જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
ઉત્પત્તિ સ્થિતિ, ન લય મારો હવે,
કોઈ કક્ષા હો ન ક્ષય મારો હવે.
અસ્તોદય શું ? અંત શું ? આરંભ શું ?
હર સમયથી પર સમય મારો હવે.
માન શું ? અપમાન, લાભાલાભ શું ?
ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે.
મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
મારી મુટ્ઠીમાં પ્રલય મારો હવે.
કાળથી પણ કાંકરી ખરશે નહીં,
થઈ ગયો છે ગઢ અજય મારો હવે.
આત્મવત્ ઉર્ફે અજન્મા થઈ ગયો,
ના પ્રભવે અથવા વિલય મારો હવે.
શબ્દ મતલબ બ્રહ્મ, મતલબ સત્ય પણ,
શબ્દનો જયઘોષ, જય મારો હવે.
- અમૃત ‘ઘાયલ’
શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે. – ઘાયલ
જોમ અને ખુમારી સભર ગઝલ રચનાર ઘાયલ જે ‘શબ્દ’ને યથેચ્છ તોડતાં, ફોડતાં તેઓ આત્મસાક્ષાત્કારની ક્ષણે કહે છે, શબ્દ જ બ્રહ્મ … શબ્દ જ સત્ય ! મારો જે જયજયકાર છે તે તો શબ્દનો જ એટલે કે, બ્રહ્મનો , સત્યનો જયઘોષ. ‘ઘાયલ’ની એક અનોખી શૈલીની ગઝલ !
.
.

મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
મારી મુટ્ઠીમાં પ્રલય મારો હવે.
વાહ…!
શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.
ઘાયલસાહેબનો આગવો અવાજ હૃદયને સ્પર્શે છે.
* ના પ્રભવે અથવા વિલય મારો હવે.
* Poet often needs an eternal open playground where he/she can freely play with the innocence of words.
વાહ! ગઝલની ખરી ઉપલબ્ધિ ઘાયલ સાહેબની આ ગઝલમાં માણી શકાય છે!
સુધીર પટેલ.
ઘાયલ સાહેબની રચના હોય પછી વાહ..! વાહ…! અનાયાસે જ નીકળી જાય