Archive for the ‘Uncategorized’ Category

  • Technical Problem
  • અવિરામ : રાધેશ્યામ શર્મા
  • ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • જીતી જાય તો ! : હિમાંશુ ભટ્ટ
  • બસ શેરિયત રહી : રઇશ મનીઆર
  • યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
  • સરસ્વતી વંદના
  • હોળી આવી રે : અવિનાશ વ્યાસ


  • હોળી આવી રે : અવિનાશ વ્યાસ

    Saturday, March 19th, 2011

    .

    .

    હોળી આવી રે ફૂલ્યાં ફાગણિયે,
    રંગ લાવી રે મ્હારે આંગણિયે.

    ભરી પિચકારી, નર ને નારી, રમતાં રાસે, દેતાં તાળી,
    રંગે રમતા રસિયા સાથે ભાળી ઘૂંઘટવાળી. – હોળી.

    ભાવભીની ભાભીની સંગે,
    રમે દિયરજી નવનવ રંગે ઉમંગે. – હોળી.

    વસંતની સાહેલી આવી, નમણાં નયને નર્તન લાવી,
    યૌવનના સંદેશા લાવી, આવી રે મ્હારે આંગણિયે. – હોળી.

    ખીલ્યો ફાગ સુહાગ સમો, સાહેલી સંગે રાસ રમો,
    નવ નવ ભોજન ભાવે જમો. – હોળી.

    - અવિનાશ વ્યાસ

    .

    .

    પ્રચલિત દંતકથા મુજબ, પ્રગટતી હોળીમાં કામ,ક્રોધ,લોભ,મોહ,,માયા નો હોમ કરવો જોઇએ.  પણ, આજે તો એવું કંઈ કોઈને યાદ નથી હોતું. હા… કડકડતી ઠંડી અને સ્વેટરોનો હોમ જરુર આજથી થઈ જ જશે.  ઉમાશંકર જોશીનાં શબ્દોમાં આજે અગ્નિની એ પાવક જ્વાળાઓને પ્રાર્થના કરીએ,    “  હે હોળીપૂજન દીપ્ત અગ્નિ ! શાં શાં ધરું કાષ્ટ તમોને ! પ્રમાદ, માનીપણું, જડ, મૂઢતા, ને રંગરંગી ઉચ્ચવાસનાઓ… મારી કને આયુષ્યમાત્ર તે ગ્રહો, જ્વાળા બનો ઉજ્જવળ એ તમારી. “  આપ સૌને રંગ અને મસ્તીનો તહેવાર ખૂબ ખૂબ મુબારક.

    .

    .

    .

    .

    સરસ્વતી વંદના

    Tuesday, February 8th, 2011

    .

    .

    વસંતપંચમીનાં પાવન પર્વે , આપ સૌને વાસંતી વધામણાં.  મા સરસ્વતીની જેના પર અસીમ કૃપા છે તે લતા મંગેશકરનાં અવાજમાં સરસ્વતી વંદના કરી,  આવતીકાલથી રોજ  વસંતનાં વિધવિધ રંગોમાં રંગાઇને થોડાં પાંગરશું, ખીલશું અને મ્હેકશું ?!!

    ,

    ,

    ,

    ,

    યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ

    Wednesday, December 15th, 2010

    .

    જીવન હવે કો’ જૂઠથી અવરુદ્ધ થાય ક્યાં ?
    ને જાત સાથે એમ કોઈ યુદ્ધ થાય ક્યાં ?

    દુઃખોથી ત્રસ્ત લોકોને જુએ છે હર કોઈ,
    પણ જોઉં છું, કોઈ એ જોઈ બુદ્ધ થાય ક્યાં ?

    ફૂટે નહીં જ્યાં સુધી ગંગા કોઈ આંખથી,
    ડૂબકી લગાવે કર્મ કોઈ શુદ્ધ થાય ક્યાં ?

    બહુ સહેલું અન્યને જ ટોકવાનું કામ છે,
    અઘરું છે એથી કોઈ ખુદ વિરુદ્ધ થાય ક્યાં ?

    ચિંતન ને લાગણીથી તમે સીંચો એ ‘સુધીર’,
    એ વિના શબ્દ કોઈનો સમૃદ્ધ થાય ક્યાં ?

    - સુધીર પટેલ

    .

    .

    ગઇકાલે વાણીપતનો જંગ ખેલતાં ખેલતાં સુધીર અંકલની આ ગઝલ યાદ આવી ગયેલી.   ગીતાનાં પ્રથમ અધ્યાયમાં જ ધર્મયુદ્ધની વાત છે.   કૌરવ – પાંડવ એ તો આપણી જ દૈત્ય અને દિવ્ય શક્તિઓનું પ્રતિક છે.  આપણા મનનાં કુરુક્ષેત્રમાં, ક્ષણે ક્ષણ ખેલાતું ધર્મયુદ્ધ આમ તો, ત્યારે જ બંધ થાય જ્યારે સ્થિતપ્રજ્ઞતા  કેળવાય.  પણ,  જો જાત સાથેનું યુદ્ધ ખેલાય જ નહિં તો ? તો તો બુદ્ધ થાય જ ક્યાંથી ?  આ તો આંખમાંથી વહેતી ગંગામાં ચંગા થવાની વાત છે  અને કદાચ ત્યારે જ શબ્દ સમૃદ્ધ થાય એટલે કે, પરાવાણી પામી શકાય ?!!

    .

    .

    .

    .

    જીતી જાય તો ! : હિમાંશુ ભટ્ટ

    Monday, October 4th, 2010

    .

    એક બસ સમજણ જો આવી જાય તો ?
    જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

    મોક્ષની વાતો બધા કરતા રહે,
    તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

    કેમ છે ભીંતો અને સરહદ બધે ?
    ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

    આમ તો એ શું હતું ? શબ્દો હતા.
    પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

    જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
    એ હતું શું ? યાદ આવી જાય તો ?

    જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
    વાતમાં એ વાત આવી જાય તો ?

    પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
    લાગણી જો નામ પામી જાય તો ?

    પાછલી વાતો બધા ભૂલી જશે,
    આખરી તું દાવ જીતી જાય તો !

    - હિમાંશુ ભટ્ટ

    .

    .

    બસ આટલી જ સમજણ આવી જાય ‘તો’  ? -  જીંદગી જીવવાની જડીબુટ્ટી મળી જાય અને આખરી દાવ પણ આપણાં જ હાથમાં.  :)

    .

    .

    .

    બસ શેરિયત રહી : રઇશ મનીઆર

    Thursday, August 19th, 2010

    શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી,
    ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી.

    ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી,
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી.

    હેતુ ભૂલાયો, શત્રુની ઓળખ નહીં રહી,
    શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તો પણ લડત રહી.

    બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયાં,
    આ હાથોમાં એ કાવ્યની એક હસ્તપ્રત રહી.

    વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત,
    ખારાશ સાગરોની છતાં પૂર્વવત્‌ રહી.

    જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
    ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.

    - રઇશ મનીઆર

    શેરિયત, ગઝલિયત જેને હસ્તગત છે તેવા રઇશભાઇની ગઝલને નજર ફેરવીને ભૂલી શકાય ?!! નહિં જીવાયેલી જિંદગીને પણ તેઓએ ગઝલમાં આત્મસાત્‌ કરી છે, તેવા કવિશ્રીને  જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !

    .

    Technical Problem

    Saturday, March 6th, 2010

     

    Dear Friends,

    Due to some technical problem, still site is not working properly.  It will take only one day more, and from Monday we will be with you with new geets and gazals.

    Sorry for inconvenience, just bear with us.

    WebMehfiL

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME