લે, તરસને સાચવી : ગુંજન ગાંધી
.
લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?
બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?
દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?
વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.
પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !
- ગુંજન ગાંધી
.
.
ગુંજનભાઈ ટૂંકી બહરમાં - એટલે કે, ટૂંકમાં ઘણાં રામબાણ ઉપાય કહી ગયાં . અને કશું યાદ ન રહે કે, ન સૂઝે તો – દીવાલ એટલે કે, આપણાં જ હઠાગ્રહો મૂકી , ખુલ્લે બારણે હઠાગ્રહોની બહાર નીકળી જવું સારું. કારણ દીવાલ ક્યારેય બારણા જેવી સરળ નથી હોતી.
.
.
.
.

ખૂબ સુંદર ગઝલ! બધાં શે’ર માણવાલાયક છે!!
સુધીર પટેલ.
સરસ રચના
ટૂંકી બહેરમાં સુંદર ગઝલ..
સુંદર રચના…