બસ શેરિયત રહી : રઇશ મનીઆર

શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી,
ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી.

ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી,
પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી.

હેતુ ભૂલાયો, શત્રુની ઓળખ નહીં રહી,
શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તો પણ લડત રહી.

બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયાં,
આ હાથોમાં એ કાવ્યની એક હસ્તપ્રત રહી.

વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત,
ખારાશ સાગરોની છતાં પૂર્વવત્‌ રહી.

જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.

- રઇશ મનીઆર

શેરિયત, ગઝલિયત જેને હસ્તગત છે તેવા રઇશભાઇની ગઝલને નજર ફેરવીને ભૂલી શકાય ?!! નહિં જીવાયેલી જિંદગીને પણ તેઓએ ગઝલમાં આત્મસાત્‌ કરી છે, તેવા કવિશ્રીને  જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !

.


14 Comments to “બસ શેરિયત રહી : રઇશ મનીઆર”

  1. રઈશભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…

    નખશિખ સુંદર ગઝલ ! બધાં જ શેર મનનીય થયા છે… પણ રમત અને કારગત તો અદભુત થયા છે…

  2. કવિમિત્ર શ્રી રઈશભાઈને જન્મદિનની શત શત શુભેચ્છાઓ સાથે એમની શેરિયત અને ગઝલિયતને પણ સલામ….જુગ જુગ જીઓ જનાબ…

  3. KETAN SHAH says:

    ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી,
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી.

    વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત,
    ખારાશ સાગરોની છતાં પૂર્વવત્‌ રહી.

    સુન્દર ગઝલ

  4. રઈશભાઈને જન્મદિનની વધાઈ.

  5. વાહ..સુંદર ગઝલ.
    બધા જ શેર મઝાના થયા છે.
    રઈશભાઈ..જન્મદિન મુબારક.

  6. Maheshchandra Naik says:

    SHઋRઇi

  7. Maheshchandra Naik says:

    WISHING VERY HAPPY BIRTHDAY TO SHRI RAISHBHAI ON HIS BIRTHDAY.

  8. sudhir patel says:

    કવિશ્રીને જન્મ-દિવસના અભિનંદન! સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  9. રાકેશ ઠક્કર , vapi says:

    સરસ ગઝલ ! દરેક શેર દમદાર.
    કવિશ્રીને happy birthday !

  10. ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી,
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી.

    વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત,
    ખારાશ સાગરોની છતાં પૂર્વવત્‌ રહી.

    બહોત ખૂબ … જન્મદિન મુબારક

  11. વજેસિંહ પારગી says:

    જન્મદિન મુબારક.
    બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયાં,
    આ હાથોમાં એ કાવ્યની એક હસ્તપ્રત રહી.
    રઈશભાઈ, હાથમાં કાવ્યની હસ્તપ્રત હોવી એ કંઈ જેવીતેવી વાત નથી. આપણા હાથ ના હોય તોય કાવ્ય ને કાવ્યની હસ્તપ્રત રહેશે જ।

  12. સરસ ગઝલ છે.ગઝલમાં ભાવોની સુંદર ગૂંથણી થયેલી છે.ધન્યવાદ.

  13. NeeTu ,surat says:

    રઈશભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…

    નખશિખ સુંદર ગઝલ ! બધાં જ શેર મનનીય થયા છે

  14. NeeTu ,surat says:

    હેતુ ભૂલાયો, શત્રુની ઓળખ નહીં રહી,
    શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તો પણ લડત રહી.
    superb superb

    realy superb……
    …..
    …………………….

    ……………………..

    its a reality of the life……….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME