કોઈનો લાડકવાયો : ઝવેરચંદ મેઘાણી
.
.
ઝવેરચંદ મેઘાણી કહે છે, “રાગ-સૂરમાં ગાવા સારુ બનેલાં ગીતોને એના કલ્પાયેલા ઢાળથી જુદી રીતે ગાવાથી જ એનો વધ થાય છે, કેમકે રચનારાના હૃદયમાં એ શબ્દો ગૂંથતી વેળા અમુક રાગનું સતત ગુંજન ચાલેલું હોય છે. એ રાગ અમુક ભાવનો વાહક બનવા પસંદ થયો હોય છે. આમ કર્તાએ મુકરર કરેલ ઢાળ કાવ્યકૃતિનું અવિચ્છેદ્ય અંગ બની જાય છે. માટે જ મારા નિર્માણ કરેલ ઢાળોમાં મારા ગીતો નથી ગવાતાં ત્યારે એ ગીતો દુખિત બને છે. ‘કોઇનો લાડકવાયો’ એ મારું ઘણું જ લાડકવાયું ગીત મારા કંઠનાં મુકરર સૂરોમાંથી જ ઉદ્ભવેલું અને એ જ સૂરો વડે સીંચાયેલું. તેને જ્યારે કલિંગડા કે મરાઠી સાખીનાં બદલે મૂળ ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રીબાતું હોવાની વેદના થાય છે અને મારું પ્રિયમાં પ્રિય બાળક કતલ થયું હોય એવો ખેદ થાય છે.”
આપણાં સૌના લાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જન્મદિને તેમનાં લાડકવાયા ગીતને તેમનાં પ્રિય રાગ કલિંગડામાં, તેમની સુપુત્રી ઇન્દુબેન શાહનાં સ્વરમાં માણી, તેમને યાદ કરી, ફરી આ ગીતને મૂળ અંગ્રેજી કાવ્ય સાથે માણીએ. ( વિશેષ માહિતી અને ઓડિયો માટે પિનાકીભાઇ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર )
.
.
( રક્ત ટપકતી…… ઝવેરચંદ મેઘાણીના હસ્તાક્ષરમાં )
સાભાર : યશ મેઘાણી
.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( ઝવેરચંદ મેઘાણીનાં સુપુત્રી ઈન્દુબેન અનિલભાઇ શાહનાં સ્વરમાં )
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે
કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી
કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં
કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
લખજો: ‘ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની’
- ઝવેરચંદ મેઘાણી
.
લોકલાડીલા, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મદિને તેમની એક અમર કૃતિ…. તેમનાં જ હસ્તાક્ષરમાં. Marie La Coste રચિત Somebody’s Darling કાવ્ય પરથી તેમને આ ગીતની પ્રેરણા મળેલી. તેમનાં જ શબ્દોમાં…..
” Somebody’s Darling એ નામનું એક અંગ્રેજી પદ ભાઈ શ્રી દેવીદાસે અબ્બાસ દાદાની વિદાય – રાત્રિએ વાંચી સંભળાવેલું. તે પરથી આ સૂઝ્યું છે. અત્યારનાં આપણા સમયને અનુરુપ ભાવ આપેલો છે. અનુવાદ નથી. “
પ્રથમ ગુજરાતી બ્લૉગનું સ્થાન અને માન જે ધરાવે છે તે ‘ ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો ‘ પર તેમણે આ મૂળ અંગ્રેજી કાવ્ય પણ મૂકેલ છે. મૂળ અંગ્રેજી કાવ્ય અને civil war વિષે વધુ માહિતી માટે War and American popular culture: a historical encyclopedia By M. Paul Holsinger ( e-book ) અને કાવ્ય પ્રકાશિત થયેલ તેની માહિતી… !!
.
( special thanks to http://web2.lib.unc.edu/music/eam/index.html )
SOMEBODY’S DARLING
Into the ward of the clean white-washed halls,
Where the dead slept and the dying lay;
Wounded by bayonets, sabres and balls,
Somebody’s darling was borne one day.
Somebody’s darling so young and so brave,
Wearing still on his sweet yet pale face
Soon to be hid in the dust of the grave,
The lingering light of his boyhood’s grace.
Somebody’s darling, somebody’s pride,
Who’ll tell his Mother where her boy died?
Matted and damp are his tresses of gold,
Kissing the snow of that fair young brow;
Pale are the lips of most delicate mould,
Somebody’s darling is dying now.
Back from his beautiful purple-veined brow,
Brush off the wandering waves of gold;
Cross his white hands on his broad bosom now,
Somebody’s darling is still and cold.
Give him a kiss, but for somebody’s sake,
Murmur a prayer for him, soft and low,
One little curl from his golden mates take,
Somebody’s they were once, you know,
Somebody’s warm hand has oft rested there,
Was it a Mother’s so soft and white?
Or have the lips of a sister, so fair,
Ever been bathed in their waves of light?
Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her breast;
Yet there he lies with his blue eyes so dim,
And purple, child-like lips half apart.
Tenderly bury the fair, unknown dead,
Pausing to drop on this grave a tear;
Carve on the wooden slab over his head,
“Somebody’s darling is slumbering here.”
- Marie Ravenal de la Coste
.
ગુજરાતી સાહિત્યનો ” મેઘાણી ” નામનો ઈતિહાસ પ્રત્યક્ષ નિહાળવો હોય તો તેમની વૅબસાઇટ www.jharverchandmeghani.com ની મુલાકાત જરુર લેશો. સંજય ભાવેએ અભિવાચનમાં જણાવેલું કે, જ્યારે તેઓ ૮ વર્ષનાં હતાં ત્યારે ઑક્સફર્ડ યુનિ. ના વિદ્ધાનો તેમનાં નિવાસસ્થાને ઉતરેલાં અને તેમણે ગાયેલું એક લોકગીત, તે સમયનું રેકોર્ડ કરેલ, જે હાલમાં પણ કેલિફોર્નિયા યુનિ.ની લાયબ્રેરીમાં છે. તેમની સાઇટ પર તેમના અવાજમાં રેકોર્ડ કરેલ ગીત સાંભળી પણ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. પિનાકીભાઇ મેઘાણીને આટલી સમૃદ્ધ અને ભવ્ય વૅબસાઇટ બનાવવા માટે દિલથી અભિનંદન. યશ મેઘાણીને પણ તેનાં જન્મદિન માટે આગોતરી શુભેચ્છાઓ….. !!
.
.
,
the attachments to this post:
koino laadakavaayo
koino laadakavaayo




અદભુત કહી શકાય એવી રચના… મૂળ અંગ્રેજી કાવ્ય પણ મજાનું…
આજે પહેલીવાર સૌરાષ્ટ્ર ના કળાયેલા મોરલા સર્વશિરોમણ સ્વ.ઝવેરચંદ મેઘાણી ની હસ્તલેખિત પ્રસિદ્ધ રચના નિહાળવા મળી.તે બદલ તમારી -શોધ બદલ અભિનંદન!!
જૂસ્સો, શહીદી, અને વીરતા ની ગાથા આલેખતી આવી રચના રચવી એ આજના કોઈપણ સાહિત્યકાર અને સર્જક માટે દુર્લભ છે.
મારી એક ફરમાઈશ છે કે “યુવન વિઝે પાંખ…” વાળી “યુવા” વિશે લખાયેલ રચના અહીં પ્રસ્તૃત કરશો તો આનંદ થશે.
પિંકીબેન, ખુબ જ સુંદર…
——-
આ ડોટેડ લાઈનની નીચેની લાઈનો ડીલીટ કરી દેજો.
છેલ્લાં ફકરામાં એમની સાઈટની જે લિંક આપી છે તે ખામીયુક્ત છે.. સુધારી દેશો.
