નામ પોતાનું મૂક્યું : રમેશ પારેખ
.

.
તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,
વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું.
સ્વપ્ન મારાં તોડીને, ફેંકી દીધાં મેં ધૂળમાં,
મારી ભોળી આંખને માટે, મેં જડવાનું મૂક્યું.
સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જાઈ ગઈ,
તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું.
તેણે દ્રશ્યોની અણી પર, મૂક્યું તીણું ખૂંચવું,
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.
તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, ‘રમેશ’
આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.
ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.
- રમેશ પારેખ
.
.
જિંદગીમાં અમુક સંજોગોને બાદ કરતાં, કેટલીક પરિસ્થિતિમાં સાપે છછુંદર ગળ્યા જેવું જ બનતું હોય છે. પણ, મંઝિલ પરનાં પથ્થર ન ગણીને, ‘રમેશ’ની જેમ શિલ્પી બની તેમાંથી મૂર્તિઓ ઘડીએ તો ? રાત આખી અંધારું હોય અને પરોઢિયે સૂરજનું પહેલું કિરણ ફૂટતું હોય એમ, નકારાત્મક લાગતી ગઝલ અંતે આશાનું એક કિરણ લઇને આવે છે.
.
.
.
the attachments to this post:


ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.
એક દમ હ્રદય સ્પર્શિ કળિ છે.
સુન્દર્…
ek sukhad aashchary 6 ke “E” aapni maryaada paasethi pan Uttam kaam lai le 6…vaah ! majjaa avi
ર.પા.ની મસ્ત ગઝલ!
સુધીર પટેલ.
સ-રસ !
ર.પા.ની ગઝલપર સજ્જડ હથોટીભરી જાનદાર ગઝલ…
ખૂબ સરસ…
સો સો સલામ એ શબ્દના જાદુગરને.
રમેશભાઈની ખૂબ જ મજાની રચના. સરસ પસંદગી. આભાર.