હું છું દીવો : રવીન્દ્ર પારેખ

.

.

હું છું દીવો -
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બહાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો.
હું છું દીવો.

હું જાણે એક નૌકા છું ને મારી બહાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો.
હું છું દીવો.

- રવીન્દ્ર પારેખ

,

.

નાનકડો એક દીવો – આખાયે ઓરડામાં અજવાળું ફેલાવતો હોય છે અને કહેતો હોય છે, હું છું દીવો – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.  તારે તાર થઇ જતી દીવાની વાટ પણ કરે છે, અજવાળું સીવવાની વાત.   અને અંતરમાં જો અજવાળું સીવાઇ ગયું તો તો આપણે પણ દીવડાની જેમ બોલી ઊઠશું – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.

આપ સૌ વાચકોને વૅબમહેફિલ તરફથી દિપાવલીની હાર્દિક  શુભકામનાઓ.

.

.

.

.


the attachments to this post:

diya1
diya1

diya
diya


3 Comments to “હું છું દીવો : રવીન્દ્ર પારેખ”

  1. વેબમહેફિલને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
    પ્રસંગને અનુરૂપ પ્રેરક અને વિધાયક ગીત.

  2. સુંદર મજાનું ગીત… વાંચતા જ ગમી ગયું…

  3. sudhir patel says:

    Enjoyed very nice Geet!
    Sudhir Patel.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME