Archive for the ‘ગઝલ’ Category

  • સંબોધન કરું : ગૌરાંગ ઠાકર
  • આ તખ્તો બદલાય છે : અમિત ત્રિવેદી
  • આજનું હોવું : ‘આદિલ’ મન્સૂરી
  • ઓરડો : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • કોઈને કે’તા નહીં : હરદ્વાર ગોસ્વામી
  • ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
  • ચોમાસું : મનોજ ખંડેરિયા
  • પાનખર : જયેન્દ્રસિંહજી જાડેજા ‘ફાની’
  • પુષ્પસંહિતા : રમેશપારેખ
  • બા-અદબ : ડૉ. મહેશ રાવલ
  • માણસ થવાનું મન થયું : ગૌરાંગ ઠાકર
  • લખે છે : કવિ રાવલ
  • વરસાદમાં : પ્રજ્ઞા વશી
  • વરસાદમાં : યામિની વ્યાસ
  • સતત : રઇશ મનીઆર
  • સાર શું ? : હર્ષ બ્રહ્મભટ્ટ
  • સોહામણી : ધૈવત શુક્લ
  • eમાણસ છું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • अल्लाह मियाँ : चिनू मोदी “इर्शाद”
  • અંદર અંદર : વિનોદ જોશી
  • અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
  • અકબંધ : પુષ્પા પારેખ
  • અટકળ : જનક નાયક
  • અટકી જવાના આપણે : શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
  • અભાગી રહ્યું છે : ડૉ. મહેશ રાવલ
  • અભિસારિકા ગઝલ : જવાહર બક્ષી
  • અમદાવાદ : એસ. એસ. રાહી
  • અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા
  • અમે નીકળી જવાના : ઉર્વીશ વસાવડા
  • અય ખુશમિજાજ : ધૈવત શુક્લ
  • અવાજોનું નગર : ગુંજન ગાંધી
  • અષાઢમાં : મનોજ ખંડેરિયા
  • આ ગુજરાત છે : ‘નાઝિર’ દેખૈયા
  • આ નગર – અમદાવાદ : ‘અઝીઝ’ ટંકારવી
  • આ પ્રથમ વરસાદ છે : ઉર્વીશ વસાવડા
  • આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા
  • આ હાથમાં ગાંડિવ છે : દેવદાસ ‘અમીર’
  • આંખથી કહેવાઈ ગયું છે : ગૌરાંગ ઠાકર
  • આંખોમાં નૂર છે : અંકિત ત્રિવેદી
  • આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
  • આખી જિંદગીનો મર્મ : હિતેન આનંદપરા
  • આખું જગત : વિનોદ ગાંધી
  • આજના માણસની ગઝલ : જવાહર બક્ષી
  • આજનું વાતાવરણ નથી : સુરેશ દલાલ
  • આતમના મેળામાં ખોવાયા ભૈ : જયંત દેસાઇ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • આપણને નહીં ફાવે : ખલીલ ધનતેજવી
  • આપણી વચ્ચે હતી : ખલીલ ધનતેજવી
  • આપણી વાત : ડૉ. મહેશ રાવલ
  • આભ મૂંગું થઈ ગયું : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આભ હવે આભરણું પાથર! : ધૈવત શુક્લ
  • આવજે : હરદ્વાર ગોસ્વામી
  • આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આવે છે : હર્ષદ ત્રિવેદી
  • આસિમે સંકેલી ‘લીલા’ : ગઝલ : ‘આસિમ’ રાંદેરી
  • ઈ-મેલમાં : ‘આદિલ’ મન્સૂરી
  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
  • ઈશ્વર : સૌમ્ય જોશી
  • ઈશ્વર છે તું : રઇશ મનીઆર
  • ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
  • ઈશ્વરમાં : ભરત વિંઝુડા
  • ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • ઋણી હોય છે ! : સુધીર પટેલ
  • ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા
  • એ જ ઈશ્વર છે : સુધીર પટેલ
  • એ જ મારે જોવું છે : અનિલ ચાવડા
  • એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે
  • એ પણ સાચું,આ પણ સાચું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • એ પ્રેમ છે : વિવેક મનહર ટેલર
  • એ સમજની બ્હાર છે : અનિલ ચાવડા
  • એક અધૂરી ગઝલ : હરદ્વાર ગોસ્વામી
  • એક ખૂણો : કવિ રાવલ
  • એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’
  • એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે
  • એક દરિયાથી નદી છૂટી પડી : હરદ્વાર ગોસ્વામી
  • એક દીવો : રવીન્દ્ર પારેખ
  • એક પળ નીકળે : મનોજ ખંડેરિયા
  • એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું : અલ્પેશ ‘પાગલ’
  • એક બનાવટ છે : રશીદ મીર
  • એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા
  • એક શરણાઇ બને : હેમેન શાહ
  • એકલો હું ક્યાં કદીયે હોઉં છું : હર્ષ બ્રહ્મભટ્ટ
  • એટલું કાફી નથી : કિરણ ચૌહાણ
  • એની માપણી નથી : મકરંદ મુસળે
  • એપ્રિલફૂલ : હરદ્વાર ગોસ્વામી
  • એમનો એમ જ ઊભો છું : અનિલ ચાવડા
  • એવું લખ હવે : હિમલ પંડ્યા “પાર્થ”
  • એવુંય ચોમાસું હતું : ધ્વનિલ પારેખ
  • ઓગળતા રહ્યા : ભાગ્યેશ જ્હા
  • કઠપૂતળી : વિવેક કાણે ‘સહજ’
  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
  • કરી જો ! : ભગવતીકુમાર શર્મા
  • કલમ ઉપાડી છે : સુનીલ શાહ
  • કશું નક્કી નથી : આહમદ મકરાણી
  • કહે છે : મનહર મોદી
  • કાચનદીને પેલે કાંઠે : સંદીપ ભાટિયા
  • કાચું ધાન છે : ચિનુ મોદી ‘ઈર્શાદ’
  • કાયમ નથી : ગૌરાંગ ઠાકર
  • કે હું નથી : હરીન્દ્ર દવે
  • કેવું વહાલ રાખે : વજેસિંહ પારગી
  • કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી
  • કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
  • કોઈ પડછાયા વગર : હર્ષ બ્રહ્મભટ્ટ
  • કોઈને નડે નહીં : અનિલ જોશી
  • કોને ? : મનોજ ખંડેરિયા
  • ક્યાં સુધી : કીર્તિકાન્ત પુરોહિત
  • ખળભળ હશે : સંજય પંડ્યા
  • ખાલી કરું છું હું મને : હરેશ ‘તથાગત’
  • ખુદા મારો છે : ગૌરાંગ ઠાકર
  • ખુશ્બુ ગુલાબમાં આવી : ‘આદિલ’ મન્સૂરી
  • ખેલીએ ફાગ હોરી : રાજેન્દ્ર શુક્લ
  • ખોટ વર્તાયા કરે : ‘ગની’ દહીંવાલા
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અંકિત ત્રિવેદી
  • ગઝલ : અંકિત ત્રિવેદી
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અનિલ ચાવડા
  • ગઝલ : અમૃત ‘ઘાયલ’
  • ગઝલ : અશોકપુરી ગોસ્વામી
  • ગઝલ : આબિદ ભટ્ટ
  • ગઝલ : એસ.એસ.રાહી
  • ગઝલ : કિરણકુમાર ચૌહાણ
  • ગઝલ : દિનેશ કાનાણી
  • ગઝલ : નિર્મિશ ઠાકર
  • ગઝલ : નીતિન વડગામા
  • ગઝલ : પ્રીતમ લખલાણી
  • ગઝલ : ભાવેશ ભટ્ટ
  • ગઝલ : મુકુલ ચોકસી
  • ગઝલ : મૂકેશ જોશી
  • ગઝલ : રશીદ ‘મીર’
  • ગઝલ : વિવેક કાણે ‘સહજ’
  • ગઝલ કહું : ડૉ. કિશોર મોદી
  • ગઝલ બનતી નથી : પંચમ શુક્લ
  • ગઝલ-ગરબી : અશરફ ડબાવાલા
  • ગઝલો વાંચજો : વિવેક ટેલર
  • ગીત-ગઝલ : જવાહર બક્ષી
  • ગુજરાતની : મનહર ‘દિલદાર’
  • ગુજરાતમાં : ધૂની માંડલિયા
  • ઘર મને એવું ગમે : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • ઘરનો રસ્તો નથી : વિવેક ટેલર
  • ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ
  • ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ
  • ચાર એકલતાની ભીંતો : મનહર ચોકસી
  • ચાલ : અશોક ચાવડા ‘બેદિલ’
  • ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી
  • ચાલુ છું : ‘રુસ્વા’ મઝલૂમી
  • ચાલે છે : જાતુષ જોશી
  • ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી
  • ચાલ્યું આઘે : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • ચાલ્યો જઈશ : અનિલ ચાવડા
  • ચોપાટને સંકેલીએ : રજનીકાંત સથવારા
  • છે મારું : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • જટાયુ : હરદ્વાર ગોસ્વામી
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • જાઉં છું : દિનેશ કાનાણી
  • જાય છે : અનિલ ચાવડા
  • જાય છે : રમેશ પારેખ
  • જિંદગી નામે ગઝલ : મુકુલ ચોકસી
  • જિંદગી પણ આવશે : દિનેશ દેસાઈ
  • જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ
  • જીતી જાય તો ! : હિમાંશુ ભટ્ટ
  • જીદમાં : મિલિન્દ ગઢવી
  • જીવી જવાશે : ભરત ભટ્ટ ‘પવન’
  • જીવ્યા કરે : મહેશ દાવડકર
  • જીવ્યા વગર : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • ઝળહળ થયું : જયદેવ વ્યાસ ‘જય’
  • ઝળહળીને આવશે : દિનેશ કાનાણી
  • ઝાંઝવામાં પથ મળે : તથાગત પટેલ
  • ઝાકળ : વિવેક મનહર ટેલર
  • ઝાકળ સુધી જવું છે : ‘કાયમ’ હઝારી
  • ઝાહિદ ! : વિહંગ વ્યાસ
  • ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ
  • તડકો : મનહર મોદી
  • તમારા અહીં આજ : ‘ગની’ દહીંવાલા
  • તારા વગર : ગૌરાંગ ઠાકર
  • તારે નહીં ! : હર્ષદ ત્રિવેદી
  • તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા
  • તું જ છે : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • તું મથુરા તું જ કાશી : દીપક ત્રિવેદી
  • તોય હું તો મૌન છું : ડૉ. મહેશ રાવલ
  • ત્યાગ રહેવા દે : ગૌરાંગ ઠાકર
  • થઇ ગયું છે : રતિલાલ ‘અનિલ’
  • થઇ ગયો : ઉદયન ઠક્કર
  • થવાનું હોય છે : મનહર મોદી
  • થાતાં જાય છે : દિનેશ કાનાણી
  • થાય છે : ગૌરાંગ ઠાકર
  • થાય છે : ફિલિપ ક્લાર્ક
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • દર્પણ : સતિષ ડણાક
  • દિલ હું દઇ બેઠો : એસ.એસ.રાહી
  • દિલમાં દીવો કરજો ! : સુધીર પટેલ
  • દીવો કરી જુઓ : અશોક ચાવડા
  • દોઉં છું : રાજેન્દ્ર શાહ
  • દોસ્ત : ‘મરીઝ’
  • ધમાલ થઈ ગઈ…!– ગૌરાંગ ઠાકર
  • ન કર : કીર્તિકાન્ત પુરોહિત
  • નજર ભીતર રાખી છે : મકરંદ મુસળે
  • નથી હોતી : બરકત વિરાણી ‘બેફામ’
  • નયનનું નીર છું : શેખાદમ આબુવાલા
  • નવી ભાષાની પ્યાસ : યોસેફ મૅકવાન
  • નાટક : ગૌરાંગ ઠાકર
  • નામ પોતાનું મૂક્યું : રમેશ પારેખ
  • નિસાસો : મનોજ ખંડેરિયા
  • નીકળવાનું કરો : સુધીર પટેલ
  • નીલકંઠી ક્ષણો : જવાહર બક્ષી
  • ને એવું બધું : અલ્પેશ ‘પાગલ’
  • પંખીઓ જેવી તરજ : ભરત વિંઝુડા
  • પડઘો પડે : હરદ્વાર ગોસ્વામી
  • પડે ત્યારે પડે : હેમેન શાહ
  • પત્રસંવેદના : રાજેન્દ્ર શુક્લ
  • પયગંબર શ્રી ગાંધી : ફૂલચંદ
  • પહેલાં એ ચકાસો : સુનીલ શાહ
  • પાંપણનો તકાજો છે : મકરન્દ દવે
  • પાછી પડી : સુનીલ શાહ
  • પાથરણું પાથર : પંચમ શુક્લ
  • પિંડથી બ્રહ્માંડ : હાર્દિક વ્યાસ
  • પ્રણયનો વિવેક : ‘શૂન્ય’ પાલનપુરી
  • પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી
  • પ્રથમ સૂર્ય પાસે : હેમંત પૂણેકર
  • પ્રભુ – પંચાયતમાં : બાળક : પ્રણવ પંડ્યા
  • પ્રભુ : હિમલ પંડ્યા ‘પાર્થ’
  • પ્રયાસ ન કર : ભરત વિંઝુડા
  • પ્રાર્થના : સંધ્યા ભટ્ટ
  • પ્રેમમાં કોઇએ પછાડ્યો છે : હરદ્વાર ગોસ્વામી
  • પ્‍હેરે છે : કિરીટ ગોસ્વામી
  • ફૂલ અંતે એક કરમાતું રહ્યું : ડૉ. દિલીપ મોદી
  • બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )
  • બતાવ્યાં છે : રમેશ પારેખ
  • બદલું છું : રાજેન્દ્ર શુકલ
  • બપ્પોર : ગૌરાંગ ઠાકોર
  • ભાસ ચાલે છે : હેમંત પૂણેકર
  • ભીતર નીકળે : બેન્યાઝ ધ્રોલવી
  • ભૈ માણસ છે : જયંત પાઠક
  • ભૌમિતીક ગઝલ : નયન દેસાઈ
  • મથે છે : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • મન તને ક્યાં જાણ છે : કિરીટ ગોસ્વામી
  • મને : ચંદ્રેશ મકવાણા
  • મળી આવે : હિતેન આનંદપરા
  • મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
  • મળી જઇશ કોઇ પ્રાસમાં : અંકિત ત્રિવેદી
  • મળી જશે : શ્યામ સાધુ
  • મા ! : રતિલાલ બી. સોલંકી
  • મા : ‘સપન’ કુરેશી
  • માણસ ઉર્ફે : નયન દેસાઈ
  • માણસ ખોટા ભણતર જેવો : મીરા આસીફ
  • માણસ છું : ‘નાઝીર’ દેખૈયા
  • માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે
  • માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
  • માણેકચોકમાં : ‘આદિલ’ મન્સૂરી
  • મારી નજર : સંદીપ ભાટિયા
  • મારી રજા નથી : ગુંજન ગાંધી
  • મારે જાવું સામે કાંઠે : ડૉ. મનોજ જોષી
  • મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ
  • મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ
  • મુબારક : ડૉ. મહેશ રાવલ
  • મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ
  • મેઘ-મુબારક : નીતિન વડગામા
  • મોકો મળ્યો : ચિનુ મોદી ‘ઈર્શાદ’
  • મોરપીંછ : અરવિંદ ભટ્ટ
  • મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
  • યથેચ્છસિ તથા કુરુ : રાજેન્દ્ર શુક્લ
  • યાદ આવી : આહમદ મકરાણી
  • યાદ છે : અહમદ ‘ગુલ’
  • યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
  • રસ નીતરતી સાંજ : મકરંદ મુસળે
  • રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ
  • રસ્તો કાપો : વિવેક કાણે ‘સહજ’
  • રસ્તો થઈ જશે : સુનિલ શાહ
  • રાત ગઝલની : તુષાર શુક્લ
  • રાબેતા મુજબ થાય છે : હરિહર જોશી
  • રિક્ત ઘરમાં ચંદ્ર આવે : ડૉ. દિલીપ મોદી
  • લઈને આવ્યો છું : ‘ગની’ દહીંવાલા
  • લખાઇ ગયો છું : મનીષ પરમાર
  • લખાયો છે : ડૉ. મહેશ રાવલ
  • લખે છે : મનીષ પરમાર
  • લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ
  • લાગે છે : ગૌરાંગ ઠાકર
  • લીલુંછમ ચોમાસું : વિપિનકુમાર કિકાણી
  • લીલુંછમ લીલુંછમ : દીવા ભટ્ટ
  • લૂંટ્યો છે : જિગર જોષી ‘પ્રેમ’
  • લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ
  • લે, તરસને સાચવી : ગુંજન ગાંધી
  • વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર
  • વચ્ચે હું ઊભો : કિશોર મોદી
  • વરસાદ : અશોક ચાવડા ‘બેદિલ’
  • વરસાદ : વીરેન્દ્રકુમાર ભટ્ટ
  • વરસાદ હોવો જોઇએ : દિલીપ જોશી
  • વરસાદની ગઝલ : રઈશ મનીઆર
  • વરસાદમાં : ‘આદિલ’ મન્સૂરી
  • વરસાદમાં : અદી મિરઝા
  • વરસાદમાં : અશોક પંચાલ
  • વરસાદમાં : ઉર્વીશ વસાવડા
  • વરસાદમાં : ગૌરાંગ ઠાકર
  • વરસાદમાં : ચીનુ મોદી
  • વરસાદમાં : ડૉ. દિલીપ મોદી
  • વરસાદમાં : ડૉ. મહેશ રાવલ
  • વરસાદમાં : ધ્વનિલ પારેખ
  • વરસાદમાં : ભગવતીકુમાર શર્મા
  • વરસાદમાં : રઈશ મનીઆર
  • વરસાદમાં : રમણ વાઘેલા
  • વરસાદમાં : રવીન્દ્ર પારેખ
  • વરસાદમાં : રાજેન્દ્ર પાઠક
  • વરસાદમાં : સુધીર પટેલ
  • વરસાદમાં : હિતેન આનંદપરા
  • વરસાદમાં : હેમંત કારિયા
  • વર્ષા : હર્ષદ ચંદારાણા
  • વસંત : યામિની વ્યાસ
  • વસંત છે : વિસ્મય લુહાર
  • વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ
  • વસંતમાં : ગૌરાંગ ઠાકર
  • વસંતમાં : યામિની વ્યાસ
  • વસવસો : સુધીર પટેલ
  • વહાલ વાવી જોઈએ : ગૌરાંગ ઠાકર
  • વાણીપતનો જંગ : અશરફ ડબાવાલા
  • વાત મારી : અંકિત ત્રિવેદી
  • વારતા : સુનિલ શાહ
  • વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા
  • વાસંતી વધામણાં : જંગલ : અમિત વ્યાસ
  • વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા
  • વિગત : કીર્તિકાંત પુરોહિત
  • વિશ્વ અંધ છે : અશોક ચાવડા ‘બેદિલ’
  • વિશ્વને સમજાવશે : ગુંજન ગાંધી
  • વિસ્તર્યા કરે : આશ્લેષ ત્રિવેદી
  • વેદ ચીતરવો પછી : કિશોર મોદી
  • શબ્દ : ધૂની માંડલિયા
  • શબ્દ લાઘવ : પંચમ શુક્લ
  • શબ્દો જ માળા : સંદીપ ભાટિયા
  • શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’
  • શા માટે ? : નર્મદાશંકર પાઠક
  • શું ખબર : મનોજ ખંડેરિયા
  • શું ગયું : આહમદ મકરાણી
  • શું ચીજ છે ? : રમેશ પારેખ
  • શું થશે ? : બરકત વિરાણી ‘બેફામ’
  • શું લખું ? : ડૉ. વિવેક મનહર ટેલર
  • શું હોય છે ? : સુનીલ શાહ
  • શોધે : નયના જાની
  • શોલા હૂઁ : સુધીર પટેલ
  • સક્ષમ નથી : સુનિલ શાહ
  • સજનવા : મીરા આસીફ
  • સજનવા : મુકુલ ચોકસી
  • સજનવા : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • સતત : ભગવતીકુમાર શર્મા
  • સત્વશીલને પૂછો : વિવેક કાણે ‘સહજ’
  • સદીનું પ્રતિબિંબ : રમેશ પારેખ
  • સનમ : અદમ ટંકારવી
  • સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ
  • સમય : આહમદ મકરાણી
  • સરનામું મળ્યું : હરિશ્ચન્દ્ર જોશી
  • સર્જન કરી લઉં છું : અકબરઅલી જસદણવાલા
  • સવારે : રાજેન્દ્ર શુક્લ
  • સવાલ નથી : મનહર મોદી
  • સહેલું નથી : હિતેન આનંદપરા
  • સાંજ : અશોક ચાવડા ‘બેદિલ’
  • સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
  • સાચવીને રાખ્યો તેં ! : ભરત વિંઝુડા
  • સાચવું છું : એસ.એસ.રાહી
  • સાદ પાડે લાડમાં : હર્ષદેવ માધવ
  • સાધના કરવી પડે : કિરણકુમાર ચૌહાણ
  • સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે : સુધીર પટેલ
  • સૂરજમુખી : મનોજ ખંડેરિયા
  • સૂર્ય થઈને : ભરત ભટ્ટ ‘ પવન’
  • સ્વયં : અશરફ ડબાવાલા
  • હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા
  • હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ
  • હસ્તપ્રત : મનોજ ખંડેરિયા
  • હૃદયથી તે આંખો સુધી : રવીન્દ્ર પારેખ
  • હો શક્ય તો સમજાવ તું : હિમાંશુ ભટ્ટ
  • હોય છે : ગૌરાંગ ઠાકર
  • હોય છે : ચીનુ મોદી
  • હોરી-ગઝલ : સુધીર પટેલ
  • હોવું જોઈએ : ‘મરીઝ’
  • હોવું જોઈએ : જિગર જોષી ‘પ્રેમ’


