Archive for the ‘તસ્બી’ Category

  • ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
  • જાઉં છું : દિનેશ કાનાણી


  • ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી

    Tuesday, August 3rd, 2010

    પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
    ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

    આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
    ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

    આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
    મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

    ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
    થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

    થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
    ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

    -  ચિનુ મોદી

    ‘આદિલ’ મન્સૂરીની યાદમાં , તેમનાં પરિવારજનો  તરફથી ‘આદિલ’ મન્સૂરી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.   આ પુરસ્કાર આધુનિક ગઝલકાર ચિનુ મોદીને અર્પણ કરવામાં આવ્યો છે.  ચિનુકાકાને વૅબમહેફિલ અને સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !

    .

    જાઉં છું : દિનેશ કાનાણી

    Monday, June 1st, 2009

     

    હું બળીને રાખ થાતો જાઉં છું,
    તોય તારાં ગીત ગાતો જાઉં છું.

    તોય તારાં ગીત ગાતો જાઉં છું.
    ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું.

    ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું.
    પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું.

    પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું.
    ને પળે પળ હું રુઝાતો જાઉં છું.

    ને પળે પળ હું રુઝાતો જાઉં છું.
    હું બળીને રાખ થાતો જાઉં છું.

    - દિનેશ કાનાણી

     

    સંસાર રુપી આગમાં બળીને રાખ થઈ  રોજ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભા થવાનું…..!  જો કે તસ્બી-ગઝલમાં  ઉલામિસરાનું પુનરાવર્તન  અંતિમ મિસરામાં – રાખ જ આપણું અંતિમ હોવાપણું- ની યાદ અપાવી જાય ……!! મિસરાનું પુનરાવર્તન અને ભાવસાતત્ય સતત જકડી રાખે છે.

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME