Archive for the ‘પ્રતિક કાવ્ય (મૉનો ઈમેજ)’ Category
મત્સ્ય કાવ્ય : પંકજ ત્રિવેદી
Wednesday, January 7th, 2009
સત્ય
અ-સલામતી
અનુભવતી એક માછલીએ
ઍકવેરિયમમાં
તરતી
બીજી માછલીને કહ્યું -
કાચ ફૂટે
બોમ્બ ફૂટે
અને
હવે તો…..
માણસ પણ….. !
ઉમરકેદ
સોળ વરસની મુગ્ધા
જેવી
સુંદરતા,
ચંચળતા અને
નિર્દોષતાના ગુનાહ બદલ
એક માછલીને
મળી છે ઉમરકેદ
ઍકવેરિયમમાં
આત્મસન્માન
માણસને
તરતો જોઈ
એક માછલીએ
કરી
આત્મહત્યા…!
- પંકજ ત્રિવેદી
મત્સ્ય કાવ્યો એ પંકજભાઈની આગવી ઓળખ છે. જીંદગીની દરેક વસ્તુ અને તે તરફનાં દૃષ્ટિકોણને તેઓએ ખૂબ સુંદર રીતે મત્સ્યના પ્રતિકરૂપે રજૂ કરી છે. તે પછી મુગ્ધા હોય નવોઢા કે આસપાસ પ્રવર્તતો ભ્રષ્ટાચાર …..માત્ર એક જ પ્રતિકમાં લાઘવની કળા કેટલી વિસ્તરી છે ?
.