  • હોય છે : ગૌરાંગ ઠાકર

    Saturday, December 18th, 2010

    .

    જિંદગીભર એ ઉખાણું હોય છે,
    કેવી રીતે જીવવાનું હોય છે ?

    જે રીતે અહીંયા જીવાયું હોય છે,
    કાવ્ય એનું ક્યાં લખાયું હોય છે.

    તારા આ ઉચ્છ્‍વાસને સંભાળજે,
    ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

    હું ટપાલી છું તમારી મ્‍હેકનો,
    બસ તમારે ખીલવાનું હોય છે.

    ઝાંઝવે જતા હરણને રોક-મા !
    એ જ એનું પાણિયારું હોય છે.

    તું કલમના હાથથી શોધી શકે,
    આડે હાથે જે મૂકાયું હોય છે.

    - ગૌરાંગ ઠાકર

    .

    .

    જિંદગીનાં કોયડાને ઉકેલતાં ઉકેલતાં,  કલમનાં હાથ થકી, આપણે જ આડે હાથે મૂકી દીધેલ જિંદગીનું કાવ્ય પણ રચાઇ જતું હોય છે.  બસ, જરુર છે  ખીલવાની. ઈશ્વર તો કહે છે જ,  હું ટપાલી છું તમારી મ્હેકનો. 

    .

    .

    .

    .

     

    કઠપૂતળી : વિવેક કાણે ‘સહજ’

    Thursday, December 16th, 2010

    .

    .

    કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
    તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.

    આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
    નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.

    હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે,
    જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

    સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
    જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.

    ‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી,
    ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.

    - વિવેક કાણે ‘સહજ’

    .

    .

    વિવેકભાઈને વડોદરા ‘ગઝલસભા’ દ્વારા મરીઝ  યુવા પ્રતિભા ગઝલકારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમની ખૂબ જાણીતી કઠપૂતળી ગઝલ માણી અને વિવેકભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. 

    .

    .

    .

    .

    યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ

    Wednesday, December 15th, 2010

    .

    જીવન હવે કો’ જૂઠથી અવરુદ્ધ થાય ક્યાં ?
    ને જાત સાથે એમ કોઈ યુદ્ધ થાય ક્યાં ?

    દુઃખોથી ત્રસ્ત લોકોને જુએ છે હર કોઈ,
    પણ જોઉં છું, કોઈ એ જોઈ બુદ્ધ થાય ક્યાં ?

    ફૂટે નહીં જ્યાં સુધી ગંગા કોઈ આંખથી,
    ડૂબકી લગાવે કર્મ કોઈ શુદ્ધ થાય ક્યાં ?

    બહુ સહેલું અન્યને જ ટોકવાનું કામ છે,
    અઘરું છે એથી કોઈ ખુદ વિરુદ્ધ થાય ક્યાં ?

    ચિંતન ને લાગણીથી તમે સીંચો એ ‘સુધીર’,
    એ વિના શબ્દ કોઈનો સમૃદ્ધ થાય ક્યાં ?

    - સુધીર પટેલ

    .

    .

    ગઇકાલે વાણીપતનો જંગ ખેલતાં ખેલતાં સુધીર અંકલની આ ગઝલ યાદ આવી ગયેલી.   ગીતાનાં પ્રથમ અધ્યાયમાં જ ધર્મયુદ્ધની વાત છે.   કૌરવ – પાંડવ એ તો આપણી જ દૈત્ય અને દિવ્ય શક્તિઓનું પ્રતિક છે.  આપણા મનનાં કુરુક્ષેત્રમાં, ક્ષણે ક્ષણ ખેલાતું ધર્મયુદ્ધ આમ તો, ત્યારે જ બંધ થાય જ્યારે સ્થિતપ્રજ્ઞતા  કેળવાય.  પણ,  જો જાત સાથેનું યુદ્ધ ખેલાય જ નહિં તો ? તો તો બુદ્ધ થાય જ ક્યાંથી ?  આ તો આંખમાંથી વહેતી ગંગામાં ચંગા થવાની વાત છે  અને કદાચ ત્યારે જ શબ્દ સમૃદ્ધ થાય એટલે કે, પરાવાણી પામી શકાય ?!!

    .

    .

    .

    .

    વાણીપતનો જંગ : અશરફ ડબાવાલા

    Tuesday, December 14th, 2010

    .

    આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,
    સ્વપ્ન ક્યાં ચાલી ગયું, આ વાણીપતનો જંગ દઈ ?

    પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે,
    તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ.

    હે કૃપાળુ ! અંત પર થોડીક તો તું કૃપા કર,
    સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દઈ.

    એ અખંડિત હોય ત્યારે કંઈ કરી શકતો નથી,
    પણ જશન રોશન કરે હંમેશા એનો અંશ દઈ.

    આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર ! આપણે,
    તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ.

    મેં હુકમ સંચારબંધીનો ચડાવ્યો શીશ પર,
    તેંય રાખી લાજ, મનમાં કંઇક રમતાં છંદ દઈ.

    એમ કંઈ અશરફને તું ભૂંસી નહીં શકશે કદી,
    તારી લીલા કે પછી લટકા સ્વરુપે ધ્વંસ દઈ.

    - અશરફ ડબાવાલા

    .

    લાચાર માનવી અને ઈશ્વર વચ્ચે વાણીપતનો જંગ !  નરસિંહ ભલે કહે, બ્રહ્મ કરે લટકાં બ્રહ્મ પાસે.  પણ, આપણે સૌ જાણીએ છીએ,  આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર !  તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ.

    .

    .

    .

    .

    પડે ત્યારે પડે : હેમેન શાહ

    Monday, December 13th, 2010

     

    .

    એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
    વીજળીનું શું ? પડે ત્યારે પડે.

    સૂર્ય જેવું જયાં કશું હોતું નથી,
    સર્વ પડછાયા શા આધારે પડે ?

    કેટલી ચીજો સમય લઈ જાય છે,
    પણ ખબર કોને અને ક્યારે પડે ?

    આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
    બહાર ફતવા વાર-તહેવારે પડે.

    સામે કાંઠે હોય છે વાંછિત બધું,
    પણ નદી તરવી બહુ ભારે પડે.

    - હેમેન શાહ

    .

    સમયની ચાલ ક્યારેય સમજી શકાતી નથી.  સામે કાંઠે પહોંચીને જ કદાચ તેની ખબર પડે તો પડે.  જોકે, આપ સૌને આ ગઝલ વાંચવાની મજા ચોક્કસ પડશે, ખરું ને ?!! 

    .

    .

    .

    .

    તું મથુરા તું જ કાશી : દીપક ત્રિવેદી

    Tuesday, December 7th, 2010

    .

    તું મથુરા તું જ કાશી,
    તું જ તારો છે પ્રવાસી !

    જે ક્ષણો ને ભગવી તેં-
    એ જ તારા દાસ-દાસી !

    ખુશ થવાનું સાવ સહેલું-
    મૌનની ખોલો અગાસી !

    જો સ્વીકારો હર ક્ષણોને-
    સુખ એ તો બારમાસી !

    સત્ય શું છે શોધ મા,
    તું ફેંક તારી તું ઉદાસી !

    - દીપક ત્રિવેદી

    .

    .

     જિંદગી જીવવાની ફિલસૂફી એટલે કે, બારમાસી સુખ પામવાની વાત એકદમ ટૂંકમાં !

    .

    .

    .

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME