એ પ્રેમ છે : વિવેક મનહર ટેલર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, પ્રેમ, સાહિત્યકાર, વિવેક ટેલર | Comments (9)
.
,
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
હક, અપેક્ષા, શક, અહ્મ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.
‘તું નથી’ ની વાસ્તવિકતા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ તું વહે એ પ્રેમ છે.
બાદબાકી તુજ ની, તારા સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.
શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.
- વિવેક ટેલર
.
.
વેલેન્ટાઇનનાં દિવસે સૌ મિત્રોને પ્રેમભરી શુભેચ્છાઓ. પ્રેમ એટલે શું ? હક, અપેક્ષા, શક, અહ્મ ના પંક ની વચ્ચેથી કોઇ પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.
.
.
.
.
Pinki @ February 14, 2011
વસંત છે : વિસ્મય લુહાર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, વસંત, સાહિત્યકાર, વિસ્મય લુહાર | Comments (5)
.
.( ફૂલોથી ફાટફાટ બાગ )
.
પતઝડ મહીંય જો તમે ધારો વસંત છે,
એ ધારણાનાં સત્યમાં યારો વસંત છે !
ફૂલોથી ફાટફાટ થશે બાગ ભીતરી,
ખોવાઈ જૈને ખુદમાં વિચારો : વસંત છે !
રસ, રૂપ, ગંધમાં જ પલાળી દો શબ્દને,
ફૂલો વડે ગઝલને મઠારો વસંત છે !
કાયામાં કેસૂડાઓ પછી કોળશે સતત,
પ્રિયજનના કાનમાં જો પુકારો વસંત છે !
શાશ્વત મહેકતી તમે મોસમ થઈ શકો,
હંમેશ માટે મનનો આ ક્યારો વસંત છે !
- વિસ્મય લુહાર
.
.
પાનખર પછી વસંત અને વસંત પછી પાનખર એ તો કુદરતનો ક્ર્મ છે. પણ જો દિલમાં જ વસંત ખીલી જાય તો ? શાશ્વત મહેકતી મોસમ થતાં વાર ન લાગે ! વળી, આજે તો વસંતોત્સવ અને પ્રણયોત્સવને સાથે ઉજવવાનો દિવસ. આજે જ મનના ક્યારામાં વસંતને ખીલવવા દઇએ તો ?
.
.
.
.
Pinki @ February 14, 2011
હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, ઉમાશંકર જોશી | Comments (0)
.

.
વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલાં.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
- શાન મેઈ (ચાઇનીઝ)
અનુવાદક : ઉમાશંકર જોશી
.
.
પ્રકૃતિએ તો વસંતનાં વાઘા પહેરી લીધાં. વન, સરિતા, ટેકરીઓ, ખેતરો અને પેલાં તમરાંઓ પણ… સૌ લીલાંછમ્મ. વાસંતી રંગે રંગાયેલી પ્રકૃતિ જોઈ અને આપણા મનમાં પણ લીલીછમ્મ આશાઓ ઊગે જ ને ! અરે… પેલાં શ્વેતકૂર્ચ – ઘસાયેલી પીંછી જેવી શ્વેત દાઢી-મૂછ ધરાવનાર વૃદ્ધોમાં પણ લીલું લોહી વહેવા માંડ્યું !
.
.
.
.
Pinki @ February 11, 2011
તમને ખબર છે : સુરેશ દલાલ
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યપ્રકાર, વસંત, સાહિત્યકાર, સુરેશ દલાલ | Comments (1)
.

.
( તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?)
.
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખૂલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
- સુરેશ દલાલ
.
.
આસ્ફાલ્ટની લાંબી કાળી સડકો પર ઊભેલાં ઊંચા મકાનોને રેડિયો પર ગીતો સાંભળી ખબર પડી કે, આજે વસંતપંચમી છે ! અને આપણને ?!!!
.
.
.
.
Pinki @ February 9, 2011
સરસ્વતી વંદના
Posted in: Uncategorized | Comments (0)
.
.
વસંતપંચમીનાં પાવન પર્વે , આપ સૌને વાસંતી વધામણાં. મા સરસ્વતીની જેના પર અસીમ કૃપા છે તે લતા મંગેશકરનાં અવાજમાં સરસ્વતી વંદના કરી, આવતીકાલથી રોજ વસંતનાં વિધવિધ રંગોમાં રંગાઇને થોડાં પાંગરશું, ખીલશું અને મ્હેકશું ?!!
,
,
,
,
Pinki @ February 8, 2011
તડકો : મનહર મોદી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મનહર મોદી | Comments (6)
.
.
તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે,
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે.
તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે,
મારી સમીપ એમ મને આવવા મળે.
ખખડે છે દ્વાર એમના આવાગમન સમા,
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે.
ટૂકડો સૂંવાળું સુખ મને ના કામનું જરા,
આખું મળે તો થાય, તને આપવા મળે.
ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે,
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે.
- મનહર મોદી
.
.
શિયાળાની કડકડતી ઠંડી જૂના રેકોર્ડ બ્રેક કરવા લાગી છે, ત્યારે તડકાને એવું જ કહેવાનું મન થાય છે કે, તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે ! તડકો તો ક્યારે પડે અનેઆકાશને આંખમાં લઈ એ કૂણા તડકામાં ચાલ્યા જ કરીએ…. ?! પણ ત્યાં સુધી મનહર મોદીની આ ગઝલ માણી, કોમળ તડકાનું સૂંવાળું સુખ અને હૂંફ પામીએ.
.
.
.
.
Pinki @ January 18, 2011



