Archive for the ‘અછાંદસ’ Category
વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)
Tuesday, January 20th, 2009
ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.
- અજ્ઞાત
અનુવાદક : શકુન્તલા મહેતા
ગઈકાલે હળવેકથી કાનમાં આવી વસંત પૂછી ગઈ કે, આવું ? – પણ ગગનચુંબી ઈમારતોની વચ્ચે ડોકાતી વૃક્ષની ડાળીઓ કે બાલ્કનીમાં પવન ખાતાં કૂંડાંઓમાં પાંગરેલ વસંતનો પરિચય આપણને આપણી વ્યસ્ત જિંદગીને કારણે રહ્યો જ નથી. હા…. ક્યારેક દુઃખી મન તળાવનાં કિનારે પહોંચી હળવું થવા પ્રયત્ન કરે છે પણ તે ઘાટ તો તેનાં પથ્થરો જેવો જ કઠોર છે, કદા….ચ આપણાં દુઃખને તે પણ આશ્વાસન નથી આપી શકતો. પણ ત્યાં જ સૂકાઈ ગયેલી – જેનું નામ પણ આપણને ખબર નથી તેવી વેલોને સુદ્ધાં વસંત નથી ભૂલી. અને એ જ તો તેની ખૂબી છે વસંત તો એ સૂકાયેલી વેલને પણ સ્પર્શી છે અને આપણને …….??
.
વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ
Monday, January 19th, 2009
નવા નાજુક ખીલ્યાં
ફૂલના ઝાકળભર્યાં આવાસમાં વાસો રહી,
આંબે ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી,
રળિયામણી વ્હેલી પરોઢે
આજ
આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી,
મલકાઈને કેવું
વસંતે કાનમાં આવી કહ્યું : ‘આવું ?’
- નલિન રાવળ
૧૭મી જાન્યુઆરીએ વસંતપંચમી કૅલેન્ડર પર લટકતી જોઈ … ને મન જરા વાસંતી લાગણીઓથી તરબતર થઈ ગયું, મને પણ વસંત કાનમાં આવી પૂછી ગઈ – કહી ગઈ ‘આવું ?’
મિત્રો, જિંદગીમાં રોજ આવતી પાનખર પછી ટહુકા કરતી વસંતને આપણે વધાવી નથી શકતા. તો ચાલો, વધાવી લઈએ જિંદગીની વસંતને અને ડાળ પર ફૂટતી કૂંપળની જેમ તરોતાજા બની જઈએ. આ આખુંય સપ્તાહ વૅબમહેફિલ તરફથી આપ સૌને વાસંતી વધામણાં……..!!
ઍશ ટ્રે : મંગલ રાઠોડ
Wednesday, November 12th, 2008
તેં
ભેટ આપેલી
આ
કિંમતી
ઍશ ટ્રેમાં
હું
ખરતો જાઉં છું
રાખ બનીને…
- મંગલ રાઠોડ
સામાન્ય રીતે તો કોઈ ભેટ આપે,ને ગમતી કે કિંમતી ભેટ આપે તો બહુ જ ગમે… પણ ભેટની અગત્યતા શું ? જો ભેટ આપનાર દિલ ન આપી શકે અથવા તો ભેટદાતા દૂર ચાલ્યો જાય… દિલથી , સ્થળથી અથવા તો પૃથ્વી પરથી જ. અને ત્યારે એ જ ભેટ તેની સતત યાદમાં સતત જલતો રાખી રાખ કરી નાંખે આપણને અને ત્યારે સમજાય છે એ કિંમતી ભેટની કિંમત – જે મનુષ્યની લાગણી કે પ્રેમ કરતાં વધુ નથી જ હોતી.
જડીબુટ્ટી : વિપિન પરીખ
Thursday, October 9th, 2008
રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.
- વિપિન પરીખ
દર વર્ષે દશેરા આવે અને સદીઓથી લોકો રાવણદહન કરે અને તોય મરતો નથી ?!! મારો દીકરો કહે છે મમ્મા એને ટૅન હૅડ છે તો એને માથામાં નહીં પેટમાં તીર મારું તો મરી જશે ?!! આપણી ‘રાવણ’વૃત્તિઓ પણ દશ માથાળી છે એકનું માથું કાપ્યું ત્યાંતો બીજું …!! એને પણ પેટમાં (ગર્ભ-મૂળ)માં જ તીર મારવું પડે તો જ તેનો નાશ થશે અને વિપિન પરીખની જેમ આપણને આવતાં રામરાજ્યનાં સ્વપ્નાં પણ કદાચ સાચાં પડશે … જય વિજયાદશમી !
.
નિદાન : ફિલિપ કલાર્ક
Friday, August 15th, 2008
ગઈકાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉકટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
- ફિલિપ કલાર્ક
Diagnosis
Yesterday
a terrible ache began
in democracy’s belly.
After examination
the doctor diagonosed :
” The stomach
has a tumour
of power.”
Translator : Pradip Khandwala
આજે પંદરમી ઑગષ્ટ – ભારતનો સ્વાતંત્ર્યદિન
આપણી આઝાદી એટલે કે આપણી લોકશાહીને આજે ૬૧ વર્ષ પૂરા થયાં . અને આ ઉંમર એવી કે બિમારી તો આવે ચાલો તો જોઈએ ફિલિપ કલાર્ક આપણી આઝાદીનું ‘નિદાન’ શું કરે છે ?!!
.
