Archive for the ‘ગીત’ Category

  • ગીત ગગનનાં ગાશું : ઉમાશંકર જોશી
  • आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા
  • मा कालि रे : श्री भाग्येश जहा
  • અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ
  • અજવાળાં ઝકોર ! : ભાનુપ્રસાદ પંડ્યા
  • અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા
  • અમે અમદાવાદી : અવિનાશ વ્યાસ
  • અમે નમીએ તને ચિર સાથી : સ્નેહરશ્મિ
  • અલી ઓ ફૂલની કલિ ! : રાજેન્દ્ર શાહ
  • આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ
  • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે
  • આંધળી મા નો કાગળ : ઈન્દુલાલ ગાંધી
  • આંબે આવ્યા મ્હોર : ડૉ. દિનેશ શાહ
  • આપણું અમદાવાદ : માધવ રામાનુજ
  • આયો અષાઢ ! : પ્રદ્યુમ્ન તન્ના
  • ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ : ભાગ્યેશ જ્હા
  • એક એવી તે પ્રીત : જયંત પાઠક
  • એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત
  • એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષી
  • એકે લાલ દરવાજે : અવિનાશ વ્યાસ
  • એમ પૂછીને થાય નહીં પ્રેમ : તુષાર શુક્લ
  • ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા
  • કચ્છડો તો બારેમાસ : વિવેક ટેલર
  • કહેને : માધવ રામાનુજ
  • કાગળ : મેઘબિંદુ
  • કાટ રે ચડેલ કડાં ખર્યાં : મનોજ ખંડેરિયા
  • કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે
  • કાનજીના મોબાઈલમાં : અંકિત ત્રિવેદી
  • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે
  • કૈંક લીલુંચટ્ટાક : રમેશ પારેખ
  • કોઈનો લાડકવાયો : ઝવેરચંદ મેઘાણી
  • કોક વાર રોયા હશે ઘનશ્યામ : કિસન સોસા
  • કોડિયું : દિનેશ શાહ
  • ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! : ધ્રુવ ભટ્ટ
  • ક્રિકેટરનું ભજન : નિર્મિશ ઠાકર
  • ગમતાંનો કરીએ ગુલાલ : મકરંદ દવે
  • ગીત
  • ગીત : અંકિત ત્રિવેદી
  • ગુજરાતી : ઉમાશંકર જોશી
  • ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર
  • ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
  • ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
  • ચારણ-કન્યા : ઝવેરચંદ મેઘાણી
  • ચાલ હવે : હિતેન આનંદપરા
  • ચોમાસું ક્યાંક આસપાસ છે : તુષાર શુક્લ
  • છંદોની છીપમાં ઉઘડે મોતી : પન્ના નાયક
  • છોકરીનું તડકીલું ગીત : ભાગ્યેશ જ્હા
  • જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
  • જીવતો જાગતો માણસ ફૂટ્યો : ડૉ. વિવેક ટેલર
  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
  • ઝાડ તને મારા સોગંદ : હિતેન આનંદપરા
  • ઝેરનો કટોરો : ભાગ્યેશ જ્હા
  • ઢળતી રે સાંજ : મનોજ ખંડેરિયા
  • તડકાછાંયા ભીંજવી ગયું : રમેશ પારેખ
  • તરુણોનું મનોરાજ્ય : ઝવેરચંદ મેઘાણી
  • તારી આંખનો અફીણી : વેણીભાઈ પુરોહિત
  • તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )
  • તારી હથેળીને દરિયો માનીને : તુષાર શુક્લ
  • તારો મોબાઈલ નથી રેન્જમાં : ગૌરાંગ ઠાકર
  • તૂટે તારીખ : કેશુભાઈ પટેલ
  • તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી
  • દરિયાના ગીત નથી ગાવાં : અનિલ જોશી
  • દરિયો : મૂકેશ જોશી
  • દરિયો થઈ જાઉં : પ્રફુલ્લા વોરા
  • દીપક રે હોલવાયો ! : રાજેન્દ્ર શાહ
  • દેખતા દીકરાનો જવાબ : ઈન્દુલાલ ગાંધી
  • દેખતા દીકરાનો જવાબ : મીનુ દેસાઈ
  • નવું વર્ષ : અંકિત ત્રિવેદી
  • નિરુદ્દેશે : રાજેન્દ્ર શાહ
  • નિર્વેદ : ગુણવંત શાહ
  • પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી
  • પગ મુને ધોવા દ્યો : દુલા ભાયા ‘કાગ’
  • પતંગ – ગીત : ભગવતીકુમાર શર્મા
  • પતંગાયણ : રમેશ પારેખ
  • પત્રગીત : હરિહર જોશી
  • પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
  • પ્રણયોત્સવ : તું પૂછે પ્રેમનું કારણ : તુષાર શુક્લ
  • પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ
  • પ્રણયોત્સવ : પ્રેમ એટલે : મુકુલ ચોકસી
  • પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે
  • પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • પ્રાતઃકુંવરીનું ગીત
  • ફાગણનો ફાગ : ઝવેરચંદ મેઘાણી
  • બળદ વિનાનું દોડે જૂનું ગાડું રે : ડૉ. દિનેશ ઓ. શાહ
  • બાઇ રે, તારાં ભાગ્ય : ઉશન‌સ્‌
  • બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે
  • બેસતું વર્ષ : હરદ્વાર ગોસ્વામી
  • ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
  • મધરાતે સાંભળ્યો મોર : ઇન્દુલાલ ગાંધી
  • મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ
  • માંડણાં : પ્રદ્યુમ્ન તન્ના
  • માડી તારું કંકુ :અવિનાશ વ્યાસ
  • માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
  • મારી આંખોએ બેઠું ચોમાસું : એષા દાદાવાળા
  • મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી
  • માળામાં ફરક્યું વેરાન : માધવ રામાનુજ
  • મિલેનિયમ રાધાનું ગીત : અશોક ચાવડા ‘બેદિલ’
  • મોસમ આવી છે કમાલની : અંકિત ત્રિવેદી
  • મોસમનો પહેલો ગરમાળો : વિવેક મનહર ટેલર
  • યા હોમ કરીને પડો ફતેહ છે આગે : નર્મદ
  • રાખનાં રમકડાં : અવિનાશ વ્યાસ
  • રાધાની આંખ : વિવેક ટેલર
  • રાધાનું નામ : સુરેશ દલાલ
  • રે આજ અષાઢ આયો : નિરંજન ભગત
  • લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી
  • લીલ્લીછમ લાગણી : નીતિન વડગામા
  • વંદે માતરમ્ : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ( અનુ : વંદન કરું તુજને હે મા ! – ગોવર્ધન દવે )
  • વડલો કહે છે : દુલા ભાયા ‘કાગ’
  • વરસાદ પડે છે : મૂકેશ જોશી
  • વરસાદ ભીંજવે : રમેશ પારેખ
  • વરસાદે દીધી તાલી : જતીન બારોટ
  • વરસાદે વરસાદે કોરા : મકરંદ મૂસળે
  • વર્ષા : ઝવેરચંદ મેઘાણી
  • વર્ષાની રુમઝૂમતી રાત : ઉમાશંકર જોશી
  • વસંત જગાડી કોણે પાનખરે ! : નિરંજના દેસાઈ
  • વાત : મનોજ ખંડેરિયા
  • વિશ્વમાનવી : ઉમાશંકર જોશી
  • શ્રાવણ આવ્યો : ભાલણ
  • શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી
  • શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ
  • સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા : વિમલ અગ્રાવત
  • સપ્તરંગી ગુજરાત : ભાગ્યેશ જ્હા
  • સોળે શણગાર સજી : તુષાર શુક્લ
  • સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી
  • હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
  • હરિ, દિવાળી કરી ? : રવીન્દ્ર પારેખ
  • હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ
  • હવે તારામાં રહું ? : મૂકેશ જોશી
  • હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા
  • હિમવર્ષા : નીલેશ રાણા
  • હું અમદાવાદનો રીક્ષાવાળો : અવિનાશ વ્યાસ
  • હું છું દીવો : રવીન્દ્ર પારેખ
  • હું તો કોરીકટાક રહી ગઈ : ક્રિશ્ના પંડ્યા
  • હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા
  • હેંડ્ય અલ્યા બગડી જઇએ : ભાનુપ્રસાદ ત્રિવેદી
  • હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ


  • તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી

    Sunday, June 20th, 2010

    dikri

    તો, પપ્પા, હવે ફોન મૂકું ?
    તમને  યે મોજ  જરી આવે  તે  થયું મને , STDની ડાળથી ટહૂકું !

    હૉસ્ટેલને ?  હૉસ્ટેલ તો ફાવે છે,  જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
    તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
    ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
    કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી ;
    સાચવજો, ભોળી છે,  ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    શું  લીધું ?  સ્કૂટરને ? ભારે   ઉતાવળા, શમ્ભુ  તો   કેતો’તો   ફ્રીજ ,
    કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ?  વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
    ઝાઝી તો વાતુંનાં  ગાડાં   ભરાય :  કહું  હાઈકુમાં, એટલે  કે   ટૂંકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    - મનોહર ત્રિવેદી

    પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું.  દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી.  આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ  હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે.  મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને  કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ   !!   :)

    Happy Father’s Day to all !!

    ( વિડીયો સૌજન્ય :  પંકજ ત્રિવેદી )

    .

    કાગળ : મેઘબિંદુ

    Wednesday, June 16th, 2010

     

    prem-patra 

    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
    ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

    સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
    દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
    છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

    અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
    અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
    તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
    ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

    - મેઘબિંદુ

     

    પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ?   ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો….  ફરી એ જ વ્યથા !  

     

    .

    સપ્તરંગી ગુજરાત : ભાગ્યેશ જ્હા

    Thursday, May 6th, 2010

     

    saptarangi gujarat

    ( સપ્તરંગી ગુજરાત … સ્વર્ણિમ ગુજરાત ) 

    ( ઑડીયો ફાઇલ )

    સ્વર :  પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા, સ્વરાંકન :  મેહુલ સુરતી 

    સપ્તરંગી ગુજરાત, અમારું સપ્તરંગી ગુજરાત.
    ઝળહળતું ગુજરાત, અમારું સ્વર્ણિમ છે ગુજરાત.

    સાહસના સંતાન અમે દુનિયાભરમાં વસનારા,
    જ્યાં જઇએ ત્યાં ગુજરાતીતા પ્રગટ કરી લેનારા;
    સાહસ-શૌર્ય-સંઘર્ષ અમારા નોખી એની ભાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    જે મળતું તે ભળતું અહીંયા, જ્યાં જઈએ ત્યાં ભળીએ,
    ગાંધી ને સરદાર બાગના ગુલાબ થઈને ખીલીએ;
    સેવા-સમરસ-સમાજભાવના, સહજ બને રળિયાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    દરિયો દેશાવર દિલદારી, એ જ અમારી વાણી,
    વિશ્વ અમારું પરિવાર જ્યાં ગુજરાતી છે પાણી;
    માતૃભાષાને વ્હાલ કરંતા, મહેનત જ્યાં મ્હોલાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે, જાગી છે મહાજાતિ,
    જય જય જય જય જય, બોલે હર ગુજરાતી;
    ઉરમાં ધબકે સૂરમાં છલકે વિકસે દિવસ રાત,
    અમારું સપ્તરંગી ગુજરાત.

    હે ગુજરાતી માણસ છે, ગુજરાતી ભાષા છે, ગુજરાતી અવસર છે, સ્વર્ણિમ આજે,
    ધમ ધમ ધમ ધમ ધમાટ, ગરવા ગુજરાત નો ડંકો વાગે,
    આપણા કામમાં, આપણા જ ગામમાં, આગળ વધવાનો રૂડો ઢોલ વાગે;
    આવો સૌ સાથે રહી કરીએ સંકલ્પ આજ, રંગ બધા દુનિયાનાં શોભે.

    - ભાગ્યેશ જ્હા

     

    ” સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની”  ગુજરાતની સુવર્ણ જયંતિનાં આ ગુજરાતી અવસરે  રમેશ ગુપ્તાનાં શબ્દો કેટલાં સાચાં પડી રહ્યાં છે ?!!   ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે  ગુજરાત સરકાર દ્વારા ‘સ્વર્ણિમ ગુજરાત’ની કલ્પનાને સાકાર કરવા, ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે જરુરી કેટલીક યોજનાઓ નક્કી કરવામાં આવી.  તો  ગુજરાતનાં સ્થાપના દિને,  એક સુંદર સપ્તરંગી ગુજરાત કાર્યક્રમનું  ( વિડીયો by tv9 )પણ આયોજન કરવામાં આવ્યું,  જેનું ઉદ્‍ઘાટન ગુજરાતનાં ગવર્નર  ડૉ. શ્રીમતી કમલાએ કર્યું.   ( વિડીયો )    એ.આર.રહેમાનનાં સ્વરાંકનમાં ગરવી ગુજરાત ( વિડીયો )  માણવા માટે વિડીયો પર ક્લિક કરવું.  

    ગુજરાતનાં આ અનેરા ગુજરાતી અવસરને, ગુજરાતી માણસોએ કેવો ધમ ધમાટ ઉજવ્યો તેનાં સ્મૃતિચિહ્‍ન રુપ આ ગીત… અને અન્ય વિડીયો જરુર માણવું ગમશે.  ” અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.”  – હરદ્વાર ગોસ્વામીનાં આ શેર સાથે ગુજરાત વિષયક   કાવ્યોને અટકાવવાં નથી પણ તેને ( અને ગુજરાતને )  વિસ્તારવાની મહેચ્છા સાથે આવતી કાલથી કશુંક અન્ય અવનવું માણીશું. 

     

    .  

    હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા

    Monday, May 3rd, 2010

     

    હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
    તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?

    તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
    ત્‍હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
    તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
    હે ધરા ગુર્જરી !

    તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
    સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
    તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
    હે ધરા ગુર્જરી !

    તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
    તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
    પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
    હે ધરા ગુર્જરી !

    - ભગવતીકુમાર શર્મા

     

    ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં.  બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો.  અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની  પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો.  પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી  ફૂટી ચૂકેલી હતી.  અને  તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે,  પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.  

    જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “  એમ  ગાય છે.  ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ,  ૧ મે, ૧૯૬૦નાં રોજ,  સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું  રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે.   ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો  એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે.   જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે,  રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ.  તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !

     

    .

    ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્

    Sunday, May 2nd, 2010

     

    જય જય ગુર્જરભૂમિ !
    જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જરભૂમિ !
    જય જય ગુર્જરભૂમિ.

    આનર્ત, કચ્છ, સૌરાષ્ટ્ર, ચરોતર, દક્ષિણ લાટપ્રદેશ,
    બનાસ, સાબર, મહી, નર્મદા, તાપી, સમદર શેષ,
    અર્બુદગિરિ, ગિરનાર, પવનગઢ રક્ષક રહ્યાં ઝઝૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    છીછરી વ્હેતી તવ સરિતાઓના ઘાટે શોભિત ફૂલ,
    ભરચક પાક ભરેલાં ડોલે ખેતર, મધુવનફૂલ,
    ફળફૂલભારવતી તરુરાજિ વલ્લરી લૂમી ઝૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    કાઠી, ખારવા, મેર, રબારી, બારૈયા, વાઘેર,
    તવ જળસ્થળવન નિર્ભય ઘૂમે ગીર શા સાવજ શેર,
    સોમનાથ, જગજનની, દ્વારકાધીશની પાવનભૂમિ !
    જય જય ગુર્જર ભૂમિ.

    સિદ્ધપુર, અણહિલપુરપાટણ, સોમનાથ ખંડેર !
    સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, વલભીપુર શાં પ્રાચીનનેર !
    અતીત ભૂત થઈ ભટકે અહિં તવ અવશેષો ચૂમી !
    જય જય ગુર્જર ભૂમિ.

    સિદ્ધરાજ મહારાજ, પરશુધર સાર્વભૌમ દ્વિજરાજ,
    પ્રેમ ભટ્ટની અમર માણ ને નરસિંહની કરતાલ,
    કૃષ્ણ રમાને નર્મદ મોહન જંગ ગયા જ્યહીં ઘૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    સુંદર કુસુમિત વલ્લરીઓ શી રાસ રમે અહીં નારી,
    કચ્છી, પારસી, મેમણ, કોળી, પંચખંડ ઘરબારી !
    પૃથ્વી તણાં પાદર ખૂંદે પણ રટણા ‘તુમી તુમી’
    જય જય ગુર્જર ભૂમિ.

    હે વ્યવહારકુશળ, દાનેશ્વરી, પ્રેમપરાક્રમશૂર !
    તવ મુખ આભામંડળ વિલસે રવિશશી ઉભયે નૂર !
    વિશ્વસભામાં સહુ સંગે તવ આસન જોઉં નજૂમી.
    જય જય ગુર્જર ભૂમિ.

    - ઉશનસ્

     

    ગુર્જરભૂમિનાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યો,સ્થળો તો ગુર્જરી જાતિ અને વિભૂતિઓનો ઉલ્લેખ કરી, કવિ અંતમાં રવિ-શશીનું તેજ જે ગુર્જરીનાં મુખ પર  દીપે છે  તેને વિશ્વસભામાં સૌ સાથે આસન મળે તેવી અભિલાષા વ્યકત કરે છે.   સ્વર્ણિમ ગુજરાતનાં અવસરે, આ અભિલાષા પરિપૂર્ણ થાય તેવી જ અભ્યર્થના.

     

    શબ્દાર્થ :  અમિયલ – અમૃત ભરેલ, રસકસવાળી ધરા,  આનર્ત – કાઠિયાવાડનું પ્રાચીન નામ,  લાટ પ્રદેશ - મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ,  સમદર – સમુદ્ર,   અર્બુદગિરિ – આબુ પ્‍હાડની આસપાસનો વિસ્તાર,    પવનગઢ – પાવાગઢ, ( તે કુદરતી રીતે જ ગુજરાતની રક્ષા કરે છે અને આથી ગુજરાતનો હિમાલય પણ ગણાય છે )  વલ્લરી - વેલી, લતા,  પરશુધર – પરશુરામ,   સ્તંભતીર્થ – ખંભાતનું પ્રાચીન નામ.

     

    .

    માળામાં ફરક્યું વેરાન : માધવ રામાનુજ

    Thursday, April 22nd, 2010

     

    દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
    પરદેશી પંખીના ઊડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન.

    ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યાં,
    સૈયરનાં પકડીને હાથ ફર્યા ફેરફેર, ફેર હજી એય ન’તા ઊતર્યાં;
    આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું, જોબનનું થનગનતું ગાન,
    દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

    આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,પોઢેલાં હાલરડાં જાગ્યાં,
    કુંવારા દિવસોએ ચોરીમાં આવીને, ભૂલી જવાના વેણ માંગ્યાં;
    પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું, ચોરી ગયું રે કોઈ ભાન,
    દાદાનાં આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

    - માધવ રામાનુજ

     

    દાદાએ વાવેલા આંબે એક કૂણેરું પાન હજુ ફૂટ્યું ના ફૂટ્યું અને કોઇ પરદેશી પંખી આવી તેને ચૂંટી જાય.    સેંથાનું સિંદૂર કે  આંખનું કાજળ હૈયાનું ભાન ચોરી જાય પણ,   ખોળો વાળીને પાંચીકા રમતાં કે ફેરફૂદરડી ફરતાં તે કુંવારા દિવસો કેમ ભૂલાય ?  ઘરનાં આંગણામાં ઊડાઊડ કરતી, આંગણાને ગહેકાવતી દેવચકલી જેવી દીકરીઓ પરણીને સાસરે જાય પછી ઘર રુપી માળામાં વેરાન ન ફરકે તો જ નવાઈ ?!  માધવ રામાનુજનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. ( ઑડિયો )

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME