સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ

.

( કળીનું ફૂલ ફૂટે આંખમાં )

.

ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પહાડમાં,
આજ ચોમાસું છે હાડેહાડમાં,

એય ! ખળખળ થાય એવો હાથ છે,
કઈ ગલી ધબકી રહી છે નાડમાં.

એ કળીનું ફૂલ ફૂટે આંખમાં,
જે કળી ફૂટી રહી છે ઝાડમાં.

શુષ્કતામાં યાદનું આવાગમન,
જેમ કલબલ હોય લીલો વાડમાં.

નીડ-પરવશ પાંખ આજે છૂટશે,
આભ એને સાદ પાડે લાડમાં.

- હર્ષદેવ માધવ

.

હવે તો આપણાં હાડેહાડમાં ચોમાસું ફૂટી ગયું છે અને ત્યારે કવિ વર્ણવે છે એવી કંઇક લીલી યાદોને માણી લઇએ… !  જોકે, આજે પણ વાદળો ઘેરાતાં, મનને તો પાંખ ફૂટી  જ આવે જાણે કે, આભ એને સાદ પાડે લાડમાં.

.

.

.

.


the attachments to this post:

kali
kali


No Comments so far.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME