સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !
પૂછી જોજો કોઈ ગુલામને -
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ – શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !
એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !
પડું કેદખાનાને ઓરડે
લટકુંયે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગડે
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
કાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે
વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી
મારા દેશનાં સહુ શોષિતો
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો
એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી
- ઝવેરચંદ મેઘાણી
( ૧૯૩૦ )
સ્વતંત્રતા એટલે કે, મુક્તિનો આનંદ અનેરો જ હોય…. ! બસો વર્ષની ગુલામી પછી, અનેક શહીદોનાં બલિદાન બાદ, મળેલી આ અણમૂલ આઝાદીનાં ૬૪મા વર્ષે, આપણે તો માત્ર આઝાદીને જાળવવાની છે , મૂલવવાની છે. ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણી રચિત આ ગીતમાં ‘સ્વતંત્રતા’ કેટલી મોંઘેરી અને મીઠડી હતી તેનો અંદાજ લગાવી શકાય છે. સી.એન.વિદ્યાવિહારના પ્રાર્થના મંદિરમાં મોટે અવાજે આ ગીત ગાતાં, ત્યારે તેની મીઠાશ ન’તી સમજાઇ પણ આજે… આઝાદીનાં મોંઘા મૂલ સમજાય છે. આજનાં આ પવિત્ર દિને ભારત દેશની સંસ્કૃતિ અને કલાનાં અણમોલ, વૈભવી વારસાને જાળવીએ અને મૂલવીએ તે જ આપણો નિશ્ચય હોઇ શકે. દેશનાં પ્રવર્તિત દૂષણો અને સમસ્યાઓનો સૌ સાથે મળીને ઉકેલ લાવીએ જેથી આઝાદીનાં શતાબ્દી પર્વે આવનારી પેઢી આ સમસ્યાનો સામનો કરવો ન પડે. આપ સૌને સ્વતંત્રતા મુબારક !

આજે આઝાદીનાં શુભ પર્વની સાથે વૅબમહેફિલનાં આંગણે, તેની દ્વિતીય વર્ષગાંઠનો અણમોલ અવસર પણ છે. વૅબમહેફિલ પર મૂકેલી વિધ વિધ રચનાઓ માણતાં વાચકો કે ભાવકો પોતાની રચનાઓ ઇ-મૅલમાં મોકલી તેને વૅબમહેફિલ પર મૂકવા ફરમાઇશ કરતાં હતાં. આથી મને વિચાર આવ્યો કે, વાચકોનો પોતાનો એક અલગ વિભાગ રાખીએ તો કેવું ? નામી અને પ્રતિષ્ઠિત સાહિત્યકારો સાથે, વિચાર – વિમર્શ બાદ, મારી આગ્રહભરી વિનંતી બાદ અમે નિર્ણય કરી આજથી ‘વાચકોની કલમે’ એક વિભાગ શરુ કર્યો છે. ગુજરાતની ‘સુવર્ણ જયંતિ’ નિમિત્તે ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એવું જ કંઇક ‘લખો ગુજરાતી’ ! એટલે કે, આજથી વૅબમહેફિલમાં પણ લોકશાહીનું રાજ…. લોકો દ્વારા, લોકો માટે, લોકોની મહેફિલ
આ વિભાગ શરુ કરવા પાછળ મારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે, આ બહાને, વાચકો ગુજરાતી ભાષા અને સાહિત્યને વધુ વાંચશે અને સમજશે. વાચકોને નમ્ર વિનંતી કે તેઓએ પહેલાં પણ પોતાની રચના મોકલી હોય તો પણ, ફરીથી પોતાની રચના ગુજરાતીમાં ટાઇપ કરી, મોકલી આપશો. આપની રચના માટે જે પણ કોઇ પ્રતિભાવ આવે તેને ખેલદિલીપૂર્વક વધાવી, પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરશો. અને જો યોગ્ય ગણાશે, તો આવતી કાલે, સાહિત્યકારની ‘category’ માં આપની રચના જરૂરથી મૂકવામાં આવશે જ.
આપ સૌ વાચકો, સાહિત્યકારો અને મંથન તેમજ નીરજનો ટેકનિકલ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.
તા.ક. વૅબસાઇટમાં જરુરી ફેરફાર કરતાં હોવાથી, હજુ ૨-૩ દિવસ કદાચ આપને મુશ્કેલી પડે તો ક્ષમા કરશો.
.
the attachments to this post:




congratulaton and vandan for such a great start.
sanjeev mehta
ન્aમ્aસ્sક્aaર્r
Happy second Birthday of Webmehfil and happy independence day, Pinki.
ભારતમાં સંપુર્ણ સ્વતંત્રતા છે તેની કોઈ ના ન કહી શકે! ભુતકાળના શહિદોની જ એ આપણને ભેટ છે.
આપણે દરેક પળે વિચારવાનું છે કે આપણે ભાવી પેઢી માટે શું કરીએ છીએ? મારી દ્રષ્ટીમાં પ્રામાણિકતા, લાંચરુશવત ના આપવી કે લેવી તેમજ ગંદકી ના કરવી તે સૌથી અગત્યની ફરજો દરેક નાગરિકોની છે. ભારતનું ભાવી આજના નાગરિકો શું કરે છે તેના પર આધારિત છે.
દિનેશ ઑ.શાહ, ગેઈન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
બીજી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ…
સૌને આઝાદી-દિન ખૂબ ખૂબ મુબારક!
બીજી વર્ષ-ગાંઠના અનેરા અવસર પર વેબ-મેહ્ફિલને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
વેબમહેફિલને જન્મદિનની વધાઈ. વેબમહેફિલને નવા વાઘા શોભે છે.
Many Happy Returns of de Day,Plz carry on de good work.God bless u all.
Pinki
અભિનંદન અભિનંદન અને અભિનંદન સહ શુભેચ્છાઓ…
U Are Doing really Hard Work…
સ્વાતંત્ર્ય દિનની સાથોસાથ જ વેબ મહેફિલની બીજી વર્ષગાંઠ માટે પણ મુબારકબાદી…
નવું સ્વરૂપ ખૂબ જ ગમ્યું… ‘લખે ગુજરાત’વાળી વાત પણ ગમી…Keep it UP !
શ્રી પીંકીબહેન
સ્વતંત્રતા દિવસની સહુને હાર્દિક વધાઈ તથા આપની વેબ સાઈટને બીજી વર્ષગાંઠ નીમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ.
dear Pinki
happy birthday many many returns of the day.
zaverabhainI rachana very good. keep it up
indu