Archive for the ‘પંચમ શુક્લ’ Category

  • ગઝલ બનતી નથી : પંચમ શુક્લ
  • તરત મને મળી જજે : પંચમ શુક્લ
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • પાથરણું પાથર : પંચમ શુક્લ
  • લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ
  • વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ
  • શબ્દ લાઘવ : પંચમ શુક્લ


  • તરત મને મળી જજે : પંચમ શુક્લ

    Friday, October 10th, 2008

     

     

    સ્મરું તને હું જે ક્ષણે,તરત મને મળી જજે,
    આ શ્વાસનાં કણે કણે,તરત મને મળી જજે.

    તું ફક્ત તા’રા તારણે તરત મને મળી જજે,
    ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

    નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
    આ ફૂલ-છોડ આંગણે,તરત મને મળી જજે.

    વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યાં કરે,
    આ બારણે,આ પાંપણે તરત મને મળી જજે.

    સજા હું આકરી કરું તને, કે તું મને કરે,
    ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

    - પંચમ શુક્લ

    બ્લૉગજગત આ નામથી જરાપણ અજાણ્યું નથી જ પણ તેમની સાથે આજે પ્રત્યાયન કરીશું વૅબમહેફિલ દ્વારા. શિષ્ટાચાર નિભાવવા ઈશ્વરને કહેવું પડે -’મળી જજે’ પણ ઉત્કંઠા બોલી ઉઠી છે ‘તરત મને મળી જજે’ અને તે પણ શ્વાસનાં કણે કણે. મને તો બસ તને મળવું છે- હા, કોઈ તાર્કિક દલીલો નથી મારી પાસે તું બસ તારા તારણે મળી જજેને. વિરાટ બ્રહ્માંડના અણુ-અણુમાં તારો વાસ પણ મને તો મારી પાંપણોમાં તું વસી જાય તો ય બસ !! 

     

     

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME