Archive for the ‘મિલિન્દ ગઢવી’ Category
જીદમાં : મિલિન્દ ગઢવી
Friday, June 11th, 2010
રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યા, જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઇ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યા અભેરાઇ ઉપર,
ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યા હાથમાં,
હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું,
આંગણું અજવાળવાની જીદમાં.
- મિલિન્દ ગઢવી
સરળતા અને સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકતાં આપણે સૌએ અંતે તો જીદમાં - કશુંક ગુમાવવાનો જ વારો આવે છે. તો સૌને રાજી રાખવામાં ‘જાત’ ને પણ ગુમાવવી પડે છે.
.
