Archive for the ‘વિપિન પરીખ’ Category

  • Distance : વિપિન પરીખ
  • અપેક્ષા : વિપિન પરીખ
  • એ લોકો અને હું : વિપિન પરીખ
  • એક જન્મદિને : વિપિન પરીખ
  • ચાલ મન ! : વિપિન પરીખ
  • જડીબુટ્ટી : વિપિન પરીખ
  • પ્રાર્થના : વિપિન પરીખ
  • પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ


  • Distance : વિપિન પરીખ

    Thursday, April 8th, 2010

     

    Dundalk_Train_Tracks_1

    Photo : David Robert Crews from Maine Outdoors Today

    (  Notice, you can see Bharat’s map in Sun light ! )

     

    એક સાંજે

    ટ્રેનના ચાલ્યા ગયા પછી

    રેલ્વેના પાટા અરસપરસ પૂછતાં હતાં :

    “બે માણસને એકબીજાથી દૂર જવા માટે

    કેટલું Distance જોઇએ ? “

    - વિપિન પરીખ

     

    હમણાં જ એક ગાયને રિક્ષાની સહેજ ટક્કર વાગી ગઈ. મારા દીકરાએ મને કહ્યું, ” ગાયને તો રિક્ષા, ટ્રક, બસ એવું બધું તો – monster (રાક્ષસ) જેવું જ લાગતું હશે, નહિં ?  અને હું કોઈ English Movieમાં બતાવે છે તેવા દ્રશ્યોમાં ખોવાઇ ગઇ.  ત્યાં જ મને પૂછે છે,  ” અને આપણે ? “  તેનો જવાબ તો ના આપી શકી અને ત્યાં જ આ કાવ્ય…. આ પ્રશ્નનો ઉત્તર પણ ?!!

     

    .

    એ લોકો અને હું : વિપિન પરીખ

    Friday, December 25th, 2009

     

    isu janma 

    એ લોકોએ ઈસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

    એ લોકોએ સૉક્રેટીસને ઝેર પાઇને માર્યો,

    એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યો.

    પણ

    એ લોકો મને નહીં મારી શકે.

    કારણ

    હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

    - વિપિન પરીખ

     

    ઇસુ ખ્રિસ્તનાં જન્મદિને, તેમની જ નહીં, તેમનાં વિચારો અને આદર્શોની પણ ખોટ વર્તાય છે. અને ત્યારે તેમનાં જ શબ્દો યાદ આવે ” પ્રભુ, તેમને (અમને !) માફ કરી દેજે, તેમને ખબર નથી, તેઓ શું કરી રહ્યા છે ! “  આપ સૌને Merry Christmas !

    આપ સૌને આજનાં દિને, જરુર માણવી ગમશે ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના અને ઑડિયો-વિડીયો ગરવાગુજરાતી અને જગદીશભાઇનાં બ્લૉગ પર.

     

     

    .

    એક જન્મદિને : વિપિન પરીખ

    Monday, October 26th, 2009

     

    ટેલિફોન ઉપર ફૂલો મોકલી શકાતાં નથી

    અને શબ્દોમાં સુગંધ બીડી શકાતી નથી.

    ત્રણ-ચાર મિનિટની વાતોની દોડાદોડમાં

    હ્રદય આસાનીથી પ્રગટી શકતું નથી.

    કોઈના અવાજની સાથે ચહેરો જોઈ શકાતો હોય તો પણ

    પોતે જોયેલાં સુંદર સ્વપ્નાંઓને

    પ્રિયજનની પાંપણની અંદર મૂકી શકાતાં નથી.

    મૂકી શકાતાં હોત

    તો

    તમે પણ મારી જેમ રાતભર સૂઈ ન શકત

    અને હું

    આ સવારે તમને ફોન ન કરત !

    - વિપિન પરીખ

     

    કોઈ પ્રિયજનનાં જન્મદિને આવી જ કંઈક મૂંઝવણ આપણે અનુભવી છે. અને આજે વિપિન પરીખનાં જન્મદિને આપણી લાગણીઓ અને મૂંઝવણ તેમનાં જ શબ્દોમાં… !!  સાથે માણીશું તેમની એક અન્ય રચના પણ.

     

     

    .

    પ્રાર્થના : વિપિન પરીખ

    Monday, October 26th, 2009

     

    સવારે વહેલા ઊઠવા માટે

    એને

    ભગીરથ પ્રયત્ન નથી કરવા પડતા.

    રક્તના કોષોને સ્ફૂર્તિમંત કરવા માટે

    ચા-કૉફીનો આશરો નથી લેવો પડતો.

    એને ઑફિસે નથી જવું પડતું.

    એ ઘર ઘર રમે છે, પણ

    પત્ની સાથે સંતાકૂકડી નથી રમવી પડતી.

    રાતે સુખેથી સૂઈ શકે એટલા માટે

    ઊંઘની ટીકડીઓ નથી લેવી પડતી. 

    એટલા માટે જ કહું છું હે પ્રભુ,

    મારા ઉપર જળ છાંટીને

    એક દિવસ માટે

    મને બાળક બનાવી દે !

    - વિપિન પરીખ

     

     આપણાં જન્મદિને આપણે પણ આવી જ કંઈક માંગણી કે પ્રાર્થના કરીએ  છીએને ?!!

     

     

    .

    અપેક્ષા : વિપિન પરીખ

    Friday, October 2nd, 2009

     

    સાયરન

    ( જે યુદ્ધમાં પણ વાગતી હતી ! )

    બે મિનિટનું મૌન !

    બે મિનિટના મૌનમાં સમાવી શકાય

    હિંદુસ્તાનનાં કેટલાં આંસુ ?

    ગાંધી આજે જીવતા હોત તો ?

    - તો પણ શું ?

    મારી લાચાર મુટ્ઠીમાં તાકાત ભરવા

    ગાંધી કેટલી વાર જનમ લેશે ?

    આખરે એક સંત – કોઈ પણ સંત

    મારે માટે જનમ લઈ લઈ

    કેટલી વાર ગોળી ખાશે ?

    હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ ?

    - વિપિન પરીખ

     

    જેના થકી આજે આપણે આઝાદીનાં શ્વાસ ભરી શકીએ છીએ, તેણે પૃથ્વી પર આજે પહેલો શ્વાસ લીધેલો.  ગાંધીજીનાં ૭૦મા જન્મદિને આઇન્સ્ટાઇને કહેલું,  “આવનારી પેઢી કદાચ જ માનશે કે, પૃથ્વી પર લોહી-માંસથી બનેલ આવા માણસનાં પગલાં પડ્યા’તાં.” 

    Albert Einstein : Generations to come, it may be, will scarcely believe that such a one as this ever in flesh and blood walked upon this earth.[ A statement on the occasion of Gandhi's 70th birthday (1939) ]

    આજે આઝાદીનાં ૬૨ વર્ષે પણ ‘જૈસે થે’ ની સ્થિતિ જ રહી છે. વિપિન પરીખ કહે છે એમ, ક્યાં સુધી કોઇના આવવાની રાહ જોઇશું ? કારણ ગાંધીજી તો ગનીચાચા કહે છે એમ, ઓ યુગના અવતારી ! અને તેઓ વારે વારે જન્મ નથી લેતાં…. !!

     

     

    .

    ચાલ મન ! : વિપિન પરીખ

    Friday, August 21st, 2009

     

    suraj

     ( ચાલ મન ! ……  એવા દેશમાં જઈએ )

    વૃક્ષ કદાચ એમ પણ કહે -
    ‘મને પહેલાં ચા-પાણી પાઓ
    પછી જ છાંયો આપું.’

    કોયલ કદાચ આગ્રહ રાખે -
    ‘કોઈ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
    પછી જ ટહુકો મૂકું’

    થોડાક પૈસા વધુ મળે તો
    નદી પોતાનું બધું જ પાણી
    સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

    ચાલ મન ! એવા દેશમાં જઈએ
    જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

    - વિપિન પરીખ

     

    દરેક વસ્તુનું વૈશ્વિકરણ ઝડપથી થઈ રહ્યું છે, અને સાથે તેનું વ્યાપારીકરણ પણ… !  પ્રકૃતિનાં સૌંદર્યને નિહાળી, કદાચ એટલે જ આપણને આનંદ થતો હશે કારણ એ ‘free’  છે.   આપણે તો પ્રકૃતિ પાસે હંમેશા લીધું જ છે,  અરે.. જે શ્વાસ લઈએ છીએ તે પણ પ્રકૃતિની દેણ છે. જો પ્રકૃતિ પણ ‘માણસવેડા’ કરે તો ?!! -  અને કવિ એટલે જ કહે છે, ચાલ મન ! એવા દેશમાં જઈએ, જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !   જોકે એ વાત પણ મનને જ ઉદ્દેશીને કહે છે, કારણ ભૌતિક જગતમાં તો એ શક્ય જ નથીને. એ તો બસ…  મનને પેલે પાર !!

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME