કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !
- અંકિત ત્રિવેદી
પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય ! ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .
.
the attachments to this post:



વાહ.. ખુબ સરસ …….. ફુલો ની સુગન્ધ અને મહેકમા ફેલાવુ.. ખુબ જ સુદર રજુઆત…..વહેતી હવા… ખુબ જ્ સરસ્
આ અદભુત ગઝલનો મક્તા બહુ ગમ્યો. ખરેખર અમારા ફોનનો નમ્બર લગાડ્વા
તમારા ટેરવે એ જોડાઇ જાય એ આશા રાખિ શક ?
મોજાના ઘરમા જે રીતે દરિયો ડૂબી જતો
એમ જ નજીવી વતમાં ભૂલાઈ જાય તું!
સરસ શબ્દો અને પ્રેમિકાને ઘણુ બધુ કહી દીધુ, શ્રી અંકિત ત્રિવેદીને અભિનદન અને તમારો આભાર……….
સરસ ગઝલ..
સુંદર રચના…
ઉલા મિસરાની તુલનામાં સાની મિસરા નબળો.વ્યાકરણની રીતે સમજાઈ જાય એટલે સમજ પડવી. સમજાવી જવું જોઈએ.આમ કરવાથી જોકે કાફિયાદોષ થાય.આ ક્ષતિને લીધે મત્લો નબળો ગણાય. ફેલાય જાય ને બદલે ફેલાઈ જોઈએ.જોકે ગઝલમાં આ જ શેર માણવા જેવો છે. મક્તામાં પણ લગાડવાને બદલે લગાડતાં જોઈએ. શું આ ટાઇપિકલ ભૂલ છે? મરીઝ એવોર્ડવિજેતા અંકિતભાઈ પાસે કૃતક રચનાની નહીં, સારી રચનાની અપેક્ષા રહે।