Archive for the ‘પ્રતિકાવ્ય’ Category
ફ્લેટને ત્રીજે માળેથી
Thursday, September 11th, 2008
તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો,
નીચે આવ્યો તન ઉપરને તુર્ત ફેલાઈ જાતાં,
પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રુંધાઈ જાતાં.
શું છે.. શું છે ? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,
છાંટ્યું કો’કે તરત જળ ને ઉઘડ્યો એક ચ્હેરો !
( ગેલેરીથી ઘટઘટ પીતો દૃશ્ય હું ભવ્યતાનું ! )
ઊઠ્યો એહ ! કડક હલકી ગાળ દેવા ફરીને ,
નાઠો હું તો ઘર મહીં, ડરી ઈચ્છતો ઊડવાને !
( નીચે પેલો કર ઘસી રહ્યો, ઈચ્છતો ઝૂડવાને ! )
ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને,
હે પંથીડા, સુખથી ફરજો ફલેટ પાસે ફરીથી !
રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?
આવે તોયે છતરી લઈને, બહાર ન કાઢે માથું ,
કાઢે ક્યાંથી ? સ્મરણ નડશે ક્રૂર આ હસ્તનું ત્યાં !
લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે ?
- નિર્મિશ ઠાકર
હાસ્ય લેખની સાથે આ હુરટી કવિ પ્રતિકાવ્ય પણ રચે છે અને તે પણ પોતાની આગવી શૈલીમાં….
કલાપીનું તે પંખીની ઉપર પથરો…. વાંચ્યું જ હશે પણ નિર્મિશના શબ્દોમાં પંથી અને કચરો ફેંકનારની અવદશાને જાણીએ.
