એક શરણાઇ બને : હેમેન શાહ
.
.
કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?
ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !
એ જ છે દરિયાકિનારો, એ જ સંધ્યાનો સમય,
શું ઉમેરું હું બીજું તો જૂની તન્હાઇ બને ?
એક છે દિલચસ્પ સપનું, ચાલને હંકારવા,
સઢ બને ઉત્સાહ ને આશ્ચર્ય પુરવાઇ બને.
ઝંખનાને પાંખ ફૂટે, રુપને ફૂટે શરમ,
બેઉમાં જોવું રહ્યું કે કોની સરસાઇ બને !
હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.
- હેમેન શાહ
.
વાહનવ્યવહાર, સંદેશવ્યવહારની વિવિધ સવલતોને કારણે વિશ્વ જાણે કે એક ગામડું જ બની ગયું છે. પણ, વિશ્વની વિશાળતા સંકોચાતી ગઇ તેમ માનવ પણ સંકુચિત અને સ્વકેન્દ્રી બનતો ગયો છે. જાણે કે, માણસ પણ બોન્સાઇ બની, એક ખૂણામાં રહી, ડ્રોઇંગરુમની શોભા વધારતો એક નિર્જીવ શો-પીસ બની ગયો.
પ્રેમનું એક દિલચસ્પ સપનું લઇ, કવિ પોતાની નાવ હંકારે છે, પણ આવી જ સંકુચિતતાને કારણે, જો ‘તે’ ખરી જાય તો પણ તેમાંથી શરણાઇ બનવા માંગે છે, એટલે કે, પ્રિય સાથે મિલનનાં સપનું પૂરું થાય એમ ઇચ્છે છે.
.
.
.

વાહ… બહુ સુંદર !
પ્રકૃતી, જીવન અને પર્યાવરણ આ ત્રણે ને બહુ જ્ સરળ અને સુંદર રીતે સાંકળી લેતી આ રચના વ્યંગ અને સુંદરતા નો અદભૂત સંગમ છે.
આવી સુંદર રચના ને તમારા બ્લોગ પર મુકવા ખુબ-ખુબ આભાર.
હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.
વાહ..
* સરસાઈ બને (?)
સરસાઇ – સરેરાશનાં અર્થમાં વપરાયું છે.
પ્રીતની ઝંખના હોય , રુપ એટલે કે પ્રિયાની શરમ હોય -
ત્યારે સરાસરી બન્નેનાં ભાગે શું – ‘કોની’ – આવે ? પ્રેમ જ આવે !!!
એક છે દિલચસ્પ સપનું, ચાલને હંકારવા,
સઢ બને ઉત્સાહ ને આશ્ચર્ય પુરવાઇ બને.
હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.
સુંદર ગઝલ..
પિન્કીબેન,
મને લાગે છે કે અહીં સરસાઈ બઢત એટલે કે કોણ વધારે આગળ પડે તે અર્થમાં પ્રયોજાયો છે.
ખૂબ જ સુંદર તાજગીસભર ગઝલ!
મારા માનવા મુજબ ‘સરસાઈ’ અહીં એકબીજાની સરખામણીના અર્થમાં છે. ઝંખનાને પાંખ ફૂટે અને રૂપને શરમ ફૂટે – એમાં જોવાનું એ કે કોણ કોનાથી ચડિયાતું છે?!!
સુધીર પટેલ.
વાહ…
શ્રી હેમેનભાઈએ આ ગઝલમાં અભિવ્યક્તિનો જાણે સાગર સમાવ્યો….
બધાજ શેર એકબીજાથી ચડે એવા થયાં છે એમાંય અંતિમ શેરનું લાઘવ અનેરૂં છે.
ખૂબ ગમી ગઝલ.
સરસ ગઝલ…આ બહુ ગમ્યુ
કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?
ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !
સરસ ગઝલ,
આપણે મર્યા પછી ઉપયોગી બની શકીએ એનાથી રુડું શું કહેવાય, સરસ શબ્દો, કોમેન્ટ ગુજરાતીમા લખવા માટે બહુ તકલીફ પડે છે, જરુરી હોય તે કરવા વિંનતી છે
Pinki : will you please tell , what are the difficulties ? because I try to type from comment section and I can.
EXCELLENT. KEEP IT UP.