Archive for the ‘ઑડિયો’ Category

  • અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ
  • એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષી
  • ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ : સ્નેહરશ્મિ
  • તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )
  • તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ


  • અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ

    Wednesday, November 10th, 2010

    .

    .

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    .

    અંદર તો એવું અજવાળું અજવાળું, અંદર તો એવું અજવાળું અજવાળું,
    ટળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખે ભાળું.
    અંદર તો એવું અજવાળું અજવાળું.

    ઊંડે રે ઊંડે ઊતરતાં જઈએ, ને તોયે લાગે કે સાવ અમે તરીયે,
    મરજીવા મોતીની મુઠ્ઠી ભરે, ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીયે,
    પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર,નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું.
    અંદર તો એવું અજવાળું અજવાળું.

    સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ,ઓતપ્રોત એવા તો લાગીએ,
    ફૂલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ,આપણને આપણે જ વાગીએ,
    આવું જીવવાની એકાદ પળ જો મળે તો, એને જીવનભર પાછી ના વાળું.
    અંદર તો એવું અજવાળું અજવાળું.

    - માધવ રામાનુજ

    ,

    .

    દિવાળીમાં દીવડાઓનાં પ્રકાશે આંગણાં તો અજવાળ્યાં…  નૂતન વર્ષે , અંતરમાં પણ ઉજાસ ફેલાય અને આરપાર બધાંયે દ્વાર ઉઘડતાં જાય તેવી શુભેચ્છાઓ સહ નૂતન વર્ષાભિનંદન !

    .

    .

    .

    .

    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ : સ્નેહરશ્મિ

    Tuesday, January 26th, 2010

    flag in nature

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    “>

    ફરક ફરક તું મુક્ત હવામાં, ઝંડા ઊડ તું ઊંચે વ્યોમ,
    અમ મસ્તક પર રહે ફરકતો, જ્યાં લગી નભમાં સૂરજ સોમ.
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    રહે લહેરાતો હિમગિરિ પર તું,  ઊડ તું સાગર તટે વિરાટ,
    કૃષ્ણા, રેવા તટે ઊડ તું, ઊડ તું જાહ્નવી યમુના ઘાટ ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    ત્રિરંગી છે તવ છાયા શીળી, ધર્મચક્ર તવ ઊરે ઉદાર,
    અશોક કેરાં સ્વપ્ન ફળે સૌ, સુણાયે જા તવ ઊર ધબકાર;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    શહીદનાં શોણિતથી પોષ્યાં, વજ્ર સમા તવ અણનમ અંગ,
    કુદ્રષ્ટિ તમ ? કો નવ વીંધે તુજને, મહાબાહુ તું અગ્નિતરંગ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    ગગન? જેવો ધ્રુવ તારક તું, તું હો નૂતન જગનો પ્રાણ,
    ઘોર નિશામાં વિશ્વજનોને, બનજે તું  શિવ મુક્તિ ભાણ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    - સ્નેહરશ્મિ

    આપણાં દેશનું પ્રતિક, આપણો રાષ્ટ્રધ્વજ નભમાં સૂરજ-સોમ હોય ત્યાં સુધી ફરકતો રહે તેવી અભિલાષા આ ગીતમાં વ્યકત કરવામાં આવી છે.  તો તેની શીળી છાયામાં તમામ  ધર્મનાં લોકો, સમ્રાટ અશોકનું સપનું સાકાર કરી શાંતિથી રહે તેમ પણ વ્યકત કર્યું છે.  શહીદોનું લોહી રેડીને તારાં અંગો વજ્ર સમાન બનાવ્યાં છે, તેની પર   કુદૃષ્ટિ ન લાગે તેવા ઓવારણાં પણ લે છે.  ગગનમાં જેમ એક જ ધ્રુવતારક છે, અને એક ભાણની જેમ તું પણ,  એકલો જ પૂરા વિશ્વનું કલ્યાણ કર.

    જ્યારે નાનાં હતાં અને દેશ-ભક્તિનાં ગીતો ગાતાં ત્યારે તેનું જોશ-ખુમારીપૂર્વકનું સંગીત જ મુખ્ય આકર્ષણ બની રહેતું.  પણ આજે ૨૫-૩૦ વર્ષે તે ગીતો સાંભળીએ તો આંખમાં આંસુ જ આવે. સી.એન.વિદ્યાલયમાં જ્યારે આ ગીત ગાતાં ત્યારે ઝંડાની જેમ જ અમારો અવાજ પણ આકાશને આંબવા જ મથતો. ( ઑડિયો સૌજન્ય મેહુલ શાહ )

    શબ્દાર્થ : શોણિત – લોહી, નિશા – રાત્રિ, મહાબાહુ -  શૂરવીર, ભાણ – નાટ્ય કળાનો એક પ્રકાર, જેમાં ‘એક’ જ પાત્ર રંગભૂમિ પર આવે છે.

    .

    એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષી

    Friday, October 9th, 2009

     

    yugal 

    ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
    પણ આખા આ આયખાનું શું?
    ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
    એને ફરી ફરી કેમ કરી વાંચશું?    

     માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યાં,
    ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં,
    પણ બળબળતી રેખાનું શું?

    આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું,
    ને ફૂલોને ‘કેમ છો ?’ પૂછી લીધું,
    પણ મૂંગી આ વેદનાનું શું ?

    માનો કે આપણે ખાધું-પીધું,
    અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ,
    પણ ઝૂરતા આ ઓરતાનું શું ?

    ધારો કે રાણી ! તમે જીતી ગયાં,
    અને ધારો કે વાયરા વીતી ગયાં,
    પણ આ માંડેલી વારતાનું શું?

    – જગદીશ જોષી

     

    એક રાજા હતો, એક રાણી હતી … … … ખાધું, પીધું ને રાજ કર્યું.  બચપણથી આપણે આ વાર્તા સાંભળતા આવ્યાં છીએ. હમણાં જ ક્યાંક વાંચેલું કે, લગભગ ૩,૦૦૦ (૫૦૦૦ ?) વર્ષ પહેલાનાં પથ્થરો પર,  કાગડો કાંકરા નાંખી, કૂંજાનું પાણી પીવે છે તે વાર્તાનાં ચિત્રો જોવા મળ્યાં. અને આજે પણ મારો દીકરો એ જ વાર્તા જોકે,  Englishમાં, પણ ….. શીખે છે ! રાજા-રાણીની પણ એવી જ સર્વકાલીન વારતા… !!    

    પ્રેમમાં પાગલ યુવક-યુવતી તો એક રાજા અને એક રાણી ….. અને જ્યારે સમય ( કવિને સમકાલીન, અત્યારની વાત નથી ! ) આ પ્રેમને મંજૂરી ના આપતો હોય ત્યારે આખાયે આ આયખાની ચિંતા કેવી કોતરી ખાય ?  ઝૂરતા ઓરતા, મૂંગી વેદના- પણ બળબળતી આ રેખા માંડેલી વારતાનો શું અંત લાવે કોને ખબર ?!!   (ઑડિયો)  Don’t miss it… if you miss Jagdish Joshi, on his b’day. 

     

     

    .

    તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ

    Thursday, June 4th, 2009

     

    ડૉ. મહેશ રાવલની ઓડીયો સીડી -શબ્દસ્વર- નું  લોકાર્પણ કવિ શ્રી સંજૂ વાળાના  હસ્તે રવિવાર તા.૨૪.૫.૨૦૦૯ ના રોજ રાજકોટ ખાતે શહેરના નામાંકિત કવિઓ, ભાવકો અને આકાશવાણી, દૂરદર્શન અને હેલો સૌરાષ્ટ્ર (લોકલ ન્યુઝ ચેનલ) ના આમંત્રિત સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ. અતિથી વિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને કલારસિક, ભાવક શ્રી અનિલભાઈ ખંભાયતાને આમંત્રિત કરેલાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.શૈલેષ ટેવાણીએ (દૂરદર્શન-રાજકોટ) કર્યું. તેમનો ગઝલ સંગ્રહ નવેસર પણ ૨૪.૫.૦૬ ના રોજ પ્રકાશિત થયેલો, અને શબ્દસ્વર ઓડીયો સીડી પણ એ જ તારીખે લોકાર્પિત થઈ. તો તેમની ૨૮મી લગ્નગાંઠ પણ ઉજવાઈ.
    મહેશઅંકલનાં જ સ્વરમાં એક તરન્નુમ ……. બીજા નવા વોલ્યુમની શુભેચ્છાઓ સહ ….

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    Click Here

    પાંપણે ઘેરાય શ્રાવણ, તોય હું તો મૌન છું,
    બોલકું એકાંત છે પણ, તોય હું તો મૌન છું.

    એક પળ એવી નથી વીતી હજુ એકેય ક્ષણ,
    જે ક્ષણે ના હોય ભારણ, તોય હું તો મૌન છું.

    રોજની ઘટના બની ગઈ છે હવે તો આંસુઓ,
    કંઈ નથી એનું નિવારણ, તોય હું તો મૌન છું.

    લાગણીનો અર્થ સીધો મેં કર્યો’તો લાગણી,
    એમણે બીજો કર્યો પણ, તોય હું તો મૌન છું.

    નામ પણ શું આપવું આ તૂટતા સંબંધને,
    આમ દરિયો આમ છે રણ, તોય હું તો મૌન છું.

    - ડૉ. મહેશ રાવલ

     

     

    તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )

    Thursday, May 7th, 2009

     

    tagore

     ( તારી જો હાક સુણી – કિશોરકુમાર – બંગાળી )

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

     ( તારી જો હાક સુણી – ભાઈલાલભાઈ – ગુજરાતી )

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    “>

    તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
    એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .

    જો સૌનાં મોં સિવાય
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
    જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
    ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
    તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

    જો સૌએ પાછાં જાય,
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
    ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
    ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

    જયારે દીવો ન ધરે કોઇ,
    ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
    જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
    ત્યારે આભની વીજે, તું સળગી જઇને
    સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

    - રવિન્દ્રનાથ ટાગોર

    ( અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )

     

     Tagore’s English translation


    If they answer not to thy call walk alone,
    If they are afraid and cower mutely facing the wall,
    O thou of evil luck,
    open thy mind and speak out alone.

    If they turn away, and desert you when crossing the wilderness,
    O thou of evil luck,
    trample the thorns under thy tread,
    and along the blood-lined track travel alone.

    If they do not hold up the light when the night is troubled with storm,
    O thou of evil luck,
    with the thunder flame of pain ignite thy own heart
    and let it burn alone.

     

    ૭ મે, ૧૮૬૧નાં રોજ ભારતને પ્રથમ નૉબલ પ્રાઈઝ અપાવનાર વિરલ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયેલો.  વળી, સાહિત્યમાં તેમને આ પારિતોષિક મળેલો, અને અન્ય ભાષાની જેમ ગુજરાતી સાહિત્યમાં પણ ગાંધીવિચારધારાની જેમ તેમનો પણ પ્રભાવ રહેલો. રવિન્દ્રસંગીત જેવું જ …. !! આમ તો આ ગીત ગાંધીજી માટે એમણે લખેલું, પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં તે એટલું જ પ્રસ્તુત છે.  મારા માટે તો ગાંધીજી, આઈન્સ્ટાઇન કે ટાગોર એક spiritual personality ન હોવા છતાં કોઈ ગુરુથી કમ નથી. કારણ એમણે ઉપદેશ નથી આપ્યાં પણ તેવું જીવ્યાં છે. મને તો રસોગુલ્લા આજે અનાયાસે જ મળી ગયાં તેમનાં જન્મદિનની પાર્ટીનાં …… તો તમારા માટે પણ રસોગુલ્લા જેવું જ મિષ્ટી ગીત….. !! અને તેમનાં શબ્દોનાં રંગો જોવા આ પેઈન્ટિંગ જરુર જોશો. બન્ને ગીતો માટે મેહુલનો ખૂબ ખૂબ આભાર….. !!

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME