મળી ન્હોતી જ્યારે- : ઉમાશંકર જોશી
.
( ઉમાશંકર જોશી પત્ની જયોત્સનાબેન સાથે )
.
મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં ?
ભમ્યો’તો કાન્તારે, કલરવ કરંતાં ઝરણને,
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.
મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી’તી સ્વપનોમાં મદિલ મિલનોની સુરભિથી.
સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોધ મહીં, ને
દિવાસ્વપ્ને ઝાંખી કદી કદી થતાં થાક ન લહ્યો.
મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા.
સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.
મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને,
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.
- ઉમાશંકર જોશી
( ૨૫.૧૧.૧૯૩૭ )
.
Did I search for you ?
Before I met you, did I search for you ?
I wandered through the woods, on the banks of the ringing brook
I strolled on mountain lanes
Looked for nests of birds on every branch.
Before I met you eyes wide open in the day,
I waited for you in dreams,
I was so drunk with the fragrance
Of what it would be like to meet.
Then I found you
And my dreams were swept away.
You anchored my tossing boat.
I touched nectar, sweeter than honey.
Before I met you
I kept on searching, waiting,
On water and on dry land.
Now the whole world lives in you.
Translator : Swati Joshi
.
.
મળી ન્હોતી જ્યારે – થી આરંભ થતા આ પ્રણયકાવ્યમાં કવિ પ્રિયા મળી ન્હોતી ત્યારે – શું પ્રિયાની શોધ કરી હતી ખરી ? તેમ પૂછે છે. અને, ભોમિયા વિના ભમતો આ કવિ પ્રિયાની શોધ કાન્તાર, ઝરણાં, ડુંગરાં અને વૃક્ષની ડાળી ડાળીએ કરી ચૂક્યો છે. દિવસભર ન મળેલી પ્રિયા સ્વપ્નોમાં મળી આવે છે અને અંતે તેમની નૈયાનું સુકાન સંભાળી લે છે. પણ, કવિની ખોજ અહીં પૂરી નથી થઈ – પહેલાં જલથલમાં પ્રિયાને ખોજી અને હવે પ્રિયામાં જલથલ એટલે કે, પ્રકૃતિ – ઈશ્વરની ખોજ આદરે છે. પ્રિયામાં કેવું ભવ્ય વિરાટ દર્શન !!
.
.
.
.
the attachments to this post:



કાવ્ય કરતા અનુવાદ વધારે સશક્ત છે અને એ ભાષાકર્મનું પરિણામ છે.