નજર ભીતર રાખી છે : મકરંદ મુસળે
.
જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.
નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.
છાતી પર ખંજર ક્યાં મારો ?
જાન હથેળી પર રાખી છે.
હું તો ચલ, ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.
માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.
- મકરંદ મુસળે
.
.
જિંદાદિલી કલમે લખાયેલી એક ગઝલ. દુશ્મનને તો માફ કરી દઇએ, પણ, ખુદથી જ કોઈ ભૂલ થઈ જાય તો પોતાની જાતને ક્યારેય માફ ન કરીએ. આવી રીતે જીવતો ‘આમ’ આદમી જાન હથેળીમાં લઇને જિંદગી જીવતાં સરળતાથી શીખી લેતો હોય છે.
.
.
.
.

છાતી પર ખંજર ક્યાં મારો ?
જાન હથેળી પર રાખી છે.
very good
Gujarati lakhata na favyu. aetle english ma lakhu chhu.
Jaat par jaane dushman par rakhata hoiye aem najar raakhnar ichchhao ghar ghar rakhe aevu to kem bane ane bane to shu thai vicharva jevu to kharu j. Ane – ichchha aangalye raakhi chhe athava ichchhao ramti raakhi chhe kem laage. Baaki Gazal sari chhe. “Nishfalta no prashna j kya chhe, shraddha jaat upar rakhi chhe ” saras vat chhe.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સાદ્યંત સુંદર ગઝલ…
માણસ દોડ્યે રાખે એટલે
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે……………..
સરસ ગઝલ, કવિશ્રીને અભિનદન…………..