Archive for the ‘પ્રેમ’ Category

  • અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા
  • આંખથી કહેવાઈ ગયું છે : ગૌરાંગ ઠાકર
  • આપણને જોઈ : રાવજી પટેલ
  • એ પ્રેમ છે : વિવેક મનહર ટેલર
  • એક એવી તે પ્રીત : જયંત પાઠક
  • એમ પૂછીને થાય નહીં પ્રેમ : તુષાર શુક્લ
  • પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા
  • પ્રણયોત્સવ : તું પૂછે પ્રેમનું કારણ : તુષાર શુક્લ
  • પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ
  • પ્રણયોત્સવ : પ્રેમ એટલે : મુકુલ ચોકસી
  • પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી
  • પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે
  • પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ
  • પ્રેમ અને કવિતા : અખિલ શાહ
  • મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી
  • મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
  • હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ


  • આંખથી કહેવાઈ ગયું છે : ગૌરાંગ ઠાકર

    Friday, April 1st, 2011

    .

    .

    ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,
    કેવી રીતે દુનિયાને એ સમજાઈ ગયું છે.

    તું કેમ સ્મરણ, જીદ હજી રોજ કરે છે ?
    જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે.

    શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ,
    સૂરજનું કશું, સાંજથી ખોવાઈ ગયું છે.

    વરસાદ તું પણ આજ હવે મન મૂકીને પડ,
    એક જણ જતું ‘તું ઘર, હવે રોકાઈ ગયું છે.

    હું પણ મને ના ઓળખું ‘ગૌરાંગ’ના નામે,
    એ નામ હવે તારામાં જોડાઇ ગયું છે.

    - ગૌરાંગ ઠાકર

    .

    .

    વગર શબ્દોએ ,  આંખોથી વંચાતી ભાષા  એટલે જ પ્રેમ અને પ્રેમ એ જ સમર્પણ – એ વાત આટલી સરળતાથી ક્યારેય રજૂ થઇ હશે ?

    .

    .

    .

    .

    એ પ્રેમ છે : વિવેક મનહર ટેલર

    Monday, February 14th, 2011

    .

    (  એ પ્રેમ છે )

    ,

    શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
    આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

    હક, અપેક્ષા, શક, અહ્‍મ ના પંક ની વચ્ચેથી કોઈ,
    પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

    બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
    એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

    ‘તું નથી’ ની વાસ્તવિકતા કષ્ટ દેતી બંધ થઈ,
    શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ તું વહે એ પ્રેમ છે.

    બાદબાકી તુજ ની, તારા સ્પર્શ, યાદો, સાથની,
    શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

    શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
    આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

    રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
    ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

    - વિવેક ટેલર

    .

    .

    વેલેન્ટાઇનનાં દિવસે સૌ મિત્રોને પ્રેમભરી શુભેચ્છાઓ.  પ્રેમ એટલે શું ?  હક, અપેક્ષા, શક, અહ્‍મ ના પંક ની વચ્ચેથી કોઇ પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

    .

    .

    .

    .

    મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી

    Friday, August 13th, 2010

    ( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )

    સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
    વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

    તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
    કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

    એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
    ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

    મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
    એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

    કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
    આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

    - અંકિત ત્રિવેદી

    પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય !  ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .

    .

    પ્રેમ અને કવિતા : અખિલ શાહ

    Thursday, February 18th, 2010

     

    prem (2)

     

    ગઈકાલે,

    મારી

    ખૂબ મહેનતથી લખેલી

    બધી

    છંદોબદ્ધ

    પ્રેમ-કવિતાઓ,

    અઘરા શબ્દોની

    ચિતા સળગાવીને

    સતી થઈ ગઈ છે.

    બીજું કાંઈ થયું

    નથી,

    મને પ્રેમ થયો છે.

    - અખિલ શાહ

     

    વૅલેન્ટાઈન ડે’સ ઉજવણીનો આજે અંતિમ પડા…વ !  એટલે કે, જો પ્રેમ છે તો તેનો અહેસાસ જ તેની પૂર્ણતા છે.   પ્રેમની અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી જ કપરી અને તો પણ સાહિત્યકારનો  પ્રિય વિષય પ્રેમ જ … પણ કવિ પણ કલમ હેઠે મૂકી ને કહે છે કે,  પ્રેમ-કવિતાઓને સળગાવી માત્ર પ્રેમને જ પ્રેમ કરો … !!  ( સાભાર : ગાગરમાં સાગર )

     

    .

    આપણને જોઈ : રાવજી પટેલ

    Wednesday, February 17th, 2010

        old-couple

    ( આપણને જોઈ…. પેલા ઘરડાંને )

    આપણને જોઈ
    પેલા બગીચામાં લીલોતરી સળવળે.

    આપણને જોઈ
    પેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે.

    આપણને જોઈ
    પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.

    આપણને જોઈ
    પેલા ઝૂ માં આણી સારસની એક જોડ.

    આપણને જોઈ
    પેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે.

    આપણને જોઈ
    પેલા ઘરડાંને ચપોચપ દાંત ફૂટે.

    - રાવજી પટેલ

     

    પ્રેમની વ્યાખ્યા કરવી તો શક્ય નથી, એ તો બ..સ એના ઢાઈ અક્ષરમાં જ પૂર્ણતઃ સમાયેલો છે.  અને તો પણ ‘પરિપૂર્ણ’ પ્રેમની અનુભૂતિ કરાવતું એક કાવ્ય રાવજી પટેલની કલમે… !   જેમાં ‘આપણને જોઈ’  પુનરુક્તિ , દરેકની પ્રેમની વ્યાખ્યાને પરિપૂર્ણ કરે છે.

     

     

    .

    એક એવી તે પ્રીત : જયંત પાઠક

    Tuesday, February 16th, 2010

     

    prakash

    (  એક જ કિરણમાં પ્રકાશ ) 

    એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

    પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
    લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
    એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

    એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
    એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
    એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.

    - જયંત પાઠક

     

    પ્રીતની દોરમાં બંધાયા  પછી,    જયંત પાઠક કહે છે એમ,    એક જ ઘૂંટમાં પિયાલી પીધી જેવો જ અનુભવ …. !    પીવાનો સ્વાદ કે સંતોષ ન પણ મળે … અને મળે તો  એક પીંછા માત્રમાં પંખી કે એક કિરણમાં સૂર્ય પામ્યા જેટલો આનંદ અને નહિં તો એક નિશ્વાસ માત્ર વનનાં પર્ણો પણ કંપાવી દે !

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME