Archive for the ‘પ્રતિભા ઠક્કર’ Category

  • આ વાદ કે તે વાદ : પ્રતિભા ઠક્કર


  • આ વાદ કે તે વાદ : પ્રતિભા ઠક્કર

    Wednesday, September 1st, 2010

    .

    .

    આ વાદ કે તે વાદ

    ક્યારેય ના પૂછશો

    કારણ કે હું કોઈ વાદ ની જાયદાદ નથી

    મેઘધનુષી રંગોની મ્હોરતી ક્ષણોને

    સાંકળો નહીં તમારા વાદ સાથે

    આ કેસરીયો રંગ પોકારે છડી

    સૂર્યોદય અને સૂર્યાસ્તની

    ઊડતું શ્વેત કબૂતર દર્શાવે શાંતી નો રંગ,

    લીલો રંગ હરિયાળી નો

    આ લાલઘૂમ રંગ મારા લોહીનો

    રંગો પર કબજો જમાવી

    એ શયતાનોએ સર્જી છે

    વણલખી વિકૃતિ

    એનાથી નથી દોરાતી કોઈ

    સુરેખ આકૃતિ..

    કુદરત સાથે ના તાદાત્મ્ય ને તોડી નાખવાના કાવતરા નો

    કોઈ નહીં બનતા ભોગ,

    એ તો છે એક મોટો રોગ

    અરે….

    આમ અટ્ટહાસ્ય કેમ કરો છો ?

    કાળો રંગ જોઈ ને ?

    એ કામ નહીં કરનાર

    કામચોરોનું પ્રતિક માનો છો તમે ?

    ના… ના… હું એવું નથી માનતી

    એ તો મારા મસ્તક નો રંગ

    ચમકારો થયો ને ?

    સોનેરી ને રૂપેરી રંગો

    એ પણ સમજી લો

    એ મૂડીવાદનાં રંગો નથી

    આ તો છે વીજળી નો ચમકાર

    લો હવે એ મેઘવર્ષા થશે

    ને તમારા મેલા વિચારો ને લાવો એ મેઘવર્ષા માં ધોઈ નાખીએ

    ને રેલાવીએ સંવાદિતા નાં સૂર

    સમજણનાં સામ્રાજ્યમાં

    - પ્રતિભા ઠક્કર

    .

    .

    હા… આપણે આપણાં જ વર્તુળમાં રહી, મેઘધનુષી રંગોને માણી શકીએ પણ તે વર્તુળનું કેન્દ્ર આપણે માત્ર જ  છીએ અન્ય નહીં.  શક્ય છે અન્યનાં વર્તુળની ત્રિજ્યા મોટી પણ હોઇ શકે અને નાની પણ.  પણ આપણે તો સ્વકેન્દ્રી બની, પૂર્વગ્રહથી પીડાઇ,  કોઇ ‘વાદી’ બની જતાં વાર નથી લાગતી.  અને આ વાદ ને વિવાદ બનતાં વાર નથી લાગતી.   બસ , મેઘવર્ષામાં આવાં ‘વાદ-વિવાદ’ ને ધોઇ  સંવાદિતાનાં સૂર લગાવી,  સુંદર લયાન્વિત અછાંદસને માણીએ !

    પ્રતિભા ઠક્કર, પઝલનો માણસ છું – કથાસંગ્રહનાં રચયિતા છે અને આર.જે. , ટીવી આર્ટીસ્ટ મેઘા ઠક્કરનાં મમ્મી છે . આજની પેઢીને આ ઓળખાણ સરળ પડશે. :)

    .

    .

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME