આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ

.

.

આ પ્રથમ વરસાદમાં  ચલ બ્‍હાર જઈએ

આવ તું ! અસ્તિત્વથી મલહાર ગઈએ

ચાલ, આપણ બેઉ મૂશળધાર થઈએ

ભીંજીએ એને જ બસ વરસાદ કહીએ -

આભ ધરતી પ્રણય રત ભીંજાય ભીંજે

આપણે પણ ક્યાં સુધી કોરાં રહીએ ?-

જે હતું બંધન મહીં તે પીગળ્યું છે

આવ, ઓગળીએ, અનગર્ળ આવ વહીએ -

- તુષાર શુક્લ

.

.

ચાર ચાર મહિનાના ધોમધખતા તાપ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી ખરી… !  અને સૌ પલળ્યા પણ હશે જ …  પણ ખાલી પલળ્યાં જ કે થોડું ભીંજાયા પણ ?!!  જો હજી પણ કોરાં રહી ગયા હશો તો પણ – વરસાદી ગીત ગઝલોમાં ચોક્કસ ભીંજાઇ જશો.  તુષારભાઇનાં  શબ્દોમાં – જે જડ હોય એ માત્ર પલળે, જીવંત હોય એ જ ભીંજાય.  પહેલો વરસાદ તો આવી ગયો પણ પ્રથમ વરસાદ ખરેખર કોને કહીશું ?

પહેલો વરસાદ કોને કહેવો ?  આપણા જન્મ પછીના પહેલા ચોમાસે જે પહેલી વાર વરસ્યો એ ? કે જેમાં આપણે પહેલી વાર પલળ્યા તે ? પહેલો વરસાદ કદાચ એ કે , જેમાં ભીંજાયાં હોઇએ. અથવા સાથે ભીંજાવાની ઇચ્છા થૈ હોય. કોઇ કારણે સાચેસાચ ભીંજાવાનું ભલે ને ન ય થયું હોય – પણ, પહેલો વરસાદ એટલે આ ….. છત્રી નીચે ય ભીંજવી જાય તે જ પહેલો વરસાદ !

.

તુષારભાઇ કહે છે, છત્રી નીચે ભીંજવી જાય તે જ પહેલો વરસાદ ! પણ , તેમનું આ ગીત વાંચીને તો વગર વરસાદે પણ ભીંજાઈ જશો !

.

.

.

.


the attachments to this post:

spring-raining gif
spring-raining gif


3 Comments to “આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ”

  1. ઇપ્સા અનરાધારઃ
    આવ તું ! અસ્તિત્વથી મલહાર ગઈએ
    શબ્દો એટલી સરળતાથી આવે છે કે ઉપરના ચિત્ર સમ હરિયાળા અને દદડતા સંભળાય છે.

  2. કવિ શ્રી તુષાર શુક્લની તરબોળભાવ અને અનરાધાર અભિવ્યક્તિસભર રચના….
    પલળવા અને ભીંજાવાની અર્થજન્ય વાત ગમી પિન્કીબેન…

  3. Maheshchandra Naik says:

    પલળવા કરતા ભીંજાવાની જ અગત્યતા છે…………હૈયાથી ભીંજાયા પછી જ અંતરથી -અંદરથી ભીંજાયાનો અહેસાસ થાય છે…………………

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME