Archive for the ‘રવિન્દ્રનાથ ટાગોર’ Category
આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
Friday, May 7th, 2010
આમાર એ જન્મદિન – માઝે આમિ હારા
આમિ ચાહિ બન્ધુજન યારા
તાહાદેર હાતેર પરસે
મર્ત્યેર અન્તિમ પ્રીતિરસે
નિયે યાબ જીવનેર ચરમ પ્રસાદ,
નિયે યાબ માનુષેર શેષ આશીર્વાદ.
શૂન્ય ઝુલિ આજિકે આમાર ;
દિયેછિ ઉજાડ કરિ
યાહા કિછુ આછિલ દિબાર,
પ્રતિદાને યદિ કિછુ પાઇ -
કિછુ સ્નેહ, કિછુ ક્ષમા -
તબે તાહા સન્ગે નિયે થાઇ
પારેર ખેયાય યાબો યબે
ભાષાહીન શેષેર ઉત્સવે.
- રવીન્દ્રનાથ ટાગોર
( ૬.૫.૧૯૪૧ )
I’m lost in the middle of my birthday.
I want my friends,
their touch,
with the earth’s last love.
I will take life’s final offering,
I will take the human’s last blessing.
Today my sack is empty.
I have given completely
whatever I had to give.
In return if I recieve anything -
some love, some forgiveness-
then I will take it with me
when I step on the boat that crosses
to the festival of the wordless end.
- Rabindra Nath Tagore
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું : ( ગદ્યાનુવાદ)
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું. હું ઇચ્છું છું કે, જેઓ બન્ધુજન છે તેમનાં હાથનાં સ્પર્શથી મર્ત્યલોકના અંતિમ પ્રીતિરસે જીવનનો ચરમ પ્રસાદ લઇને જાઉં, માનવનો અંતિમ આશીર્વાદ લેતો જાઉં. આજે મારી ઝોળી ખાલી છે. જે કંઇ આપવા જેવું હતું તે નિ:શેષ આપી દીધું છે. પ્રતિદાનમાં જો કાંઇ પામું – થોડોક સ્નેહ, થોડીક ક્ષમા- તો તેને ભાષાહીન છેવટનાં ઉત્સવ વખતે પેલે પારની નાવમાં જઈશ ત્યારે સાથે લેતો જાઉં.
- ઉમાશંકર જોશી
સૌ પ્રથમ નૉબલ પારિતોષિક વિજેતા ભારતીય રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિએ તેમની એક રચના જેનો અનુવાદ ઉમાશંકર જોશી એ કરેલો છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ વિદેશ ગયેલાં અને તેમનાં વિદેશી મિત્રોને રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી તેમને સંભળાવતા. ત્યાર બાદ, રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ પોતાનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. જે ચિત્રકાર William Rothenstein ( રવીન્દ્રનાથ પોતે પણ સારા ચિત્રકાર હતાં – તેમનાં થોડાંક ચિત્રો ) દ્વારા આંગ્લ કવિ W.B.Yeats પાસે પહોંચે છે. અને તેઓ કહે છે, `I read Rabindranath every day, to read one line of his is to forget all the troubles of the world.’ ….. ” A tradition, where poetry and religion are the same thing, has passed through the centuries, gathering from learned and unlearned metaphor and emotion, and carried back again to the multitude the thought of the scholar and of the noble.”
માત્ર નૉબલ પારિતોષિક મેળવીને જ નહીં, તેમણે આપણી સંસ્કૃતિ, ધર્મનું વિશ્વનાં વિશાળ ફલકમાં એવી રીતે પ્રતિનિધિત્વ કર્યું કે આપણાં દેશનું નામ સાચા અર્થમાં રોશન કર્યું. તેમનાં જન્મદિને, જિંદગીનાં અંતિમ ઉત્સવ બાદ પે…લે પાર , ‘થોડોક સ્નેહ’ આપણાં સૌ વતી … !
.
તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )
Thursday, May 7th, 2009

( તારી જો હાક સુણી – કિશોરકુમાર – બંગાળી )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( તારી જો હાક સુણી – ભાઈલાલભાઈ – ગુજરાતી )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“>
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
- રવિન્દ્રનાથ ટાગોર
( અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )
Tagore’s English translation
If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou of evil luck,
open thy mind and speak out alone.
If they turn away, and desert you when crossing the wilderness,
O thou of evil luck,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.
If they do not hold up the light when the night is troubled with storm,
O thou of evil luck,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.
૭ મે, ૧૮૬૧નાં રોજ ભારતને પ્રથમ નૉબલ પ્રાઈઝ અપાવનાર વિરલ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયેલો. વળી, સાહિત્યમાં તેમને આ પારિતોષિક મળેલો, અને અન્ય ભાષાની જેમ ગુજરાતી સાહિત્યમાં પણ ગાંધીવિચારધારાની જેમ તેમનો પણ પ્રભાવ રહેલો. રવિન્દ્રસંગીત જેવું જ …. !! આમ તો આ ગીત ગાંધીજી માટે એમણે લખેલું, પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં તે એટલું જ પ્રસ્તુત છે. મારા માટે તો ગાંધીજી, આઈન્સ્ટાઇન કે ટાગોર એક spiritual personality ન હોવા છતાં કોઈ ગુરુથી કમ નથી. કારણ એમણે ઉપદેશ નથી આપ્યાં પણ તેવું જીવ્યાં છે. મને તો રસોગુલ્લા આજે અનાયાસે જ મળી ગયાં તેમનાં જન્મદિનની પાર્ટીનાં …… તો તમારા માટે પણ રસોગુલ્લા જેવું જ મિષ્ટી ગીત….. !! અને તેમનાં શબ્દોનાં રંગો જોવા આ પેઈન્ટિંગ જરુર જોશો. બન્ને ગીતો માટે મેહુલનો ખૂબ ખૂબ આભાર….. !!
.




