લે, તરસને સાચવી : ગુંજન ગાંધી

.

લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?

બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?

દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?

વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.

પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !

- ગુંજન ગાંધી

.

.

ગુંજનભાઈ ટૂંકી બહરમાં - એટલે કે, ટૂંકમાં ઘણાં રામબાણ ઉપાય કહી ગયાં .  અને કશું યાદ ન રહે કે, ન સૂઝે  તો – દીવાલ એટલે કે, આપણાં જ હઠાગ્રહો મૂકી , ખુલ્લે બારણે હઠાગ્રહોની બહાર નીકળી જવું સારું.  કારણ દીવાલ ક્યારેય બારણા જેવી સરળ નથી હોતી.

.

.

.

.


4 Comments to “લે, તરસને સાચવી : ગુંજન ગાંધી”

  1. sudhir patel says:

    ખૂબ સુંદર ગઝલ! બધાં શે’ર માણવાલાયક છે!!
    સુધીર પટેલ.

  2. mahesh dalal says:

    સરસ રચના

  3. SUNIL SHAH says:

    ટૂંકી બહેરમાં સુંદર ગઝલ..

  4. સુંદર રચના…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME