પડઘાઓનું શહેર છે : નરેશ ડોડિયા
Posted in: Uncategorized | Comments (0)
જરા ધીરે બોલો તમે,આ પડઘાઓનું શહેર છે
સંવેદના ભેદી શકે એવી કાચી દિવાલોનું શહેર છે.
જરા ધીરે ચાલો તમે,આ કાંટાળા પંથનું શહેર છે
લોહીની લકિરને ચીલો માનીને ચાલનારું શહેર છે
જરા મલાજો રાખો તમે,આ મરજાદીઓનું શહેર છે
કઈક ખૂબસૂરત ચહેરાના હાસ્યને દફનાવવાનું શહેર છે
જરા તકાજો રાખજો,આ તકસાધુઓનું શહેર છે .
કઈક સત્યવાદીઓના મોતનું કારણ આ શહેર છે.
જરા માથે ઓઢીને ચાલજો,આ રૂઢીવાદીઓનું શહેર છે
કંઇક અબળાઓના જિવતર એળે ગયાનું શહેર છે.
જરા છેટે ચાલજો મારાથી,આ અફવાઓનું શહેર છે
કંઇક નવાણિયા કુટાય ગયાના દાખલાઓનું શહેર છે.
- નરેશ ડોડિયા
Pinki @ August 15, 2010
