કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે

.
કોક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે, કાન દોરી ખેંચીને તું ઝૂલાવે.
અમથી હું આંખ મીંચું, કાન રહું માંડી, કે હાલરડું ગાવું તને ફાવે ?
સ્હેજ જરા અટકે જો ઝોલો, તો ખોયાને બે હાથ ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઇ વાર મેલી જો દોરી, તને બેસવા ન દઉં લેશ હેઠો ;
કંટાળી માર મને ધબ્બા ને કાલીકાલી વાણીથી છો ને ફોસલાવે.
અમનેયે આવડે છે મરકલડાં આણતાં, ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કંદબડાળ બેસીએ કે મંદિરમાં બની જઇએ આરસ,
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઇ હળવે હળવે તું પાસ આવે.
- હરીન્દ્ર દવે
.
.
આપણે જન્માષ્ટમીનાં દિવસે દર વર્ષે બાળ કાનુડાને લાડે કોડે પારણામાં ઝુલાવીએ છીએ. નરસૈંયો કહે છે, બ્રહ્મ કરે લટકાં બ્રહ્મ પાસે. પણ આ તો બ્રહ્મ પાસે, લાડ કરવા બેઠો છે એક માણસ કે જેનો માંહ્યલો જાગી ઊઠ્યો છે . જશોદાને, રાધાને, ગોપીઓને જીદ કરી, નખરાં કરી, હેરાન કરતો, તેની પાસે – કવિ પોતાપણું દાખવી કામણગારો, નખરાળો ‘કૃષ્ણ’ ઝૂલાવેની જીદ કરી, તેનાં જેવાં જ નખરાં કરી મન મોહી લે છે. જન્માષ્ટમી નિમિત્તે , સૌની ’તેની’ સાથે નખરાળી આત્મીયતા કેળવાય તેવી શુભેચ્છાઓ.
.
.
.
the attachments to this post:


શ્રી હરીન્દ્ર દવેને આદરપુર્વક શ્રદ્ધાંજલી, આપને જન્માષ્ટમીની વધાઈ…..અને આભાર…
નટખટ કાનો – તોફાનો કરી માખણ ખાનારો ..વાંસળીના મધુર સૂરનો દ્યોતક..રાધાને
બાવરી બનાવી એની પાછળ દોડાવનારો ..ગોકુળમાં ગોપીઓ સંગ રાસ રમનારો..
મોટો થઈને ગીતા દ્વારા સૌને કર્મના પાઠ શિખવાડનારો.. માયાથી બધાને અલિપ્ત
થવા પ્રેરણારો પણ એની સુંદરતામાં સૌને ઘેલો કરનારો..જીવનરૂપી ઉત્સવમાં સૌને
… આનંદ અર્પનારો.. એ અહીં જ છે.. બધે જ છે..દરેક્ના હ્રદયમાં જ છે..
જન્માષ્ટમીની સૌને હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
I have first time read this poetry. This is equivalent to “Madhav kyay nathi madhuvanma….” the book as well as the poetry.
Salutes to Shri Harindra Dave…!! Always great…!!