લોકગીતોના ભિષ્મપિતાની અજાણ વાતો અમારા સુધી લઈ આવવા બદલ આભાર…….
ગઈકાલે જ પિનાકી મેઘાણીએ રચેલ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટની મુલાકાત લીધી હતી.
ખૂબ જ સુંદર માહિતીના ખજાનાથી ભરપૂર છે. એમના પૌત્રને આ સરસ કાર્ય બદલ ખરા દિલથી અભિનંદન! સુંદર ભાવાનુવાદ વાળી ગીત રચના જન્મ દિન નિમિત્તે પ્રગટ કરવા બદલ પીંકીબેનનો પણ આભાર.
સુધીર પટેલ.
યુગ કવિને, એક ભાટના લાખ લાખ વદન્….ગુજરાતી સાહિત્યમાથી જો મેધાણી, મુનશી,નમદ,અને જો અખાને બાદ કરીએ તો, sorry, શુન્ય સિવાય કઈ બચ્ચ્તુ નથી, આ હુ નથી કહે તો પણ ગુજરાતી સાહિત્યનો ઈત્યાસ ક હે છે.આમ તો ધણુ લખાણુ છે અને લખાય છે અને લખાશે અને એમ છતા આ ચાર સજકો તો સાહિત્યના આધાર સ્તભ રહેવાના! આ બાબતનો કોઈ બે મત નથી!…….પિન્કી, બહુ જ સુદર selection, બ્લોગ પર કરે છે….અભિનદન્!! તારા બ્લોગ પર visit,કરવા ની મજા આનદ કઈ ઓર જ છે.. ગમતા નો ગુલાલ અટલે વેબ મહિફ્લ્.
સુંદર કામ થયું છે.આનાથી વધારે સારી રીતે કોઈ ભાગ્યે જ સારી અંજલી આપી શકે.
૭૦ના દાયકામાં અમદાવાદની શાળાઓમા કવિ-વિવેચક નલિન પ્ંડ્યા સાથે આ કાવ્ય અને કોઈનો લાડકવાયો હું ગાઈ સ્ંભળાવતો હતો-ખાસી યાદો પાછીફરી આજે…
બાપુને સલામ
ઝવેરચંદ મેઘાણીની અદભુત રચના…
પિંકીબેન તેમની બીજી રચનાઓ પણ મૂકજો.
Excellent!
And thanks for the trackback and kind words.
અમર કાવ્ય. લોકગીત જ જાણે….
eक्ष्cellent..pinki…. salam…
its nice and great to remember our beloved national shayar….
રાષ્ટ્રીય શાયરના હસ્તાક્ષરમાં કાવ્ય જોઈને મેઘાણી મળ્યા હોય એવી લાગણી થઈ. મેઘાણીને ને વેબ મહેફિલને સલામ. મેઘાણીનાં કેટલાંક અમર ગીતોમાંનું આ પણ એક ગીત.
લખજો : ! ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની.!
અદ્ ભુત રચના છે.
શબ્દોના ઝળહળાટથી ક્ષણભર ચમકીને આંજી નાખતી રચનાઓ કરતાં દીવાની જેમ પ્રકાશીને અજવાળતી રચનાઓ મને વધુ ગમે છે. કદાચ સાચી કવિતાની એ જ ઓળખ।
kalank a gulami ni pidaa ani kalame samjaay jaay che
maroy saad meghaani so thavaa adhiro thaay che !
kinya che a haam ne jusso je hajaro dile chaay che
holiwood boliwood ma j bas sanskruti visraay jaay che !
DEV83 Surat
ds.rathod.ril@gmail.com
ખુબ સરસ . ઝવેરચન્દ મેઘાનિના પુસ્તકો ઓન લઈન્ મલે ખરા?
@ Vallabhbhai,
I attach one link for Meghani’s books.
http://www.booksonclick.com/zaverchand-meghani-m-51.html?alpha_filter_id=83&sort=20a
and one more is from Mahendrabhai Meghani, too. but I couldn’t find his link .