ઓગળતા રહ્યા : ભાગ્યેશ જ્હા

.

.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા,
આપણે માધ્યમ વિના મળતા રહ્યા.

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર,
એટલે પાછા પવન વળતા રહ્યા.

આમ તો મળવાનું પણ ક્યાંથી બને,
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા.

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે,
એટલે આ જીવમાં ભળતા રહ્યા.

- ભાગ્યેશ જ્હા

.

.

ભાગ્યેશ અંકલનાં જન્મદિને,  ( ૧૮મી ફેબ્રુઆરીએ ) ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી, પણ નાદુરસ્ત તબિયતને કારણે વૅબમહેફિલ પર પોસ્ટ મૂકી શકાઇ ન હતી. તો આજે belated birthday wishes… આપણાં સૌ તરફથી.  ઈશ્વર આપને, તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે  જેથી સરળ, સાલસ અને નિખાલસ ‘માણસ’ ની ખોટ જગમાં ન રહે.

.

.

.

.


the attachments to this post:

zarnu
zarnu


3 Comments to “ઓગળતા રહ્યા : ભાગ્યેશ જ્હા”

  1. પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર,
    એટલે પાછા પવન વળતા રહ્યા.
    સરસ શેર…

  2. sanjeev says:

    zarnabhabhi ne vandan. 1 sari kavita mate

  3. માધ્યમ વિના મળવાની વાત સ્પર્શી ગઈ…
    કવિશ્રીને સ્વસ્થ અને દીર્ઘ આયુની શુભેચ્છાઓ સાથે,સત્વરે નવી-નવી ગઝલોના સર્જનમાં પ્રવૃત થઈ જવા ભાવભર્યો આગ્રહ પણ…!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME