Archive for the ‘રમેશ પારેખ’ Category

  • પુષ્પસંહિતા : રમેશપારેખ
  • એકડો સાવ સળેખડો : રમેશ પારેખ
  • કાઇપો : રમેશ પારેખ
  • કામણગઢનાં દરિયાકાંઠે : રમેશ પારેખ
  • કૈંક લીલુંચટ્ટાક : રમેશ પારેખ
  • જાય છે : રમેશ પારેખ
  • ઝળઝળિયાં : રમેશ પારેખ
  • તડકાછાંયા ભીંજવી ગયું : રમેશ પારેખ
  • નામ પોતાનું મૂક્યું : રમેશ પારેખ
  • પતંગાયણ : રમેશ પારેખ
  • પુસ્તકોની છાજલી : રમેશ પારેખ
  • પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ
  • બતાવ્યાં છે : રમેશ પારેખ
  • વરસાદ ભીંજવે : રમેશ પારેખ
  • શું ચીજ છે ? : રમેશ પારેખ
  • સદીનું પ્રતિબિંબ : રમેશ પારેખ
  • હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ
  • હું કઈ તારીખનું પાનું : રમેશ પારેખ
  • હું ને ચંદુ : રમેશ પારેખ
  • હું મરી ગયો…..: રમેશ પારેખ


  • હું કઈ તારીખનું પાનું : રમેશ પારેખ

    Thursday, November 27th, 2008

     

    હું કઈ તારીખનું પાનું હતો,
    અર્થ કૅલેન્ડર હતો કયા વર્ષનું.

    ભીંત પર ડાળી અને ઘર ઊગતાં,
    નામ પણ બદલી જતું ફર્શનું.

    સાવ રણ કહેવાય એવુંયે નથી,
    વાદળું વરસી ગયું’તું સ્પર્શનું.

    ઠોકરો વાગે નહીં ખંડેરને,
    એટલું કારણ રહ્યું છે હર્ષનું.

    હાથમાં છે ભાગ્યરેખાનો ઝૂડો,
    ઊઘડે તાળું ફક્ત સંઘર્ષનું.

    - રમેશ પારેખ

    ર૭મી નવેમ્બર, ૧૯૪૦ – કૅલેન્ડરમાં ‘રમેશ પારેખ’ નામનું આ પાનું ગુજરાતી સાહિત્ય માટે વિધાતાએ સાચવીને રાખેલું અને આજે તેમના જન્મદિને તેમની એક ઠાવકી ગઝલ. કારણ મારા માટે તો ર.પા. એટલે વરસાદ, આલાખાચર, શમણાંનો અવસર જેની રચનાઓ વાંચી લોહી રુંવાટીદાર બની જાય કે સૂરજ વિનાના અને છાંયડા વિનાના તડકા મધરાતે પણ વાગે.  ત્યારે આ ઠાવકી ગઝલ મનને અજાણતાં જ સ્પર્શી ગયેલી.

     

     

    ઝળઝળિયાં : રમેશ પારેખ

    Wednesday, November 5th, 2008

     

    નાનપણમાં બોર વીણવા જતાં,
    ખિસ્સામાંથી બોરની ઢગલીઓ કરી અમે ભાગ પાડતાં.
    આ ભાગ દીપુનો, આ ભાગ ટીકુનો, આ ભાગ -
    ભનિયાનો, આ ભાગ ધનિયાનો.
    અને પછી એક વધારાની ઢગલી કરી અમે કહેતાં;
    આ ભાગ ભગવાનનો.
    અને ભગવાનની ઢગલી રાખીને,
    બાકીનો ભાગ અમે અમારા ખિસ્સામાં ભરતા
    અને રમવા ચાલી જતાં.
    ભગવાન રાત્રે છાનામાના આવી
    પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે માનતાં.

    પછી અમે મોટા થયાં.
    બે હાથે ખૂબ ભેગું કર્યું.
    ભાગ પડ્યાં – ઘરનાં, ઘરવખરીનાં.
    ને ભગવાનનો ભાગ પાડ્યો
    ઓચિંતા ગઈકાલે અચાનક ભગવાન આવ્યાં.
    કહે : લાવ, મારો ભાગ….
    પાનખરની બે ડાળી જેવા મેં મારા હાથ જોયાં – ઉજ્જડ.
    એક સૂકું તરણું પણ નહીં,
    શેના ભાગ પાડું ભગવાન સાથે ?
    આંખમાં ઝળઝળિયાં આવ્યાં તે
    અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને !

    - રમેશ પારેખ

    બચપણમાં ભગવાનનો ભાગ પાડતાં પણ મોટાં થઈ ભાગલા પાડવામાં ભગવાનનો ભાગ પાડવાનો જ ભૂલી જઈએ, પણ એ થોડો ભૂલે ? છેલ્લે આવીને ઊભો જ રહ્યો, આપણાં ઝળઝળિયાંમાં ભાગ પડાવવા…?!!

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME