Archive for the ‘દુર્ગેશ શુક્લ’ Category

  • ઝાકળનાં જળ


  • ઝાકળનાં જળ

    Tuesday, September 9th, 2008

     

    ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ !
    પળનાં પારેવડાંને ઊડવાની ચળ !

    પકડ્યાં પકડાય નહીં પળ પળનાં છળ,
    ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ !

    તટની વેળુમાં પડ્યા ભાતીગળ સળ,
    વાયરો વહે ને થાય સઘળું સમથળ.

    તોયે હજી વળે નહીં કેમે કરી કળ !
    ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ.

    - દુર્ગેશ શુક્લ

    આજની નવી પેઢીને કદાચ આ નામ એટલું પોતાનું ના લાગતું હોય તો- એક clue રચનામાં
    વેળુ શબ્દ અને અટક શુકલ કંઈક તો યાદ આવશે અને છતાં પણ યાદ ના આવે તો , અગર એમ કહું કે કવિ આકાશવાણીમાં એક ઉદ્.ઘોષક હતાં……….. હા, તેઓ આપણા માનીતા ઉદ્.ઘોષક અને કવિ તુષાર શુક્લનાં પિતા છે અને આજે તેમનો જન્મદિન… ..

    પળના પારેવડાંને ઊડી જવાની ચળ- રેતની જેમ સરી જાય સમય અને તેનાં છળ તો પામી શકાય એમ જ નથી તો સમય ઊંડે એવાં સળ પાડી જાય કે કો દિ’ કળ વળે જ નહીં અને આપણે ધ્રૂજીએ પાંદડાંની જ્યમ અને આંખમાંથી દડતાં આંસુ ઝાકળ જ્યમ…….!!

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME