Posts Tagged ‘punit’

ગુરૂવંદના

Friday, September 5th, 2008

 

આજે આનંદ સાગર છલકાય છે રે,
ગુરૂપૂજનનો અવસર છે આજ.

આજે સૌનાં મુખડાં મલકાય છે રે,
ગુરૂપૂજનનો અવસર છે આજ.

ચિત્ત શુદ્ધિ કેરા સૌ ચંદન લાવજો,
એક લક્ષ કેરા અક્ષતથી વધાવજો,
પ્રેમ પુષ્પોની માળા ચડાવાય છે રે, – ગુરૂપૂજનનો અવસર.

શ્રદ્ધા શ્રીફળ શ્રી ગુરૂચરણે ધરાવજો,
ગુરૂજીના કામ કેરી સુગંધ પ્રસરાવજો,
વળી ભાવનાની ભેટ ચડાવાય છે રે.  – ગુરૂપૂજનનો અવસર.

તીર્થોના તીર્થ ગુરૂ દેવ તણા દેવ છે
પુનિત કામ કરે મીઠા ત્યાં મેવ છે
નરહરિ જીવન ધન્ય થાય છે રે.  – ગુરૂપૂજનનો અવસર.

-પુનિત મહારાજ

નાના હતાં ત્યારે ચોક અને ફૂટપટ્ટી લઈ, બોર્ડ પર આડા-ઊભાં લીટાં દોરી ટીચર – ટીચર રમતાં પણ આજનાં શિક્ષકદિને તો સ્કૂલમાં પણ ટીચર બની વટ મારી લેતાં અને સાચી ખોટી ઠોસ જમાવતાં. કંકુ, ચોખા અને શ્રીફળથી આમ તો ગુરૂપૂજન કરીએ પણ આજે પુનિતમહારાજના શબ્દોથી શબ્દશઃ ગુરૂવંદના …….

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME