Archive for the ‘કૃષ્ણ’ Category

  • એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત
  • કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે
  • કાનજીના મોબાઈલમાં : અંકિત ત્રિવેદી
  • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે
  • કોક વાર રોયા હશે ઘનશ્યામ : કિસન સોસા
  • ગઝલ : મૂકેશ જોશી
  • જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
  • જાગને જાદવા : નરસિંહ મહેતા
  • પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • બાઇ રે, તારાં ભાગ્ય : ઉશન‌સ્‌
  • ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
  • મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ
  • માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
  • રાધાની આંખ : વિવેક ટેલર
  • રાધાનું નામ : સુરેશ દલાલ
  • શ્રાવણ આવ્યો : ભાલણ
  • હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
  • હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ


  • ગઝલ : મૂકેશ જોશી

    Wednesday, February 4th, 2009

     

    કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
    એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

    ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
    રોજ છેદી નાખતો જે સાદ રાધા.

    એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
    વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

    કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
    ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

    કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
    સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

    -  મૂકેશ જોશી

    સાવ સીધીને સરળ વાત, કૃષ્ણને પામવા પહેલાં ખુદ રાધા બનવું પડે.   કૃષ્ણ ગોકુળ છોડ્યાની રાતે પોતાનામાંથી રાધાને બાદ તો કરી દે છે કિન્તુ રાધાના સાદને છેદવા તો સુદર્શન ધારણ કર્યું છે… એટલે જ તો જિંદગીભર શંખ ફૂંકે છે જો વાંસળી ફૂંકે ને રાધા યાદ આવે તો ?!!   આજે પણ રાધાનો નાદ બ્રહ્માંડમાં ગૂંજે છે. તો અંતિમ શેર તો –  કૃષ્ણનો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા છે તેને જ  સમજવા પ્રયત્ન કરી જો પછી તો કૃષ્ણ નામે આખોય ગ્રંથ સમજાય જશે.   ગીતામાં પણ કહ્યું છે ને એમ જ ભક્તિ માર્ગ જ સરળ છે … !!

     

     .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME