Archive for the ‘ગઝલ’ Category

  • સંબોધન કરું : ગૌરાંગ ઠાકર
  • આ તખ્તો બદલાય છે : અમિત ત્રિવેદી
  • આજનું હોવું : ‘આદિલ’ મન્સૂરી
  • ઓરડો : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • કોઈને કે’તા નહીં : હરદ્વાર ગોસ્વામી
  • ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
  • ચોમાસું : મનોજ ખંડેરિયા
  • પાનખર : જયેન્દ્રસિંહજી જાડેજા ‘ફાની’
  • પુષ્પસંહિતા : રમેશપારેખ
  • બા-અદબ : ડૉ. મહેશ રાવલ
  • માણસ થવાનું મન થયું : ગૌરાંગ ઠાકર
  • લખે છે : કવિ રાવલ
  • વરસાદમાં : પ્રજ્ઞા વશી
  • વરસાદમાં : યામિની વ્યાસ
  • સતત : રઇશ મનીઆર
  • સાર શું ? : હર્ષ બ્રહ્મભટ્ટ
  • સોહામણી : ધૈવત શુક્લ
  • eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • अल्लाह मियाँ : चिनू मोदी “इर्शाद”
  • અંદર અંદર : વિનોદ જોશી
  • અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
  • અકબંધ : પુષ્પા પારેખ
  • અટકળ : જનક નાયક
  • અટકી જવાના આપણે : શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
  • અભાગી રહ્યું છે : ડૉ. મહેશ રાવલ
  • અભિસારિકા ગઝલ : જવાહર બક્ષી
  • અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા
  • અમે નીકળી જવાના : ઉર્વીશ વસાવડા
  • અવાજોનું નગર : ગુંજન ગાંધી
  • અષાઢમાં : મનોજ ખંડેરિયા
  • આ ગુજરાત છે : ‘નાઝિર’ દેખૈયા
  • આ પ્રથમ વરસાદ છે : ઉર્વીશ વસાવડા
  • આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા
  • આ હાથમાં ગાંડિવ છે : દેવદાસ ‘અમીર’
  • આંખોમાં નૂર છે : અંકિત ત્રિવેદી
  • આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
  • આખી જિંદગીનો મર્મ : હિતેન આનંદપરા
  • આજના માણસની ગઝલ : જવાહર બક્ષી
  • આજનું વાતાવરણ નથી : સુરેશ દલાલ
  • આતમના મેળામાં ખોવાયા ભૈ : જયંત દેસાઇ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • આપણને નહીં ફાવે : ખલીલ ધનતેજવી
  • આપણી વચ્ચે હતી : ખલીલ ધનતેજવી
  • આપણી વાત : ડૉ. મહેશ રાવલ
  • આભ મૂંગું થઈ ગયું : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આભ હવે આભરણું પાથર! : ધૈવત શુક્લ
  • આવજે : હરદ્વાર ગોસ્વામી
  • આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આવે છે : હર્ષદ ત્રિવેદી
  • આસિમે સંકેલી ‘લીલા’ : ગઝલ : ‘આસિમ’ રાંદેરી
  • ઈ-મેલમાં : ‘આદિલ’ મન્સૂરી
  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
  • ઈશ્વર : સૌમ્ય જોશી
  • ઈશ્વર છે તું : રઇશ મનીઆર
  • ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
  • ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • ઋણી હોય છે ! : સુધીર પટેલ
  • ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા
  • એ જ ઈશ્વર છે : સુધીર પટેલ
  • એ જ મારે જોવું છે : અનિલ ચાવડા
  • એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે
  • એક અધૂરી ગઝલ : હરદ્વાર ગોસ્વામી
  • એક ખૂણો : કવિ રાવલ
  • એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’
  • એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે
  • એક દરિયાથી નદી છૂટી પડી : હરદ્વાર ગોસ્વામી
  • એક પળ નીકળે : મનોજ ખંડેરિયા
  • એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું : અલ્પેશ ‘પાગલ’
  • એક બનાવટ છે : રશીદ મીર
  • એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા
  • એક શરણાઇ બને : હેમેન શાહ
  • એકલો હું ક્યાં કદીયે હોઉં છું : હર્ષ બ્રહ્મભટ્ટ
  • એટલું કાફી નથી : કિરણ ચૌહાણ
  • એપ્રિલફૂલ : હરદ્વાર ગોસ્વામી
  • એવું લખ હવે : હિમલ પંડ્યા “પાર્થ”
  • કલમ ઉપાડી છે : સુનીલ શાહ
  • કશું નક્કી નથી : આહમદ મકરાણી
  • કહે છે : મનહર મોદી
  • કાયમ નથી : ગૌરાંગ ઠાકર
  • કે હું નથી : હરીન્દ્ર દવે
  • કેવું વહાલ રાખે : વજેસિંહ પારગી
  • કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી
  • કોને ? : મનોજ ખંડેરિયા
  • ક્યાં સુધી : કીર્તિકાન્ત પુરોહિત
  • ખળભળ હશે : સંજય પંડ્યા
  • ખાલી કરું છું હું મને : હરેશ ‘તથાગત’
  • ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર
  • ખુશ્બુ ગુલાબમાં આવી : ‘આદિલ’ મન્સૂરી
  • ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અંકિત ત્રિવેદી
  • ગઝલ : અંકિત ત્રિવેદી
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અમૃત ‘ઘાયલ’
  • ગઝલ : અશોકપુરી ગોસ્વામી
  • ગઝલ : આબિદ ભટ્ટ
  • ગઝલ : એસ.એસ.રાહી
  • ગઝલ : કિરણકુમાર ચૌહાણ
  • ગઝલ : દિનેશ કાનાણી
  • ગઝલ : નિર્મિશ ઠાકર
  • ગઝલ : નીતિન વડગામા
  • ગઝલ : પ્રીતમ લખલાણી
  • ગઝલ : મુકુલ ચોકસી
  • ગઝલ : મૂકેશ જોશી
  • ગઝલ : રશીદ ‘મીર’
  • ગઝલ : વિવેક કાણે ‘સહજ’
  • ગઝલ કહું : ડૉ. કિશોર મોદી
  • ગઝલ બનતી નથી : પંચમ શુક્લ
  • ગઝલ-ગરબી : અશરફ ડબાવાલા
  • ગીત-ગઝલ : જવાહર બક્ષી
  • ગુજરાતમાં : ધૂની માંડલિયા
  • ઘર મને એવું ગમે : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ
  • ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ
  • ચાર એકલતાની ભીંતો : મનહર ચોકસી
  • ચાલ : અશોક ચાવડા ‘બેદિલ’
  • ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી
  • ચાલુ છું : ‘રુસ્વા’ મઝલૂમી
  • ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી
  • ચાલ્યું આઘે : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • ચાલ્યો જઈશ : અનિલ ચાવડા
  • ચોપાટને સંકેલીએ : રજનીકાંત સથવારા
  • છે મારું : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • જાઉં છું : દિનેશ કાનાણી
  • જાય છે : અનિલ ચાવડા
  • જાય છે : રમેશ પારેખ
  • જિંદગી પણ આવશે : દિનેશ દેસાઈ
  • જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ
  • જીદમાં : મિલિન્દ ગઢવી
  • જીવી જવાશે : ભરત ભટ્ટ ‘પવન’
  • જીવ્યા કરે : મહેશ દાવડકર
  • ઝાંઝવામાં પથ મળે : તથાગત પટેલ
  • ઝાકળ : વિવેક મનહર ટેલર
  • ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • તમારા અહીં આજ : ‘ગની’ દહીંવાલા
  • તારા વગર : ગૌરાંગ ઠાકર
  • તારે નહીં ! : હર્ષદ ત્રિવેદી
  • તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા
  • તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ
  • થઇ ગયું છે : રતિલાલ ‘અનિલ’
  • થઇ ગયો : ઉદયન ઠક્કર
  • થવાનું હોય છે : મનહર મોદી
  • થાતાં જાય છે : દિનેશ કાનાણી
  • થાય છે : ગૌરાંગ ઠાકર
  • થાય છે : ફિલિપ ક્લાર્ક
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • દર્પણ : સતિષ ડણાક
  • દિલ હું દઇ બેઠો : એસ.એસ.રાહી
  • દિલમાં દીવો કરજો ! : સુધીર પટેલ
  • દીવો કરી જુઓ : અશોક ચાવડા
  • દોઉં છું : રાજેન્દ્ર શાહ
  • ધમાલ થઈ ગઈ…!– ગૌરાંગ ઠાકર
  • ન કર : કીર્તિકાન્ત પુરોહિત
  • નથી હોતી : બરકત વિરાણી ‘બેફામ’
  • નયનનું નીર છું : શેખાદમ આબુવાલા
  • નવી ભાષાની પ્યાસ : યોસેફ મૅકવાન
  • નાટક : ગૌરાંગ ઠાકર
  • નીકળવાનું કરો : સુધીર પટેલ
  • ને એવું બધું : અલ્પેશ ‘પાગલ’
  • પંખીઓ જેવી તરજ : ભરત વિંઝુડા
  • પહેલાં એ ચકાસો : સુનીલ શાહ
  • પાંપણનો તકાજો છે : મકરન્દ દવે
  • પાથરણું પાથર : પંચમ શુક્લ
  • પ્રણયનો વિવેક : ‘શૂન્ય’ પાલનપુરી
  • પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી
  • પ્રભુ – પંચાયતમાં : બાળક : પ્રણવ પંડ્યા
  • પ્રભુ : હિમલ પંડ્યા ‘પાર્થ’
  • પ્રેમમાં કોઇએ પછાડ્યો છે : હરદ્વાર ગોસ્વામી
  • બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )
  • બતાવ્યાં છે : રમેશ પારેખ
  • બદલું છું : રાજેન્દ્ર શુકલ
  • બપ્પોર : ગૌરાંગ ઠાકોર
  • ભાસ ચાલે છે : હેમંત પૂણેકર
  • ભીતર નીકળે : બેન્યાઝ ધ્રોલવી
  • ભૈ માણસ છે : જયંત પાઠક
  • મન તને ક્યાં જાણ છે : કિરીટ ગોસ્વામી
  • મળી આવે : હિતેન આનંદપરા
  • મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
  • મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી
  • મળી જશે : શ્યામ સાધુ
  • માણસ ખોટા ભણતર જેવો : મીરા આસીફ
  • માણસ છું : ‘નાઝીર’ દેખૈયા
  • માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે
  • માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
  • માણેકચોકમાં : ‘આદિલ’ મન્સૂરી
  • મારી નજર : સંદીપ ભાટિયા
  • મારે જાવું સામે કાંઠે : ડૉ. મનોજ જોષી
  • મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ
  • મુબારક : ડૉ. મહેશ રાવલ
  • મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ
  • મેઘ-મુબારક : નીતિન વડગામા
  • મોરપીંછ : અરવિંદ ભટ્ટ
  • મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
  • યાદ આવી : આહમદ મકરાણી
  • યાદ છે : અહમદ ‘ગુલ’
  • રસ નીતરતી સાંજ : મકરંદ મુસળે
  • રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ
  • રસ્તો કાપો : વિવેક કાણે ‘સહજ’
  • રસ્તો થઈ જશે : સુનિલ શાહ
  • રાત ગઝલની : તુષાર શુક્લ
  • રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી
  • લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા
  • લખાયો છે : ડૉ. મહેશ રાવલ
  • લખે છે : મનીષ પરમાર
  • લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ
  • લાગે છે : ગૌરાંગ ઠાકર
  • લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી
  • લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ
  • લૂંટ્યો છે : જિગર જોષી ‘પ્રેમ’
  • લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ
  • વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર
  • વચ્ચે હું ઊભો : કિશોર મોદી
  • વરસાદ : અશોક ચાવડા ‘બેદિલ’
  • વરસાદ હોવો જોઇએ : દિલીપ જોશી
  • વરસાદની ગઝલ : રઈશ મનીઆર
  • વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી
  • વરસાદમાં : અદી મિરઝા
  • વરસાદમાં : અશોક પંચાલ
  • વરસાદમાં : ઉર્વીશ વસાવડા
  • વરસાદમાં : ગૌરાંગ ઠાકર
  • વરસાદમાં : ડૉ. દિલીપ મોદી
  • વરસાદમાં : ધ્વનિલ પારેખ
  • વરસાદમાં : રઈશ મનીઆર
  • વરસાદમાં : રમણ વાઘેલા
  • વરસાદમાં : રવીન્દ્ર પારેખ
  • વરસાદમાં : રાજેન્દ્ર પાઠક
  • વરસાદમાં : સુધીર પટેલ
  • વરસાદમાં : હિતેન આનંદપરા
  • વર્ષા : હર્ષદ ચંદારાણા
  • વસંત : યામિની વ્યાસ
  • વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ
  • વસંતમાં : ગૌરાંગ ઠાકર
  • વસંતમાં : યામિની વ્યાસ
  • વહાલ વાવી જોઈએ : ગૌરાંગ ઠાકર
  • વાત મારી : અંકિત ત્રિવેદી
  • વારતા : સુનિલ શાહ
  • વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા
  • વાસંતી વધામણાં : જંગલ : અમિત વ્યાસ
  • વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા
  • વિશ્વ અંધ છે : અશોક ચાવડા ‘બેદિલ’
  • વિસ્તર્યા કરે : આશ્લેષ ત્રિવેદી
  • વેદ ચીતરવો પછી : કિશોર મોદી
  • શબ્દ : ધૂની માંડલિયા
  • શબ્દો જ માળા : સંદીપ ભાટિયા
  • શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’
  • શું ખબર : મનોજ ખંડેરિયા
  • શું ગયું : આહમદ મકરાણી
  • શું ચીજ છે ? : રમેશ પારેખ
  • શું થશે ? : બરકત વિરાણી ‘બેફામ’
  • શું લખું ? : ડૉ. વિવેક મનહર ટેલર
  • શોધે : નયના જાની
  • શોલા હૂઁ : સુધીર પટેલ
  • સક્ષમ નથી : સુનિલ શાહ
  • સજનવા : મીરા આસીફ
  • સજનવા : મુકુલ ચોકસી
  • સજનવા : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • સતત : ભગવતીકુમાર શર્મા
  • સદીનું પ્રતિબિંબ : રમેશ પારેખ
  • સનમ : અદમ ટંકારવી
  • સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ
  • સમય : આહમદ મકરાણી
  • સરનામું મળ્યું : હરિશ્ચન્દ્ર જોશી
  • સર્જન કરી લઉં છું : અકબરઅલી જસદણવાલા
  • સવારે : રાજેન્દ્ર શુક્લ
  • સવાલ નથી : મનહર મોદી
  • સહેલું નથી : હિતેન આનંદપરા
  • સાંજ : અશોક ચાવડા ‘બેદિલ’
  • સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
  • સાચવું છું : એસ.એસ.રાહી
  • સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ
  • સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ
  • સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે : સુધીર પટેલ
  • સૂર્ય થઈને : ભરત ભટ્ટ ‘ પવન’
  • હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા
  • હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ
  • હસ્તપ્રત : મનોજ ખંડેરિયા
  • હૃદયથી તે આંખો સુધી : રવીન્દ્ર પારેખ
  • હો શક્ય તો સમજાવ તું : હિમાંશુ ભટ્ટ
  • હોય છે : ચીનુ મોદી
  • હોરી-ગઝલ : સુધીર પટેલ
  • હોવું જોઈએ : ‘મરીઝ’


  • એક શરણાઇ બને : હેમેન શાહ

    Tuesday, August 31st, 2010

    .

    .

    કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?
    ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !

    એ જ છે દરિયાકિનારો, એ જ સંધ્યાનો સમય,
    શું ઉમેરું હું બીજું તો જૂની તન્હાઇ બને ?

    એક છે દિલચસ્પ સપનું, ચાલને હંકારવા,
    સઢ બને ઉત્સાહ ને આશ્ચર્ય પુરવાઇ બને.

    ઝંખનાને પાંખ ફૂટે, રુપને ફૂટે શરમ,
    બેઉમાં જોવું રહ્યું કે કોની સરસાઇ બને !

    હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
    સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.

    - હેમેન શાહ

    .

    વાહનવ્યવહાર, સંદેશવ્યવહારની વિવિધ સવલતોને કારણે વિશ્વ જાણે કે એક ગામડું જ બની ગયું છે.   પણ, વિશ્વની વિશાળતા સંકોચાતી ગઇ તેમ માનવ પણ સંકુચિત અને સ્વકેન્દ્રી બનતો ગયો છે.  જાણે કે, માણસ પણ બોન્સાઇ બની, એક ખૂણામાં રહી, ડ્રોઇંગરુમની શોભા વધારતો એક નિર્જીવ શો-પીસ બની ગયો.

    પ્રેમનું એક દિલચસ્પ સપનું લઇ, કવિ પોતાની નાવ હંકારે છે, પણ આવી જ સંકુચિતતાને કારણે,  જો ‘તે’ ખરી જાય તો પણ તેમાંથી શરણાઇ બનવા માંગે છે, એટલે કે, પ્રિય સાથે મિલનનાં સપનું પૂરું થાય એમ ઇચ્છે છે.

    .

    .

    .

    એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું : અલ્પેશ ‘પાગલ’

    Monday, August 30th, 2010

    .

    .

    આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
    ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
    એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    અહીંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈં હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
    બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
    આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
    ‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ?  એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું.

    - અલ્પેશ પાઠક ‘પાગલ’

    .

    .

    આપણી અંદર, એક પીડા, એક ઇચ્છા, અને એક વળગણ જ  કૌરવ-પાંડવ બની કુરુક્ષેત્રનું યુદ્ધ લડતાં હોય છે.  પણ,  એક ‘હું’ – સારથિ કૃષ્ણ ક્યાં ??! ઘણી વાર લાંબી બહરની ગઝલમાં રદીફ, કાફિયા ફેવિકોલથી ચોંટાડ્યાં હોય તેવું લાગતું હોય છે. પણ, સહજપણે, લાગણીનો તરજૂમો શાયરીમાં, ગઝલમાં સચવાઇ જાય છે, તેવી આ લાંબી બહરની ગઝલ માણવી જરુર ગમશે.

    .

    .

    .

    સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ

    Friday, August 27th, 2010

    .

    ( કળીનું ફૂલ ફૂટે આંખમાં )

    .

    ક્યાં ઝરણ ફૂટી રહ્યું છે પહાડમાં,
    આજ ચોમાસું છે હાડેહાડમાં,

    એય ! ખળખળ થાય એવો હાથ છે,
    કઈ ગલી ધબકી રહી છે નાડમાં.

    એ કળીનું ફૂલ ફૂટે આંખમાં,
    જે કળી ફૂટી રહી છે ઝાડમાં.

    શુષ્કતામાં યાદનું આવાગમન,
    જેમ કલબલ હોય લીલો વાડમાં.

    નીડ-પરવશ પાંખ આજે છૂટશે,
    આભ એને સાદ પાડે લાડમાં.

    - હર્ષદેવ માધવ

    .

    હવે તો આપણાં હાડેહાડમાં ચોમાસું ફૂટી ગયું છે અને ત્યારે કવિ વર્ણવે છે એવી કંઇક લીલી યાદોને માણી લઇએ… !  જોકે, આજે પણ વાદળો ઘેરાતાં, મનને તો પાંખ ફૂટી  જ આવે જાણે કે, આભ એને સાદ પાડે લાડમાં.

    .

    .

    .

    .

    જય મારો હવે : અમૃત ‘ઘાયલ’

    Thursday, August 26th, 2010

    ઉત્પત્તિ સ્થિતિ, ન લય મારો હવે,
    કોઈ કક્ષા હો ન ક્ષય મારો હવે.

    અસ્તોદય શું ? અંત શું ? આરંભ શું ?
    હર સમયથી પર સમય મારો હવે.

    માન શું ? અપમાન, લાભાલાભ શું ?
    ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે.

    મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
    મારી મુટ્ઠીમાં પ્રલય મારો હવે.

    કાળથી પણ કાંકરી ખરશે નહીં,
    થઈ ગયો છે ગઢ અજય મારો હવે.

    આત્મવત્ ઉર્ફે અજન્મા થઈ ગયો,
    ના પ્રભવે અથવા વિલય મારો હવે.

    શબ્દ મતલબ બ્રહ્મ, મતલબ સત્ય પણ,
    શબ્દનો જયઘોષ, જય મારો હવે.

    - અમૃત ‘ઘાયલ’

    શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
    તોડીફોડી યથેચ્છ જોડ્યો છે. – ઘાયલ

    જોમ અને ખુમારી સભર ગઝલ રચનાર ઘાયલ જે ‘શબ્દ’ને  યથેચ્છ તોડતાં, ફોડતાં તેઓ આત્મસાક્ષાત્કારની ક્ષણે કહે છે, શબ્દ જ બ્રહ્મ … શબ્દ જ સત્ય !  મારો જે જયજયકાર છે તે તો શબ્દનો જ એટલે કે, બ્રહ્મનો , સત્યનો જયઘોષ. ‘ઘાયલ’ની એક અનોખી શૈલીની ગઝલ !

    .

    .

    મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી

    Friday, August 13th, 2010

    ( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )

    સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
    વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

    તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
    કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

    એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
    ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

    મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
    એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

    કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
    આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

    - અંકિત ત્રિવેદી

    પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય !  ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .

    .

    તારા વગર : ગૌરાંગ ઠાકર

    Wednesday, August 11th, 2010

    સાંજ ડૂબી એકલી તારા વગર,
    એટલે છે આંખ મારી તરબતર.

    શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
    થાય અટકાવી દઉં એની સફર.

    જો પ્રતીક્ષા બારણે ટોળે વળી,
    આવશે તું એમ આવી છે ખબર.

    ફૂલને ઝાકળ કહે છે વાત જે,
    હું તેને કહેતો રહું બસ રાતભર.

    જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
    ચોતરફ બસ લાગણીની કરકસર.

    લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે ?
    એકલો માણસ અને ભરચક નગર.

    - ગૌરાંગ ઠાકર

    સિમેન્ટ-કોંક્રીટથી ભરચક નગરમાં સવારથી રાહ જોતાં ‘માણસ’ની સાંજ પણ એકલી જ ડૂબે ત્યારે ચોક્કસ શ્વાસની સફર અટકાવી દેવાનું મન જ થાય.  ‘એકલો’ માણસ ઉદાસીનો માર્યો, જિંદગીને વેચવા ચાલ્યો પણ,  લાગણીની અછત કેવી કે, એને  ખરીદનાર કોઇ નહિં ??!

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME