Archive for the ‘ભારત’ Category
જીવતો જાગતો માણસ ફૂટ્યો : ડૉ. વિવેક ટેલર
Thursday, November 27th, 2008જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.
ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.
- વિવેક મનહર ટેલર
ગઈકાલે રાત્રે ફરી એક વાર મુંબઈનગરી આતંકના ભરડામાં લપેટાઈ ગઈ ને ૬ જુલાઈ, ૨૦૦૬ મુંબઈના કે ૨૬ જૂલાઈ ૨૦૦૮ના અમદાવાદમાં થયેલ બોમ્બ વિસ્ફોટની યાદ અપાવી ગઈ. ૨ દિવસ પહેલાં જ વિવેકભાઈની જ એક રચના મૂકવાનું નક્કી કર્યું ને રોજ અલગ અલગ રચનાઓમાંથી પસાર થતી પણ ત્યારે આ રચના તો ઑપ્શનમાં હતી જ નહીં …… ???!! I hope, આ વિષેની રચના ફરી પૉસ્ટ ના કરવી પડે. તેમના બ્લૉગ પર પ્રતિભાવમાં લખેલું કે, શબ્દોની સરસ ‘ઘટના’ પણ વધુ કંઈક લખું તો કદાચ ‘ઘટના’નો મલાજો નહીં જળવાય ને આજે પણ એ જ કહેવું છે.
નિદાન : ફિલિપ કલાર્ક
Friday, August 15th, 2008
ગઈકાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉકટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
- ફિલિપ કલાર્ક
Diagnosis
Yesterday
a terrible ache began
in democracy’s belly.
After examination
the doctor diagonosed :
” The stomach
has a tumour
of power.”
Translator : Pradip Khandwala
આજે પંદરમી ઑગષ્ટ – ભારતનો સ્વાતંત્ર્યદિન
આપણી આઝાદી એટલે કે આપણી લોકશાહીને આજે ૬૧ વર્ષ પૂરા થયાં . અને આ ઉંમર એવી કે બિમારી તો આવે ચાલો તો જોઈએ ફિલિપ કલાર્ક આપણી આઝાદીનું ‘નિદાન’ શું કરે છે ?!!
.
