એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત

 

.

એક સમે હરિ હળધર સાથે, રમતા તાળી દઇને હાથે,
આંગણિયામાં રે ખેલે.

માટીનું ઢેફું ત્યાં દીઠું, મોહનને મન લાગ્યું મીઠું,
હળવે લઇને રે લીધું.

બળભદ્ર અધીરા થઇને, કહ્યું જશોદાજીને જઈને,
કૃષ્ણએ માટી રે ખાધી.

ઉતાવળા માતાજી આવે, પકડી હાથ હરિને ધમકાવે,
તેં કેમ માટી રે ખાધી ?

‘ના, ના’ કહી હરિ માથું ધુણાવે, આંખ મહીં આંસુડાં લાવે,
મેં નથી માટી રે ખાધી.

જશોદાજી કહે હું નવ માનું, તારા ઢંગ બધા હું જાણું,
માર્યા વિના રે ન મૂકું.

સાચી વાત હશે જો તારી, તો નથી શિક્ષા હું કરવાની,
ઉઘાડ તારું રે મોઢું.

સુણી વચન હરિએ મુખ ઉઘાડ્યું, વિશ્વ સમસ્ત મહીં દેખાયું,
માતા અચંબો રે પામ્યા.

- અજ્ઞાત

.

બાળ કૃષ્ણ રમતાં રમતાં માટીનું ઢેફું મોંમાં મૂકી દે છે અને ભાઇ બળરામ માતા જશોદાને ફરિયાદ કરે છે. પણ,  નટખટ કાનુડો  માતાજીને ના કહે છે અને માતા તેનું મુખ જૂએ છે તો સમસ્ત બ્રહ્માંડ તેના મુખમાં દેખાય છે.  આ ઘટનાને કવિ ગીતમાં ઢાળીને રજૂ કરે છે. કવિનું નામ કોઇ જાણતું હોય તો જણાવવા વિનંતી.  કારણકે, એક દાદાએ તેમની મમ્મીનાં દાદી પાસેથી શીખેલું એટલે કે, પાંચમી પેઢીએ આજે આપણી પાસે આ ગીત ઉપલબ્ધ થયું છે તો તેમને કવિનું નામ યાદ નથી ! !  :)  

.

શબ્દાર્થ :  હળધર – જેણે હળ ધારણ કર્યું છે તે બળરામ.  બળભદ્ર – બળરામનું એક નામ.

.

 


the attachments to this post:

krisna yashoda brahmand
krisna yashoda brahmand


3 Comments to “એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત”

  1. Jayshree Merchant says:

    Pinkiben, by posting this Geet, you took me 45 years back! Thank you for posting this Geet. A very dear friend used to sing this kavy-geet with a lot of passion. She is no longer in this world now but I could practically picurize her in front of my eyes singing this Geet. Thanks again.
    With warm regards,
    Jayshree

  2. Pinki says:

    it’s my pleasure, jayshreeben ! :)
    if you know the poet’s name please inform us.

  3. અમેરિકા આવ્યા પછી ઘણા વર્ષો સુધી આ ભજન અમે ઘરે દર ગુરુવારે સાંજની પ્રાર્થના સમયે ઘરના બધા સભ્યો સાથે બેસીને ગાતા હતા. હવે ઘણા વર્ષોથી જોકે એ બંધ થઈ ગ્યુ છે, પરંતુ આજેય મને આખું ભજન મોઢે છે, પ્રસંગોપાત અચૂક ગવાય છે. એના શબ્દો જો કે આનાથી થોડા અલગ છે.

    યાદ તાજી કરવા બદલ આભાર, પિંકી !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME