Archive for the ‘અધ્યાત્મ’ Category

  • અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ
  • અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
  • ઈશ્વર : સૌમ્ય જોશી
  • ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા
  • એ પણ સાચું,આ પણ સાચું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
  • કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
  • ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
  • ઝાહિદ ! : વિહંગ વ્યાસ
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • પિંડથી બ્રહ્માંડ : હાર્દિક વ્યાસ
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • પ્રાર્થના : સંધ્યા ભટ્ટ
  • પ્‍હેરે છે : કિરીટ ગોસ્વામી
  • મથે છે : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
  • યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
  • વિસર્જન : એષા દાદાવાલા
  • સ્વયં : અશરફ ડબાવાલા
  • હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા


  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા

    Monday, August 18th, 2008

    આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઈશ્વર કે ખુદા વિષયક રચનાઓ વધુ થયેલી જોવા મળે છે
    કે શૃંગાર રસ પ્રકૃતિનો માણવા મળે અને સનમ, સાકી, મદિરા તો ખરું જ.

    તો સાંપ્રતકાળમાં એક નવો જ આક્રોશ જોવા મળે છે ઈશ્વર પ્રત્યે.
    ચંદ્રેશ મકવાણા પોતાની કલમ ઉઠાવે છે અને પડકારે છે તેના અસ્તિત્વને …..

    ચાલ માન્યું એકલો પથ્થર નથી
    તોય તું કંઈ એટલો સધ્ધર નથી

    લોક લૂંટી જાય છે મંદિર પણ-
    અર્થ એનો એ જ તું અંદર નથી

    આભમાં પણ આદમી ફરક્યો જ છે
    સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.

    તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
    તું જ એકે પક્ષમાં હાજર નથી.

    એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
    કેમ તારા કંઈ ખબર અંતર નથી.

    - ચંદ્રેશ મકવાણા

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME