પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
Thursday, September 18th, 2008
આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાલે ૧૭ સપ્ટેમ્બરે જન્મદિન હતો એટલે કે ‘કવિ’ નરેન્દ્ર મોદીનો….તમારી જેમ મને પણ મનમાં પ્રાસ બેસતો નહીં – ‘મુખ્યમંત્રી’ અને ‘કવિ’ ?!! પણ ઈશ્વરે માતૃભૂમિ સાથે માતૃભાષાની સેવા કરવાનો અવસર પણ તેમને આપ્યો છે. કોઈએ એમને સીધેસીધું પણ પૂછી લીધું તો કહે, કેમ હું કોઈ ફર્નીચર છું ? અને એમનાં પુસ્તક ‘આંખ ધન્ય છે’ માં વાંચ્યું કે “મને કોરા કાગળની માયા…..” હવે આ ફાઈલોના ઢગલાં વચ્ચે તેમને કાવ્યાધાન થયું તે જ તેમની સંવેદનશીલતા. બાકી તો…?!!
તેમનાં જ શબ્દોમાં કહીએ તો…..
“સફળ થયાં તો ઈર્ષ્યાપાત્ર,
નિષ્ફળ થયાં તો દયાપાત્ર,
સફળ-નિષ્ફળની પાર જઈને,
ત્રીજે કિનારે જઈ ઊભો માત્ર.”
અને આ ત્રીજો કિનારો એટલે કવિતાસર્જન જ ને……
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
-પાનખરનાં હૈયામાં ટહુકે વસંત.
આજે તો વનમાં કોનાં વિવાહ
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
-પાનખરનાં હૈયામાં ટહુકે વસંત.
- નરેન્દ્ર મોદી
આ રચનાને સ્વરબદ્ધ પણ કરવામાં આવી છે અને ગાયું છે પાર્થિવ ગોહિલે.
આ ઉપરાંત અન્ય રચનાને પણ ભૂપીન્દર સીંગ અને રૂપકુમાર રાઠોડનો સ્વર સાંપડ્યો છે.
આજે ઊર્મિના જન્મદિને તેની પણ એક ગઝલ માણીશું……
