Archive for the ‘Uncategorized’ Category

  • Technical Problem
  • અવિરામ : રાધેશ્યામ શર્મા
  • ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • જીતી જાય તો ! : હિમાંશુ ભટ્ટ
  • બસ શેરિયત રહી : રઇશ મનીઆર
  • યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
  • સરસ્વતી વંદના
  • હોળી આવી રે : અવિનાશ વ્યાસ


  • અવિરામ : રાધેશ્યામ શર્મા

    Monday, January 26th, 2009

     

    નિસરણીઓ

    નીસરી

    ભૂકંપિત

    બજારમાં

    મકાનો

    ગોતવા

    અને

    મન્દિરો

    મળ્યાં

    ત્યાં

    શિખર

    વિહોણાં

    બાવન

    ગજની

    ધજાઓને

    વીંટઈ

    સૂતેલાં

    શું

    ગાઉં

    મારો

    રાવણહથ્થો

    ધરબાઈ

    પડ્યો છે

    કો’ક

    અજાણ્યા

    પગથિયામાં.

    -  રાધેશ્યામ શર્મા

     

    છવ્વીસ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાકદિન સિવાય ભૂકંપદિન ? પણ ખરો….એ સવારે કચ્છ અને અમદાવાદમાં આવેલ ભૂકંપમાં જેણે પોતાનાં મકાનો,દુકાનો અને સગાવ્હાલાં ગુમાવ્યા છે તેઓને તો જીવનપર્યંત આફ્ટર શૉક આવ્યાં જ કરવાનાં…… ભૂકંપે મનમાં પાડેલી તિરાડો ક્યારે અને શેનાથી સંધાશે ?!! કોઈ કચ્છી માંડુને પોતાના ધરબાઈ ગયેલા રાવણહથ્થા વિના હજુ ગાવાનું મન થતું હશે ? 

    અને હા…. વફા સા’બે પોતાનાં બ્લૉગ પર મૂકેલ આ દેશભક્તિનાં ગીતો સાથે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ …….

     

     

    .

    ગઝલ : ભગવતીકુમાર શર્મા

    Monday, November 17th, 2008

     

    ઉદાસી દિવસ-રાત કોઠે પડી છે ;
    તિરાડો ઘણી ઘરની ભીંતે પડી છે.

    પરિસ્થિતિ આ રીતે થાળે પડી છે;
    ગલીમાં ખુશી ઊંધે માથે પડી છે!

    વિધાતાની પગલીનો નકશો તો ન્યારો,
    કરચલીઓ ઊંડી કપાળે પડી છે!

    ગયું વરસી વાદળ ને સૂરજ ઝળુંબ્યો;
    કે મોતીની માળાઓ તડકે પડી છે.

    એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
    હયાતી મરણને ભરોસે પડી છે.

    - ભગવતીકુમાર શર્મા

    સમય જતાં ઘરની ભીંતોમાં પડેલી તિરાડો કરતાંયે મનમાં,સંબંધમાં તિરાડો વધુ ઊંડી અને પહોળી પડતી જતી હોય છે. તો શરીરરૂપી ઘર પણ સમયની ઝાપટો કેટલી ખાઈ શકે છે ? અને દરેક સ્થિતિ અંતે ઉદાસીમાં પરિણમે છે. પરિસ્થિતિ થાળે પાડવા કમને સમાધાન કરવું પડે છે ખુશી ગુમાવીને. પણ આ તારું, આ મારું છોડી જો આપણુંની ભાવના સર્જી સમાધાન કરીએ તો ? વૃદ્ધત્વની કરચલીઓ એ તો વિધાતાએ જીંદગીમાં પાડેલાં તેનાં પગલાંની નિશાની છે, એમ કહી ઈશ્વરની એકહથ્થુ સાર્વત્રિક સત્તાનો સ્વીકાર કરે છે. તો અસ્તિત્વ છે તેનો નાશ છે જ અને આથી જ તો મારો, તમારો નહીં હયાતીનો ઉદ્ધાર કરી દે. અને આમ પણ હયાત તો બસ પરમચેતનરૂપ આત્મા જ રહે તો આત્માનો જ ઉદ્ધાર ઈચ્છીએ જેથી જન્મોજન્મનાં બંધનમાંથી મુક્તિ મળે .

     

     

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME